દેશભરમાં CAAનો વિરોધ યથાવત્, 19 ડિસેમ્બરે ગુજરાત બંધનું એલાન, પોલીસે નથી આપી કોઈ મંજૂરી
દેશભરમાં CAAનો વિરોધ યથાવત્ છે. ખાસ કરીને યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓ સ્વયં રીતે આ બિલના વિરોધમાં ઉતરી આવ્યા છે. અને જામિયામાં વિદ્યાર્થીઓ અને પોલીસ વચ્ચે ઘર્ષણની ઘટના પણ સામે આવી ચે. ત્યારે મેઘાલયથી માંડી દિલ્હી અને ગુજરાતમાં પણ આ બિલનો વિરોધ છે. તો કેટલીક જગ્યાએ જાહેર સંપત્તિને પણ નુકસાન પહોંચ્યું છે. જેને લઈને પૂર્વોત્તરના કેટલાક ભાગમાં ઈન્ટરનેટ […]
દેશભરમાં CAAનો વિરોધ યથાવત્ છે. ખાસ કરીને યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓ સ્વયં રીતે આ બિલના વિરોધમાં ઉતરી આવ્યા છે. અને જામિયામાં વિદ્યાર્થીઓ અને પોલીસ વચ્ચે ઘર્ષણની ઘટના પણ સામે આવી ચે. ત્યારે મેઘાલયથી માંડી દિલ્હી અને ગુજરાતમાં પણ આ બિલનો વિરોધ છે. તો કેટલીક જગ્યાએ જાહેર સંપત્તિને પણ નુકસાન પહોંચ્યું છે. જેને લઈને પૂર્વોત્તરના કેટલાક ભાગમાં ઈન્ટરનેટ બંધ કરી દેવાયું છે.
આ પણ વાંચોઃ આર્મી ચીફ બિપિન રાવતનું નિવેદનઃ LOC પર કોઈપણ સમયે સ્થિતિ બગડી શકે છે
તો 19 ડિસેમ્બર એટલે આવતીકાલે ગુજરાત બંધનું એલાન અપાયું છે. લઘુમતી અધિકાર મંચ સહિતની સંસ્થાઓ દ્વારા આ એલાન કરાયું છે. સોશિયલ મીડિયામાં ગુજરાત બંધનો મેસેજ ફરતો થયો છે. જો કે, પોલીસે કોઈ મંજૂરી આપી નથી. જેને લઈ પોલીસે પોતાનો કાફલો ઉતારી દીધો છે. દિલ્હીમાં જામિયાના વિદ્યાર્થીઓ પર લાઠીચાર્જની ઘટના બાદ પણ લોકો તેના વિરોધમાં આવ્યા છે.
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો