AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News : વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે ગુજરાત અને દમણની મુલાકાતે, કરોડો રુપિયાના કામોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરશે

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે સુરત અને દમણની મુલાકાતે 2970 કરોડનાં ખર્ચના 56 વિકાસના કાર્યોનું વડાપ્રધાનના હસ્તે લોકાર્પણ અને ખાતમહુર્ત થશે.નમો હોસ્પિટલ, નમો એરપોર્ટ (ડોમેસ્ટિક એરપોર્ટ) જેવા વિકાસના કાર્યોનું લોકાર્પણ કરશે.

Breaking News : વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે ગુજરાત અને દમણની મુલાકાતે, કરોડો રુપિયાના કામોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરશે
| Updated on: Jun 05, 2026 | 8:24 AM
Share

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે ગુજરાત અને દમણનો પ્રવાસ કરશે. આ દરમિયાન અંદાજે 22,000 કરોડ રુપિયાના અલગ અલગ વિકાસ પરિયોજનાઓનું ઉદ્ધાટન અને શિલાન્યાસ કરશે. જેમાં સુરતમાં 200 બેડ વાળીએએસઆઈસી હોસ્પિટલનું ઉદ્ધાટન કરશે. તેમજ દમણના નમો હવાઈ એરપોર્ટના નવા ટર્મિનલ બિલ્ડિંગનું ઉદ્ઘાટન શામેલ છે. દમણમાં અંદાજે 2,970 કરોડ રુપિયાની પરિયોજનાઓની શરુઆત કરવામાં આવશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી કેન્દ્ર શાસિત પ્રદેશ લક્ષ્યદ્વીપ માટે અંદાજે 885 કરોડ રુપિયાના 4 મહત્વપૂર્ણ પરિયોજનાઓનું ઓનલાઈન માધ્યમથી શિલાન્યાસ પણ કરશે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે બપોરે અંદાજે 2:30 કલાકે સુરત જિલ્લાના હજીરા પહોંચશે. જ્યાં ચાલી રહેલા ઔદ્યોગિક કામઓ અને માળખાગત પ્રોજેક્ટ્સની સમીક્ષા કરશે. સાંજે 4:15 વાગ્યે, તેઓ સુરતમાં એક જાહેર સભાને સંબોધિત કરશે અને 18,800 કરોડથી વધુના પ્રોજેક્ટ રાષ્ટ્રને સમર્પિત કરશે.

કુલ 56 વિકાસકાર્યોનું લોકાર્પણ

સંઘપ્રદેશ દમણમાં આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ની મહત્વપૂર્ણ મુલાકાત યોજાવા જઈ રહી છે. વડાપ્રધાનના હસ્તે આશરે 2970 કરોડ રૂપિયાના ખર્ચે તૈયાર થયેલા અને પ્રસ્તાવિત કુલ 56 વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવશે. આજે દમણ નમો નમો થઈ જશે.આ મુલાકાતની સૌથી મોટી વિશેષતા એ છે કે દમણના ડોમેસ્ટિક એરપોર્ટને હવે “નમો એરપોર્ટ” નામ આપવામાં આવ્યું છે, જ્યારે દમણની જાણીતી મરવડ હોસ્પિટલ પણ હવે “નમો હોસ્પિટલ” તરીકે ઓળખાશે. વડાપ્રધાનની મુલાકાત પૂર્વે બંને મહત્વપૂર્ણ યોજનાઓના નામ નરેન્દ્ર મોદીના નામ સાથે જોડાતા દમણવાસીઓમાં ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે.

દમણ પોલીસ સુરક્ષા વ્યવસ્થા સઘન

આ ઉપરાંત આઇકોનિક બ્રિજ, કન્વેન્શન સેન્ટર સહિત અનેક નવા વિકાસકાર્યોના ખાતમુહૂર્ત પણ વડાપ્રધાનના હસ્તે કરવામાં આવશે. વડાપ્રધાનના આગમનને લઈને સમગ્ર દમણમાં તંત્ર અને ભાજપ સંગઠન દ્વારા જોરશોરથી તૈયારીઓ ચાલી રહી છે. નોંધનીય છે કે, વડાપ્રધાન સતત આઠમી વખત સંઘપ્રદેશની મુલાકાતે આવી રહ્યા છે. વહીવટી તંત્ર વ્યવસ્થામાં જોડાયું છે. જ્યારે ગુજરાત મહારાષ્ટ્ર અને દમણ પોલીસ સુરક્ષા વ્યવસ્થા સઘન બનાવવા માટે કામ લાગ્યું છે.

આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સુરતની મુલાકાતે પણ છે. ત્યારે તમામ રૂટ પર પોલીસ અને SPG દ્વારા રિહસલ થઈ ચૂક્યું છે.બપોરના બે વાગ્યાના સમય દરમિયાન સુરત એરપોર્ટ પરથી હજીરા એલ એન્ડ ટી કંપનીમાં કાર્યક્રમમાં જશે. ત્યારબાદ સુરતના અઠવાલાઇન્સ ખાતે ઇન્દોર સ્ટેડિયમમાં 18,000 કરોડના વિકાસ લક્ષી કાર્યક્રમ યોજાશે.

PM મોદીને કેટલા ભાઈ બહેનો છે, પરિવારમાં કોણ કોણ છે જુઓ અહી ક્લિક કરો

Follow Us
સાગબારાના ખેડૂતોના જમીન હકના મુદ્દે રક્ષાબંધન બાદ મંત્રીઓ ચર્ચા કરશે
સાગબારાના ખેડૂતોના જમીન હકના મુદ્દે રક્ષાબંધન બાદ મંત્રીઓ ચર્ચા કરશે
તહેવારો પહેલાં મોંઘવારીનો માર: ખાંડ-ડુંગળીના ભાવ બમણા, મીઠાઈ પણ મોંઘી
તહેવારો પહેલાં મોંઘવારીનો માર: ખાંડ-ડુંગળીના ભાવ બમણા, મીઠાઈ પણ મોંઘી
ક્રૂડ ઓઇલમાં તેજીથી સુરતનો કાપડ ઉદ્યોગ મુશ્કેલીમાં, SGCCIએ માંગી રાહત
ક્રૂડ ઓઇલમાં તેજીથી સુરતનો કાપડ ઉદ્યોગ મુશ્કેલીમાં, SGCCIએ માંગી રાહત
Trending Video: હિન્દુસ્તાની ભાઈએ સુમો પહેલવાન સાથે લીધો પંગો
Trending Video: હિન્દુસ્તાની ભાઈએ સુમો પહેલવાન સાથે લીધો પંગો
દેશી દારૂના વેચાણના વાયરલ વીડિયો બાદ મહિલાની અટકાયત
દેશી દારૂના વેચાણના વાયરલ વીડિયો બાદ મહિલાની અટકાયત
રાજકોટમાં યોજાતા લોકમેળાને લઇને મોટા સમાચાર
રાજકોટમાં યોજાતા લોકમેળાને લઇને મોટા સમાચાર
વાયરલ થયો આ એક વીડિયો અને રાજકોટ પોલીસ થઈ દોડતી
વાયરલ થયો આ એક વીડિયો અને રાજકોટ પોલીસ થઈ દોડતી
બુટલેગર પાસે હપ્તો માગનાર અમદાવાદ પોલીસકર્મી સસ્પેન્ડ - જુઓ Video
બુટલેગર પાસે હપ્તો માગનાર અમદાવાદ પોલીસકર્મી સસ્પેન્ડ - જુઓ Video
દોઢ વર્ષના બાળકની અન્નળીમાં પીન ફસાય , જુઓ Video
દોઢ વર્ષના બાળકની અન્નળીમાં પીન ફસાય , જુઓ Video
સુરતમાં હચમચાવતી ઘટના! 13 વર્ષના કિશોરની ગરદનમાંથી આરપાર થયો સળિયો
સુરતમાં હચમચાવતી ઘટના! 13 વર્ષના કિશોરની ગરદનમાંથી આરપાર થયો સળિયો
g clip-path="url(#clip0_868_265)">