AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News : IPLમાં કોઈએ ખરીદ્યો નહી, હવે હેટ્રિક સાથે W,W,W,W,W,W વિકેટ લીધી, અને વિશ્વ રેકોર્ડ તુટતા માંડ માંડ બચ્યો

Madhya Pradesh Premier League 2026 : 28 વર્ષના બોલર કુમાર કાર્તિકેયે મધ્યપ્રદેશ પ્રીમિયર લીગમાં પોતાના ટી20 કરિયરમાં સૌથી શાનદાર સ્પેલ નાંખ્યો હતો. 22 જૂનના રોજ રમાયેલી મેચમાં તેમણે અદ્દભૂત કમાલ કરી હતી.

Breaking News : IPLમાં કોઈએ ખરીદ્યો નહી, હવે હેટ્રિક સાથે W,W,W,W,W,W વિકેટ લીધી, અને વિશ્વ રેકોર્ડ તુટતા માંડ માંડ બચ્યો
Image Credit source: AI
| Updated on: Jun 23, 2026 | 7:46 AM
Share

મધ્યપ્રદેશ પ્રીમિયર લીગમાં 22 જૂનના રોજ રોયલ નિમાર ઈગર્લ્સ અને ભોપાલ લેપર્ડસ વચ્ચે રમાયેલી મેચ ઈન્દોરના હોલ્કર સ્ટેડિયમમાં રમાયેલી આ મેચમાં રોયલ નિમાર ઈગલ્સે 8 વિકેટથી જીતી હતી. તેની આ જીતમાં 28 વર્ષના ડાબોડી સ્પિનર ​​કુમાર કાર્તિકેયે તે જીતમાં મુખ્ય ભૂમિકા ભજવી હતી. તેણે મેચમાં છ વિકેટ લીધી હતી, જેમાં હેટ્રિકનો પણ સમાવેશ થાય છે. જ્યારે તે વિશ્વ રેકોર્ડની બરાબરી કરવામાં કે તોડવામાં નિષ્ફળ રહ્યો હતો, ત્યારે તે એક જ T20 મેચમાં આટલી બધી વિકેટ લેનાર બીજો ભારતીય બોલર બન્યો. MPL 2026માં કારકિર્દીનું શ્રેષ્ઠ પ્રદર્શન કરનાર કુમાર કાર્તિકેયે IPL 2026ના ઓક્શનમાં વેચાયો ન હતો. તેને કોઈએ ખરીદ્યો ન હતો.

IPL 2026માં કોઈએ ખરીદ્યો નહી

આઈપીએલ 2026ના મેગા ઓક્શનમાં કુમાર કાર્તિકેયે પોતાની બેસ પ્રાઈઝ 30 લાખ રુપિયા રાખી હતી. પરંતુ તેમ છતાં કોઈ ફ્રેન્ચાઈઝીએ તેને આ રકમ આપવા માટે તૈયાર થયું ન હતુ. ત્યારબાદ સીએસકે તેમણે પોતાનો નેટ બોલર બનાવ્યો હતો. હવે મધ્યપ્રદેશ પ્રીમિયર લીગ 2026ની મેચમાં ભોપાલ લેપર્ડસ ટીમ વિરુદ્ધ તેમણે પોતાની તાકાત દેખાડી હતી. તેમજ આઈપીએલની ફ્રેન્ચાઈઝીને જડબાતોડ જવાબ આપ્યો છે.

T20 મેચમાં 6 વિકેટ લેનાર બીજો ભારતીય

કુમાર કાર્તિકેયે 3 ઓવરમાં 24 રન આપી 6 વિકેટ લીધી હતી. આ દરમિયાન તેમણે પવન નિરવાની,પ્રાંઝુલ અને અનુરાગ માલવીયાને 3 બોલ પર આઉટ કરી હેટ્રિક લીધી હતી. ટી20ની એક ઈનિગ્સમાં આટલી વિકેટ લેનાર દીપક ચહર બાદ બીજો ભારતીય ખેલાડી છે. તફાવત માત્ર એટલો છે કે, દીપક ચહરને આ સફળતા ઈન્ટરનેશનલ ટી20માં મળી હતી અને કાર્તિકેયને ઘરેલું ટી20 લીગની મેચમાં મળી હતી. દીપક ચાહરે બાંગ્લાદેશ વિરુદ્ધ 2019માં રમાયેલી ટી20 ઈન્ટરેનશનલમાં 3.2 ઓવરમાં 7 રન આપી 6 વિકેટ લીધી હતી. જે કોઈ પણ ભારતીયનું બેસ્ટ પ્રદર્શન છે.

