જો આ પાંચ ગદ્દારોએ દુશ્મનોનો સાથ ન આપ્યો હોત તો દેશ કદાચ ક્યારેય ગુલામ ન બનતો- વાંચો
ભારતના ઈતિહાસમાં જ્યારે જ્યારે પણ ગદ્દારીની વાત આવે છે તો આ પાંચ રાજાઓના નામ અચૂક યાદ આવે જેમની દગાખોરીને કારે ભારતને સૌથી મોટુ નુકસાન પહોંચાડ્યુ અને ભારત ગુલામીની ગર્તામાં ધકેલાઈ ગયો. આજે આપને જણાવશુ દેશના એ પાંચ મોટા દગાખોરો વિશે. જેમણે જેનું નમક ખાધુ તેની જ કરી નમકહરામી

ભારતનો ઈતિહાસ સંઘર્ષ, સાહસ, શૌર્ય અને વિજયથી ભરેલો છે. આ દેશના અનેક મહાન શાસકોએ માતૃભૂમિની રક્ષા પોતાના પ્રાણની આહુતિ આપી છે. પરંતુ,સૌથી મોટી દુઃખદ વાત એ છે કે અનેક વખત દેશે ગદ્દારોને કારણે ગુલામી ભોગવી છે. એકતરફ દેશના બચાવવા માટે દેશભક્તો લડી રહ્યા હતા, તો કેટલાક એવા પણ હતા જેમણે પોતાના અંગત સ્વાર્થ માટે દેશ સાથે દગો કર્યો. આવા જ ગદ્દારોએ દેશને દુશ્મનોના હાથે સોંપી દીધો.
ભારતે જ્યાં શિવાજી મહારાજ, મહારાણા પ્રતાપ અને ભગતસિંહ જેવા વીરપુરુષો આપ્યા છે, ત્યાં જ કેટલાક એવા ગદ્દારો પણ છે, જો આ ગદ્દારો દેશમાં જન્મ્યા જ ન હોત, તો કદાચ ભારત ક્યારેય ગુલામ બન્યું જ ન હોત. તેઓના એક પગલાને કારણે વિદેશી શાસકો માટે ભારત પર કબજો મેળવવો અને સંચાલન કરવું વધુ સરળ બની ગયું. આ ગદ્દારોમાં સૌથી પહેલા આવે છે. જયચંદ
કોણ હતો જયચંદ? જેની ઈર્ષાને કારણે દેશ ખોવાનો વારો આવ્યો
જયચંદ કન્નોજના ગહડવાલ વંશનો શાસક હતો. 12મી સદીમાં ભારતમાં રજપૂત શાાસકોનું શાસન હતુ ત્યારે જયચંદ એક મોટો રાજા હતો. જયચંદને મહાપરાક્રમી રાજા પૃથ્વીરાજ ચૌહાણની ઘણી ઈર્ષા હતી, તે એટલી હદે ઈર્ષામાં બળી મરતો હતો કે તેમણે પૃથ્વીરાજને હરાવવા વિદેશી આક્રમણકર્તા મુઘલ શાસક મોહમ્મદ ઘોરી સાથે હાથ મિલાવી લીધા. જ્યારે મોહમ્મદ ઘોરી ભારત પર આક્રમણ કરી રહ્યો હતો, ત્યારે જયચંદે પૃથ્વીરાજ ચૌહાણ સામે વિશ્વાસઘાત કર્યો અને વિદેશી આક્રમણકર્તાને સહાયતા કરી.
જયચંદ અને પૃથ્વીરાજ ચૌહાણ વચ્ચે દુશ્મની કેમ હતી?
જયચંદ અને પૃથ્વીરાજ ચૌહાણની દુશ્મની પાછળ બે મુખ્ય કારણો હતા, જેમા એક હતુ રાજકીય સંઘર્ષ. જયચંદ અને પૃથ્વીરાજ બંને શક્તિશાળી રાજપૂત રાજા હતા. પૃથ્વીરાજ ચૌહાણ દિલ્હી અને અજમેરના શાસક હતા, જ્યારે જયચંદ ગહડવાલ વંશના શાસક તરીકે કન્નોજ પર રાજ કરતો. બંનેના શાસન ક્ષેત્ર વચ્ચે સંઘર્ષ હતો, અને તેઓ એકબીજાને પક્ષપાતી અને દ્રોણિ માનતા.
