IPL 2024: પહેલી જ ઓવરના પાંચમા બોલે મિશેલ સ્ટાર્કે ફેંક્યો ટૂર્નામેન્ટનો સૌથી ખતરનાક બોલ, KKRની જીતનો પાયો નાખ્યો

કોલકાતા નાઈટ રાઈડર્સના ઝડપી બોલર મિશેલ સ્ટાર્કે સનરાઈઝર્સ હૈદરાબાદ સામેની ફાઈનલ મેચમાં અદ્ભુત બોલ ફેંકીને બધાને ચોંકાવી દીધા હતા. સ્ટાર્કના આ બોલે અભિષેક શર્માની વિકેટ લીધી અને નવાઈની વાત એ છે કે આ ડાબા હાથના બેટ્સમેનને ખબર ન હતી કે તેની સાથે શું થઈ ગયું છે?

IPL 2024: પહેલી જ ઓવરના પાંચમા બોલે મિશેલ સ્ટાર્કે ફેંક્યો ટૂર્નામેન્ટનો સૌથી ખતરનાક બોલ, KKRની જીતનો પાયો નાખ્યો
Mitchell Starc
Follow Us:
| Updated on: May 26, 2024 | 11:49 PM

IPL 2024ની ફાઈનલમાં મિશેલ સ્ટાર્કે એવું કર્યું કે દુનિયા જોતી રહી ગઈ. પોતાની પહેલી જ ઓવરમાં મિશેલ સ્ટાર્કે એક જાદુઈ બોલ ફેંક્યો જે ટુર્નામેન્ટનો સર્વશ્રેષ્ઠ બોલ ગણી શકાય. અભિષેક શર્માએ સ્ટાર્કના આ બોલનો સામનો કર્યો અને તેની રમત તે જ ક્ષણે સમાપ્ત થઈ ગઈ. ચાલો હવે તમને જણાવીએ કે મિચેલ સ્ટાર્કનો તે બોલ કેવો હતો અને અભિષેક શર્મા તેને કેમ રમી શક્યો નહીં.

સ્ટાર્કે અભિષેક શર્માને કર્યો બોલ્ડ

મિચેલ સ્ટાર્ક તેની પહેલી જ ઓવરમાં બોલને સ્વિંગ કરવા માટે જાણીતો છે. તેનો બોલ ખૂબ જ ઝડપે આવે છે અને તેણે IPL ફાઈનલમાં પણ આવું જ કર્યું હતું. તેની પ્રથમ ઓવરના પાંચમા બોલ પર, સ્ટાર્કે બોલ મિડલ સ્ટમ્પ તરફ ફેંક્યો, જેને અભિષેક શર્માએ આરામથી રમવાનો પ્રયાસ કર્યો પરંતુ તેનો ઓફ સ્ટમ્પ ઉડી ગયો. સ્ટાર્કનો બોલ ઘણો સ્વિંગ થયો જેને અભિષેક સમજી જ ન શક્યો અને બોલ્ડ થયો.

રતન ટાટાએ આ કંપનીમાં કર્યું રોકાણ, કંપની કરે છે એકલતા દૂર કરવાનું કામ
જાણો કેમ પૂજામાં આસોપાલનના જ પાનનો થાય છે ઉપયોગ
ભગવાન ગણેશજીના પ્રિય ઉકડીચે મોદક આ સરળ ટીપ્સથી બનાવો.
ભૂલથી પણ Carના ડેશબોર્ડ પર આ વસ્તુઓ ક્યારેય ના રાખતા, નહીંતર લેવાના દેવા થઈ જશે
ક્યા સમયે બિલકુલ પાણી ન પીવુ જોઈએ, ચાણક્યએ કહી છે આ વાત
આજનું રાશિફળ તારીખ : 07-09-2024

મિચેલ સ્ટાર્કની શાનદાર બોલિંગ

મિચેલ સ્ટાર્ક ટૂર્નામેન્ટના પહેલા હાફમાં ઘણો સંઘર્ષ કરતો જોવા મળ્યો હતો. તેનો બોલ ન તો સ્વિંગ કરી રહ્યો હતો અને ન તો તેની લેન્થ યોગ્ય હતી. પરંતુ આ ખેલાડીએ બીજા હાફમાં શાનદાર વાપસી કરી હતી. ખાસ કરીને પહેલા ક્વોલિફાયર અને હવે ફાઈનલમાં તેની બોલિંગ કંઈક અલગ જ સ્તરે જોવા મળી રહી છે. પ્રથમ ક્વોલિફાયરમાં સ્ટાર્કે હૈદરાબાદ સામે 3 વિકેટ ઝડપી હતી અને તે પ્લેયર ઓફ ધ મેચ બન્યો હતો. તે મેચમાં સ્ટાર્કે પ્રથમ બોલ પર હેડને આઉટ કર્યો હતો.