જો કાર્તિકેયે વધુ એક વિકેટ લીધી હોત, તો તે પુરુષોની T20 ક્રિકેટમાં વિશ્વ રેકોર્ડની બરાબરી કરી શક્યો હોત. T20 ઇનિંગ્સમાં સૌથી વધુ વિકેટ લેવાનો રેકોર્ડ મલેશિયાના સ્યાઝાદુલ ઇદ્રુસના નામે છે, જેમણે ચીન સામે 4 ઓવરમાં 8 રન આપીને 7 વિકેટ લીધી હતી.

ક્રિકેટ એ વિશ્વની સૌથી લોકપ્રિય રમતોમાંની એક છે. આ રમત ત્રણ ફોર્મેટમાં રમાય છે, જેમાંથી સૌથી લાંબુ ફોર્મેટ ટેસ્ટ ક્રિકેટ છે. અહી ક્લિક કરો

Follow Us
અમદાવાદમાં ગરીબનગર ચાર રસ્તા પાસે ગંભીર અકસ્માત, યુવતીનું મોત
અમદાવાદમાં ગરીબનગર ચાર રસ્તા પાસે ગંભીર અકસ્માત, યુવતીનું મોત
અમદાવાદમાં ગેરકાયદે પાર્કિંગ પર AMCનો સકંજો
અમદાવાદમાં ગેરકાયદે પાર્કિંગ પર AMCનો સકંજો
સાબરકાંઠા: ખાતર વિતરણ માટેની મોબાઈલ એપ બની માથાનો દુખાવો
સાબરકાંઠા: ખાતર વિતરણ માટેની મોબાઈલ એપ બની માથાનો દુખાવો
બોટાદમાં મધુ નદીમાં કચરો ઠલવાતા સ્થાનિકોમાં ભારે રોષ, પૂરની ભીતિ
બોટાદમાં મધુ નદીમાં કચરો ઠલવાતા સ્થાનિકોમાં ભારે રોષ, પૂરની ભીતિ
દ્વારિકાના નાથના અનેરા ભક્તની આકરી ભક્તિ, દંડવત કરી દ્વારકા પહોંચશે
દ્વારિકાના નાથના અનેરા ભક્તની આકરી ભક્તિ, દંડવત કરી દ્વારકા પહોંચશે
જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી કેમ્પસ સુધી પહોંચ્યો દીપડો
જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી કેમ્પસ સુધી પહોંચ્યો દીપડો
અમદાવાદમાં રિક્ષા મુસાફરી મોંઘી થઈ: મિનિમમ અને પ્રતિ કિમી ભાડું વધ્યું
અમદાવાદમાં રિક્ષા મુસાફરી મોંઘી થઈ: મિનિમમ અને પ્રતિ કિમી ભાડું વધ્યું
ગુજરાતમાં ભારે વરસાદની ચેતવણી, 48 કલાકમાં મુંબઈમાં ચોમાસાની એન્ટ્રી
ગુજરાતમાં ભારે વરસાદની ચેતવણી, 48 કલાકમાં મુંબઈમાં ચોમાસાની એન્ટ્રી
ખેતરોમા વીજ પોલ નાખવાના વિવાદ વચ્ચે કોંગ્રેસ નેતાએ આપ્યો વૈકલ્પિક રૂટ
ખેતરોમા વીજ પોલ નાખવાના વિવાદ વચ્ચે કોંગ્રેસ નેતાએ આપ્યો વૈકલ્પિક રૂટ
ફાસ્ટેગની બબાલમાં કર્મચારીઓએ 'BJP નેતા'ને પાઇપ વડે ઝૂડી નાખ્યો
ફાસ્ટેગની બબાલમાં કર્મચારીઓએ 'BJP નેતા'ને પાઇપ વડે ઝૂડી નાખ્યો
g clip-path="url(#clip0_868_265)">