પ્રેમ અને ઈર્ષ્યા
રાજકીય દુશ્મનાવટ સિવાય સંયોગિતાની ઘટના પણ આ વિવાદ માટે જવાબદાર છે. સંયોગિતા જયચંદની પુત્રી હતી અને પૃથ્વીરાજ ચૌહાણ સાથે પ્રેમ કરતી. જયચંદ એ લગ્નને માન્યતા આપવા માંગતો ન હતો.જયચંદે સંયોગિતાના સ્વયંવરમાં પૃથ્વીરાજ ચૌહાણને આમંત્રિત ન કર્યા અને તેના વિરોધમાં એક કઠપૂતળીની મૂર્તિ બનાવી. પરંતુ, પૃથ્વીરાજ ચૌહાણ સંયોગિતાને ભગાડી ગયા, જેનાથી જયચંદ ખુબ ગુસ્સે આવ્યો અને તેણે પૃથ્વીરાજ ચૌહાણ સામે બદલો લીધો.
જયચંદની ગદ્દારી, મોહમ્મદ ઘોરી સાથે સંધિ
વર્ષ 1191માં, પૃથ્વીરાજ ચૌહાણ અને મોહમ્મદ ઘોરી વચ્ચે પ્રથમ તરાઈનું યુદ્ધ થયું, જેમાં પૃથ્વીરાજે જીત મેળવી. મોહમ્મદ ઘોરીને હરાવ્યા પછી, જયચંદે પૃથ્વીરાજ ચૌહાણને નબળા પાડવા માટે મોહમ્મદ ઘોરી સાથે ગઠબંધન કર્યું. 1192માં, બીજા તરાઈના યુદ્ધમાં, જયચંદે મોહમ્મદ ઘોરીને સહાય કરી. જયચંદે મોહમ્મદ ઘોરીને ભારતની રાજકીય પરિસ્થિતિ અને પૃથ્વીરાજની સેનાની ગતિવિધિઓ વિશે જાણકારી આપી. જયચંદે પૃથ્વીરાજને સમર્થન આપવાની જગ્યાએ વિદેશી આક્રમણકારને મદદ આપી, જેના કારણે પૃથ્વીરાજ યુદ્ધમાં હારી ગયા અને તેને બંદી બનાવી લવામાં આવ્યા. ક્રુર ઘોરીએ પૃથ્વીરાજ ચૌહાણની હત્યા કરી નાખી, અને ભારત પર મુસ્લિમ શાસનનો યુગ શરૂ થયો. જો જયચંદ ઘોરીને મદદ ન કરતો તો તે ક્યારેય પૃથ્વીરાજને હરાવવામાં સફળ ન રહેતો. જયચંદે મોહમ્મદ ઘોરીને સહાય કરવાના કારણે ભારતીય સંસ્કૃતિ અને શાસન પદ્ધતિ પર વિદેશી કબજો થયો. અંદરોઅંદરની લડાઈ અને ભારતીય રાજાઓ વચ્ચે એકતા ન હોવાના કારણે વિદેશી તાકાતો વધુ મજબૂત બની.
માનસિંહ એક ગદ્દાર રાજપૂત, જેમણે મહારાણા પ્રતાપની પીઠમાં છરો માર્યો
ભારતીય ઈતિહાસમાં માનસિંહનું નામ પણ ગદ્દાર તરીકે અંકાયેલુ છે. માનસિંહ એક એવો રાજપૂત રાજા હતો, જે પોતાની જાતિ અને રાજપૂત જ્ઞાતિ માટે ગૌરવ લાવવાને બદલે, મુઘલ શાસન માટે શ્રદ્ધાભાવી બની ગયો. જ્યારે મહારાણા પ્રતાપ મુઘલ શાસન સામે મેવાડના ગૌરવ માટે લડી રહ્યા હતા, ત્યારે રાજા માનસિંહ અકબરના સાથી અને એક મુખ્ય મુઘલ સેનાપતિ તરીકે પોતાની ઓળખ બનાવી રહ્યો હતો.
અકબર સાથે સંધિ કરી તેનો વિશ્વાસુ બની ગયો
માનસિંહનો જન્મ 1550માં રાજપૂત કચ્છવાહા વંશમાં થયો હતો. તે આંબેર (આજનું જયપુર)નો શાસક હતો. તે રાજપૂત રાજવી કુટુંબમાંથી આવતો હતો છતાં તેમણે મુઘલ સાથે સંધિ કરી અને અકબરના દરબારમાં ઉંચું સ્થાન પ્રાપ્ત કર્યું. તે અકબરનો વિશ્વાસપાત્ર દરબારી અને સેનાપતિ બની ગયો. અકબરની રાજપુતો સાથે સંધિ કરવાની નીતિ માત્ર યુદ્ધ પુરતી જ સિમિત ન રહી પરંતુ લગ્ન સંબંધોમાં પણ આગળ વધી. જોધાબાઈ (હિરા કુંવર), જેની શાદી અકબર સાથે થઈ હતી, તે રાજા માનસિંહની સગી બહેન હતી. આ સંબંધને કારણે માનસિંહ અકબરની ખુબ નિકટ આવી ગયો.