હૈદરાબાદનો ટોપ ઓર્ડર ફ્લોપ

IPL 2024ની ફાઈનલમાં સનરાઈઝર્સ હૈદરાબાદનો ટોપ ઓર્ડર સંપૂર્ણપણે વિખેરાઈ ગયો. અભિષેક શર્મા આઉટ થયા બાદ ટ્રેવિસ હેડ પણ આગલી ઓવરમાં આઉટ થયો હતો. તેની વિકેટ વૈભવ અરોરાએ લીધી, તે ફરીથી ખાતું ખોલાવી શક્યો નહીં. આ પછી રાહુલ ત્રિપાઠી 9 રન બનાવીને આઉટ થયો હતો અને તે પણ સ્ટાર્કનો શિકાર બન્યો હતો.

આ પણ વાંચો : IPL 2024 : શાહરૂખ ખાનની KKR પર ગ્રેમી એવોર્ડ વિનર ઈન્ટરનેશનલ સિંગરે 250000 ડોલર લગાવ્યા

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

રાજકોટ સિવિલમાં સારવાર માટે આવેલ વૃદ્ધાને PM રૂમ પાસે ધકેલી દેવાયા
રાજકોટ સિવિલમાં સારવાર માટે આવેલ વૃદ્ધાને PM રૂમ પાસે ધકેલી દેવાયા
કુખ્યાત વ્યાજખોર રિયા ગોસ્વામી વિરુદ્ધ ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો દાખલ
કુખ્યાત વ્યાજખોર રિયા ગોસ્વામી વિરુદ્ધ ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો દાખલ
ગોંડલ માર્કેટ યાર્ડમાંથી મળ્યું 600 કિલો ચાઈનીઝ લસણ
ગોંડલ માર્કેટ યાર્ડમાંથી મળ્યું 600 કિલો ચાઈનીઝ લસણ
ગુજરાતના આ મંદિરમાં ગણેશ ચતુર્થી પર આપવામાં આવે છે ગાર્ડ ઓફ ઓનર
ગુજરાતના આ મંદિરમાં ગણેશ ચતુર્થી પર આપવામાં આવે છે ગાર્ડ ઓફ ઓનર
માંડલ તાલુકાના ગામોમાં ખેતરોમાં જળબંબાકાર, પાકને પારાવાર નુકસાન
માંડલ તાલુકાના ગામોમાં ખેતરોમાં જળબંબાકાર, પાકને પારાવાર નુકસાન
સીઝનમાં પહેલીવાર ભાવનગરનો રોજકી ડેમ થયો ઓવરફ્લો, 10 ગામોને કરાયા એલર્ટ
સીઝનમાં પહેલીવાર ભાવનગરનો રોજકી ડેમ થયો ઓવરફ્લો, 10 ગામોને કરાયા એલર્ટ
14 વર્ષના કિશોરે પૂરપાટ કાર હંકારી બાઇક અને કારને લીધી અડફેટે, 1નુ મોત
14 વર્ષના કિશોરે પૂરપાટ કાર હંકારી બાઇક અને કારને લીધી અડફેટે, 1નુ મોત
Surat :ઉધના પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સામે દુષ્કર્મની ફરિયાદ
Surat :ઉધના પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સામે દુષ્કર્મની ફરિયાદ
શિરેશ્વર મહાદેવ મંદિરના લોકમેળાનું આયોજન
શિરેશ્વર મહાદેવ મંદિરના લોકમેળાનું આયોજન
જામનગરમાં ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓની વિશેષતા જાણો
જામનગરમાં ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓની વિશેષતા જાણો
g clip-path="url(#clip0_868_265)">