Harbhajan Singh Video : હરભજન સિંહનો ડાન્સ જોઈને પત્ની ગીતાએ માર્યો માર, વીડિયો થયો વાયરલ
ભારતના પૂર્વ ઓફ સ્પિનર હરભજન સિંહ સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે. તે અવારનવાર ફેન્સ માટે ફોટો-વીડિયો શેર કરે છે. ક્યારેક તેઓ ગંભીર મુદ્દાઓ પર પણ પોતાનો અભિપ્રાય વ્યક્ત કરે છે. હવે તેનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે.

Harbhajan Singh Video: ભારતીય ટીમના પૂર્વ સ્પિનર હરભજન સિંહ રાજનીતિના દાવ-પેચ શીખી રહ્યો છે પરંતુ સોશિયલ મીડિયા પર તેની હાજરી હંમેશા રહે છે ફોટો-વીડિયો શેર કરતો રહે છે તો કેટલીક વખત ગંભીર મુદ્દા પર પોતાની રાય વ્યક્ત કરે છે. હવે તેનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે જેમાં તેની પત્ની બસરા તેને માર મારતી જોવા મળી રહી છે
હરભજન સિંહને ગીતાએ માર્યો માર
રાજ્યસભ સાંસદ હરભજન સિહે લગ્નની 7મી વર્ષગાંઠ મનાવી હતી પરંતુ આ દિવસે તેની પત્ની ગીતા બસરાના હાથે તેની પિટાઈ થઈ ગઈ છે. ભજ્જીએ એક વીડિયો સોશિયલ મીડિયા પર શેર કર્યો છે જે ખુબ વાયરલ થયો છે. ભજ્જી અલગ જ અંદાજમાં ઘરમાં એન્ટ્રી કરે છે પરંતુ ગીતા તેને માર મારતી જોવા મળી રહી છે, આ મજાક મસ્તી ભરેલા વીડિયોમાં હરભજન સિંહ લગ્નની સાઈડ ઈફેક્ટ વિશે જણાવી રહ્યો છે
View this post on Instagram
આ ઈન્સ્ટાગ્રામ રીલમાં હરભજન સિંહ ગુંડે ફિલ્મના ગીત પર ડાન્સ કરતા કરતા એન્ટ્રી મારે છે ગીત છે તુને મારી એન્ટ્રી યાર દિલમે બજી ધંટી, ગીતા બસરાને હરભજન સિંહનો ડાન્સ ગમતો નથી અને તે હરભજન સિંહને મસ્તીમાં માર મારે છે. ગીતા બસરા અને હરભજન સિંહે લગ્ન પછીના સમય વિશે જણાવવા માટે એક સિરીઝ શરુ કરી હતી જેનો આ 6ઠ્ઠો વીડિયો છે.
સ્પેશિયલ વીડિયો
વીડિયો શેર કરતી વખતે ગીતા બસરાએ કેપ્શનમાં લખ્યું, ‘એનિવર્સરી સ્પેશિયલ. લગ્નની આડ અસરો પાર્ટ-6. હેપ્પી 7 મી વેડિંગ એનિવર્સરી પતિ.’ હરભજન સિંહે આ વીડિયો પર કોમેન્ટ કરી છે.
આ ફની વીડિયો પર ઘણા ફેન્સે કોમેન્ટ કરી છે. ટીમ ઈન્ડિયાના પૂર્વ ફિલ્ડિંગ કોચ શ્રીધરે પણ કોમેન્ટ કરી અને લખ્યું- ‘ભજ્જી આ ખૂબ જ ફની છે. લગ્નની આડઅસરવાળી સીરિઝ પસંદ આવી.’ એક યુઝરે લખ્યું આ જોઈને હું લગ્નથી ડરી ગયો છું.