હલ્દીઘાટી યુદ્ધમાં રાજા માનસિંહની ભૂમિકા
18 જૂન, 1576 ના રોજ હલ્દીઘાટીના યુદ્ધમાં, જ્યારે મહારાણા પ્રતાપ અલ્પસંખ્યક સૈનિકો સાથે લડી રહ્યા હતા, ત્યારે માનસિંહ મુઘલ સેનાપતિ તરીકે અકબરની તરફથી લડી રહ્યો હતો. જો માનસિંહે રાજપૂતોના પક્ષમાં રહી પ્રતાપને સાથ આપ્યો હોત, તો કદાચ મુઘલોની દાદાગીરી હલ્દીઘાટીએ જ સમાપ્ત થઈ જાત.
18 જૂન, 1576 ના રોજ હલ્દીઘાટી યુદ્ધ મહારાણા પ્રતાપ અને અકબરની મુઘલ સેના વચ્ચે થયું. આ યુદ્ધ મેવાડની સ્વતંત્રતા માટે મહારાણા પ્રતાપે લડ્યું હતું, જ્યારે મુઘલ સેના રાજા માનસિંહના નેતૃત્વ હેઠળ યુદ્ધ લડી રહી હતી. આ યુદ્ધમાં એક તરફ મહારાણા પ્રતાપની મેવાડની રાજપૂત સેના હતી, જ્યારે બીજી તરફ રાજા માનસિંહ અને અશરફ અલી ખાને નેતૃત્વ આપેલી મુઘલ સેના હતી.
યુદ્ધમાં ભીષણ સંઘર્ષ થયો, જેમાં મહારાણા પ્રતાપે પોતાની વિરતા બતાવી. તેમનો ઘોડો આ ચેતક પણ આ યુદ્ધમાં શહીદ થયો. આ લડાઈમાં મુઘલોની સંખ્યા ઘણી વધુ હતી, જ્યારે મહારાણા પ્રતાપ પાસે માત્ર પોતાના મેવાડી સેનાપતિઓ હતા. તેમ છતાં, પ્રતાપે યુદ્ધમાં આક્રમકતા જાળવી, પરંતુ રાજા માનસિંહના સુયોજિત હુમલાઓ અને મોટાભાગના રાજપૂત રાજાઓના સહકારના અભાવે તેઓએ પાછા ખસવું પડ્યું. જો માનસિંહે રાજપૂતોના પક્ષમાં રહી પ્રતાપને સાથ આપ્યો હોત, તો કદાચ મુઘલોની દાદાગીરી હલ્દીઘાટીએ જ સમાપ્ત થઈ જાત.
મીર જાફર: એક નમકહરામ જેનાથી અંગ્રેજી શાસન શરૂ થયું
ભારતના ઇતિહાસમાં કેટલાક એવા પાત્રો છે, જેમની ગદ્દારી દેશ માટે ભારે પડી. મીર જાફર એ એવું જ એક પાત્ર છે, જેનાથી ભારતમાં અંગ્રેજી શાસન શરૂ થયું. આ વ્યક્તિને “નમકહરામ” અને “ગદ્દાર” તરીકે ઓળખવામાં આવે છે, કારણ કે તેણે અંગ્રેજો સાથે મળી પોતાના જ શાસક સિરાજુદ્દૌલાને દગો આપ્યો અને ભારતમાં ગુલામીની શરૂઆત થઈ.
