કંટ્રી કોડ શું હોય છે ? : આ માટે કંટ્રી કોડના સિસ્ટમને સમજવુ પડશે.તે કંટ્રી કોલિંગ કોડ કે કંટ્રી ડાયલ ઇન કોડ અથવા યુઝ ટેલિફોન નંબર પ્રીફિક્સ તરીકે ફોન નંબરની આગળ લગાવવામાં આવે છે.
તેનો ઉપયોગ શું ? : કંટ્રી કોડ ઇન્ટરનેશનલ ટેલિફોન નંબરિંગ યોજનાનો ભાગ છે. તેનો ઉપયોગ એક દેશમાંથી બીજા દેશમાં કોસ કરવા માટે ઉપયોગમાં લેવામાં આવે છે. પોતાના દેશમાં આ કોડ ઓટોમેટિક લાગી જાય છે.
કેવી રીતે કોડ મળે છે ? : કયા દેશને કયો કોડ મળશે, તે તેના ઝોન અને નંબર પર આધાર રાખે છે. ભારત નવમાં ઝોનનો પ્રથમ દેશ છે.તેથી અહીં +91 કોડ છે.
અન્ય દેશોનો કોડ શું છે ? : જે રીતે ભારત માટે +91 કોડનો ઉપયોગ થાય છે.તે જ રીતે પાકિસ્તાનનો કંટ્રી કોડ +92 છે. આ કોડને ઇન્ટરનેશનલ સબસ્ક્રાઇબર્સ ડાયલિંગ પણ કહેવામાં આવે છે. તુર્કીનો +90, અફઘાનિસ્તાનનો +93 અને શ્રીલંકાનો +94 કોડ છે.
કોના દ્વારા આપવામાં આવે છે આ નંબર ? : ટેલિકોમ્યુનિકેશન યુનિયન(ITU) આ નંબર આપે છે.આ એક સ્પેશિયલ એજન્સી છે. જે યુનાઇટેડ નેશન્સનો એક ભાગ છે.તેની શરુઆત 17 મે 1865માં થઇ હતી.
ITU શું છે ? : આ એજન્સીનું નામ પહેલા ઇન્ટરનેશનલ ટેલિગ્રાફ યુનિયન હતું. આ એજન્સી ઇન્ફોર્મેશન અને કોમ્યુનિકેશન ટેક્નોલોજી સંબંધિત મુદ્દાઓ પર કરે છે કામ.
કેટલા દેશ છે સામેલ ?: તેનું હેડક્વાર્ટર જેનેવામાં છે. 193 દેશ આ યુનિયનના ભાગ છે. કંટ્રી કોડ આપવો એ આ એજન્સીના તમામ કામ પૈકીનું એક કામ છે.