મુકેશ અંબાણીના ઘરે કેમ રોજ બને છે 4000 રોટલી? ખરેખર આટલી બધી રોટલી ખાઈ જાય છે અંબાણી પરિવાર ?
ઘરે બનાવેલી દરેક વાનગીનું ખૂબ ધ્યાન રાખવામાં આવે છે. તમને જાણીને નવાઈ લાગશે પણ મુકેશ અંબાણીના ઘરે દરરોજ 4,000 રોટલીઓ બને છે તો આટલી બધી રોટલી કેમ બનાવવામાં આવે છે તેમજ શેફનો પગાર કેટલો છે ચાલો જાણીએ

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણીનો પરિવાર ફક્ત ફેશન સેન્સ માટે જ નહીં પરંતુ નાની-મોટી પાર્ટીઓ અને ઘરે બનાવેલી ખાસ વાનગીઓ માટે પણ જાણીતો છે. અંબાણી પરિવારના બધા સભ્યો ખોરાક પ્રત્યે ઉત્સાહી છે, અને બધા શાકાહારી છે. તેથી, પૌષ્ટિક, મસાલેદાર અને સ્વાદિષ્ટ વાનગીઓ હંમેશા તૈયાર કરવામાં આવે છે.

ઘરે બનાવેલી દરેક વાનગીનું ખૂબ ધ્યાન રાખવામાં આવે છે. તમને જાણીને નવાઈ લાગશે પણ મુકેશ અંબાણીના ઘરે દરરોજ 4,000 રોટલીઓ બને છે તો આટલી બધી રોટલી કેમ બનાવવામાં આવે છે તેમજ શેફનો પગાર કેટલો છે ચાલો જાણીએ

અંબાણી પરિવારમાં દરેક વ્યક્તિ ખૂબ જ સાદું ભોજન પસંદ કરે છે. મુકેશ અને નીતા અંબાણી સહિત આખો પરિવાર કડક શાકાહારી છે. તે ભોજનમાં દાળ, ભાત, શાકભાજી, રોટલી, સૂપ અને સલાડ લે છે. દાળ ગુજરાતી શૈલીમાં બનાવવામાં આવે છે. રાત્રિભોજન એક હળવું અને પૌષ્ટિક ભોજન છે જેમાં નાચણી અથવા બાજરીની રોટલી, ગુજરાતી શૈલીની શાકભાજી અને સલાડનો સમાવેશ થાય છે. જોકે આ સિવાય આશ્ચર્યની વાત એ છે કે અંબાણી હાઉસમાં રોજ 4000 રોટલી બને છે

આ રોટલી અંબાણીના ઘરમાં કામ કરતા આશરે 600 કર્મચારીઓ માટે બનાવવામાં આવે છે, જેમાં સફાઈ કર્મચારીઓ, સુરક્ષા ગાર્ડ, ડ્રાઇવર, રસોઈયા, ટેકનિશિયન અને અંગત હેલ્પરનો સમાવેશ થાય છે. દરેકને પૌષ્ટિક ખોરાક પૂરો પાડવામાં આવે છે તે માટે રોજ અંબાણી પરિવારમાં 4000 રોટલી બને છે.

મુકેશ અંબાણીના ઘરમાં રોટલી બનાવવા માટે એક મશીન લગાવવામાં આવ્યું છે. આ મશીન માત્ર થોડી મિનિટોમાં ઘણી રોટલી બનાવી શકે છે. જોકે, રોટલીની ગુણવત્તા અને સ્વાદ જાળવવા માટે, એક અલગ શેફ અને તેમની ટીમ તૈયાર કરવામાં આવે છે,

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, રોટલી શેફનો પગાર દર મહિને લગભગ ₹2 લાખ છે, જે દર્શાવે છે કે સખત મહેનતની સાથે વ્યાવસાયિકતાનું પણ ખૂબ મૂલ્ય છે.
Sneeze Reflex: છીંક કેમ આવે છે? મોટાભાગના લોકો નથી જાણતા તેનું વૈજ્ઞાનિક કારણ, આ સ્ટોરી વાંચવા અહીં ક્લિક કરો
