IND vs ENG : 6 બોલમાં 3 બેટ્સમેન આઉટ… ઈંગ્લેન્ડના ફાસ્ટ બોલરે પુણેમાં મચાવી તબાહી
પુણેમાં ચોથી T20માં ઈંગ્લેન્ડના ફાસ્ટ બોલર સાકિબ મહમૂદે કમાલ કર્યો હતો. આ ખેલાડીએ એક જ ઓવરમાં 3 ભારતીય બેટ્સમેનોને આઉટ કરીને સનસનાટી મચાવી દીધી હતી. આ શરૂઆતી ઝટકાએ ભારતની બેટિંગ લાઈનઅપને વેરવિખેર કરી નાખી હતી.

સાકિબ મહેમૂદનું નામ બહુ ઓછા ભારતીય ચાહકો જાણતા હશે પરંતુ પુણે T20 પછી બધા આ ખેલાડીને યાદ રાખશે. ઈંગ્લેન્ડના આ પેસરે પુણેમાં ટીમ ઈન્ડિયાના બેટિંગ ઓર્ડરને ધ્વસ્ત કરી નાખ્યો હતો. આ જમણા હાથના ફાસ્ટ બોલરે તેની અદ્ભુત ફિલ્ડ સેટિંગ અને લેન્થ સાથે એક જ ઓવરમાં ત્રણ વિકેટ ઝડપી હતી. સાકિબ મહમૂદે સતત બે બોલમાં સંજુ સેમસન, તિલક વર્માને આઉટ કર્યા અને બાદમાં કેપ્ટન સૂર્યકુમાર યાદવની વિકેટ લીધી હતી.
એક જ ઓવરમાં 3 બેટ્સમેન આઉટ
સાકિબ મહમૂદને પ્રથમ વખત T20 સિરીઝમાં રમવાની તક મળી. તેને પ્રથમ ત્રણ T20 મેચમાં પ્લેઈંગ 11 માં સ્થાન મળ્યું ન હતું, પરંતુ ચોથી T20માં તેને માર્ક વુડની જગ્યાએ ટીમમાં સામેલ કરવામાં આવ્યો હતો. આ ફાસ્ટ બોલરે ટીમ સાથે જોડાતાની સાથે જ કમાલ કરી હતી. પ્રથમ બોલ પર તેણે સંજુ સેમસનની વિકેટ લીધી, જેને તેણે શોર્ટ બોલ પર આઉટ કર્યો. આ ખેલાડીએ બીજા બોલ પર તિલક વર્માની વિકેટ લીધી હતી. તિલક વર્મા જ્યારે મોટો શોટ રમવાનો પ્રયાસ કરી રહ્યો હતો ત્યારે થર્ડ મેન પાસે કેચ થયો હતો. આ પછી શાકિબે ભારતીય કેપ્ટન સૂર્યકુમાર યાદવને શોર્ટ મિડ-વિકેટ પર કેચ આઉટ કરાવ્યો હતો.
W W . . . W
What a start for England and Saqib Mahmood! A triple-wicket maiden to blow India’s top order away #INDvENG #BBCCricket pic.twitter.com/J2MPMYfFZU
— Test Match Special (@bbctms) January 31, 2025
કોણ છે સાકિબ મહમૂદ?
સાકિબ મહમૂદ પાકિસ્તાની મૂળનો ક્રિકેટર છે અને આ જ કારણ છે કે તેને ભારતના વિઝા મેળવવામાં થોડી મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. સાકિબનો જન્મ ઈંગ્લેન્ડમાં જ થયો હતો. તેનો જન્મ 25 ફેબ્રુઆરી 1997ના રોજ બર્મિંગહામમાં થયો હતો. આ જમણા હાથના ફાસ્ટ બોલરે 2019માં T20 અને 2020માં ODI ડેબ્યૂ કર્યું હતું. આ પછી તેણે તે જ વર્ષે ટેસ્ટ મેચ પણ રમી હતી. સાકિબ મહમૂદે 2 ટેસ્ટમાં 6 વિકેટ લીધી છે. આ સાથે જ તેણે 9 ODI મેચમાં 14 વિકેટ ઝડપી છે. T20માં તેના નામે 21 વિકેટ છે. સાકિબ મહમૂદને ઈંગ્લિશ ડોમેસ્ટિક ક્રિકેટમાં એક મોટું નામ માનવામાં આવે છે કારણ કે તેની પાસે બોલને સ્વિંગ કરવાની પ્રતિભા છે. આ સિવાય તે બોલને રિવર્સ કરી શકે છે.
આ પણ વાંચો: IND vs ENG : ટીમ ઈન્ડિયાનો ચોંકાવનારો નિર્ણય, એકસાથે 3 ખેલાડીઓને કર્યા બહાર