પ્લાસીના યુદ્ધમાં મીર જાફરે મોટી ગદ્દારી કરી
પ્લાસીનું યુદ્ધ એ ભારતના ઇતિહાસમાં એક મહત્વપૂર્ણ યુદ્ધ તરીકે ઓળખાય છે. 23 જૂન, 1757 એ શરૂ થયેલા આ યુદ્ધમાં એક તરફ બંગાળનો નવાબ સિરાજુદ્દૌલા હતો, જે પોતાની સ્વતંત્રતા બચાવવા ઈસ્ટ ઈન્ડિયા કંપની સામે યુદ્ધ લડી રહ્યો હતો. બીજી તરફ, અંગ્રેજો, કે જેઓ રોબર્ટ ક્લાઈવના નેતૃત્વમાં લડી રહ્યા હતા. એ સમયે અંગ્રેજો પાસે માત્ર 3000 સૈનિકો હતા જ્યારે સિરાજપુદ્દૌલા પાસે આશરે 50,000 સૈનિકો હતા, અને મીર જાફર તેની સેના સંભાળી રહ્યો હતો. પરંતુ મીર જાફરે રોબર્ટ ક્લાઈવ સાથે ગુપ્ત સંધિ કરીને, યુદ્ધમાં સિરાજપુદ્દૌલાની સાથે દગો કર્યો. તેણે સેનાને યુદ્ધમાં સામેલ થતા રોકી રાખી. આથી સિરાજુદ્દૌલાને સૈનિકો ઓછા પડવા લાગ્યા અને ફક્ત 3 કલાકમાં નવાબ હારી ગયો અને અંગ્રેજોની હારેલી બાજી જીતમાં પલટાઈ ગઈ. પ્લાસીનું યુદ્ધ જીત્યા પછી અંગ્રેજો માટે ભારત પર શાસન કરવું વધુ સરળ બની ગયું.
નવાબ બનવાના લોભથી મીર જાફરે કરી દેશ સાથે ગદ્દારી
પ્લાસી યુદ્ધ પછી રોબર્ટ ક્લાઈવે મીર જાફરને બંગાળનો નવાબ બનાવી દીધો. મીર જાફરની ગદ્દારી માત્ર બંગાળ પૂરતી સિમિત ન રહી તેની સમગ્ર ભારત પર અસર જોવા મળી. જેના કારણે બંગાળમાં અંગ્રેજોનો કબજો મજબૂત થયો. બંગાળમાં લૂંટ શરૂ થઈ, અને 1765 સુધીમાં કંપની શાસન સ્થાપિત થયું. અંગ્રેજોની લશ્કરી શક્તિ વધી, જેનાથી તેઓ આગળ ભારતના અન્ય ભાગો પણ કબજે કરવા લાગ્યા. બંગાળના ખજાના લૂંટાયા. આગળ જઇને 1857 સુધીમાં, આખા ભારતમાં અંગ્રેજોનું શાસન ફેલાઈ ગયો. મીર જાફર માત્ર બંગાળ માટે જ નહીં, પણ આખા ભારત માટે એક ગદ્દાર સાબિત થયો.
રાજા અભિરાજ – એલેક્ઝાન્ડર માટે દેશ સાથે દગો કરનાર
પ્રાચીન ભારતના ઇતિહાસમાં રાજા અભિરાજ એક એવું નામ છે, જે વિશ્વાસઘાતી તરીકે ઓળખાય છે. તે પોરસનો દુશ્મન હતો અને તેની ઈર્ષ્યાના કારણે એલેક્ઝાન્ડરને સાથ આપ્યો. એલેક્ઝાન્ડરે જ્યારે ભારત પર હુમલો કર્યો, ત્યારે રાજા અભિરાજે તેને માર્ગદર્શન આપ્યું અને પોરસ સામે તેને મદદ કરી. જો કે, પોરસે ખૂબ બહાદૂરીથી લડાઈ લડી, પણ અંતે એલેક્ઝાન્ડર વિજયી રહ્યો. જો રાજા અભિરાજે ગદ્દારી ન કરી હોત, તો એલેક્ઝાન્ડર ભારત પર વધુ કબજો ન કરી શક્યો હોત.
જાફરખાન – દક્ષિણ ભારતનો ગદ્દાર
જાફરખાન દક્ષિણ ભારતનો એક શાસક હતો, જે મુઘલો માટે કામ કરતો હતો. જ્યારે દક્ષિણ ભારતના રાજાઓ મુઘલ શાસન સામે લડી રહ્યા હતા, ત્યારે જાફરખાને ગદ્દારી કરી. તેણે દક્ષિણ ભારતના રાજાઓ સામે મુઘલોને મદદ આપી અને તેમનું શાસન મજબૂત કર્યું. તેની ગદ્દારીના કારણે દક્ષિણ ભારતમાં મુઘલોનું શાસન વઘું મજબૂત થયું. જો જાફરખાને દેશદ્રોહ ન કર્યો હોત, તો દક્ષિણ ભારતની સંસ્કૃતિ અને શાસન વધુ મજબૂત થઈ શકત.