Knowledge : ભારતમાં પહેલીવાર ક્યારે ટેક્સ લાગવાનો શરુ થયો, કોણે, કોના પર અને કેટલા ટકાના ટેક્સ લગાવ્યો હતો? જાણો
ભારતમાં Income Tax (આવકવેરા)ની પરંપરા ખુબ જુની છે.પરંતુ શું તમે આવકવેરાના ઇતિહાસ વિશે જાણો છો, તે કેવી રીતે શરૂ થયો હતો? તો ચાલો તમને જણાવીએ કે આવકવેરાની શરૂઆત કેવી રીતે થઈ હતી.

ભારતમાં આવકવેરાની પરંપરા ખુબ જુની છે. ભારતમાં આવક વેરો પહેલી વખત બ્રિટિશ શાસનમાં લાગુ થયો હતો. અંગ્રેજ અધિકારી જેમ્સ વિલ્સને પહેલી વખતે આવકવેરો લાગુ કર્યો હતો. ભારતમાં આવકવેરાની શરુઆત 14 જુલાઈ 1860માં સર જેમ્સ વિલ્સન દ્વાર થઈ હતી. તે એ સમયે બ્રિટિશ ભારતનો નાણાં સભ્ય હતો.

તો હવે તમારા મનમાં પ્રશ્ન થતો હશે કે,આવકવેરો કેમ લગાવવામાં આવ્યો હતો? તો 1857ની ક્રાંતિ (First War of Independence) બાદ બ્રિટિશ સરકારને મોટું નુકસાન થયું હતુ. આ નુકસાનની ભરપાઈ કરવા માટે આવકવેરો લાગુ કરવામાં આવ્યો હતો.

તો કોના પર આવકવેરો લગાવવામાં આવ્યો હતો. પહેલી વખત આવકવેરો એ લોકો પર લગાડવામાં આવ્યો હતો. જેની વાર્ષિક આવક 500 રુપિયાથી વધારે હતી. આ આવકવેરો વ્યક્તિઓ અને વેપારીઓ બંને પર લાગુ પડતો હતો.

આવક વેરો પહેલી વખત બ્રિટિશ શાસનમાં લાગુ થયો હતો, આ આવકવેરો સરકારના નુકસાનની ભરપાઈ માટે લાગુ કરવામાં આવ્યો હતો. તેમજ 500 રુપિયાથી વધારે આવક ધરાવનાર લોકો અને વેપારીઓ પર લાગુ કરવામાં આવ્યો હતો.

હવે જાણી લો પહેલી વખત કેટલો આવકવેરો વસૂલવામાં આવતો હતો? તે સમયે વિવિધ આવક સ્તરો માટે અલગ અલગ આવકવેરો હતો.500થી ₹1,000 સુધી આવક પર 2 ટકા (એટલે કે 100 રૂપિયા પર 2 રૂપિયા) બકો, તેમજ 1000 રુપિયાથી વધુની આવક પર 3 ટકા સુધીનો ટેક્સ લગાવવામાં આવ્યો હતો.

આ ટેક્સ કાયમી નહોતો પણ થોડા વર્ષો માટે કામચલાઉ ધોરણે લગાવવમાં આવ્યો હતો.1886માં એક નવો આવકવેરા કાયદો બનાવવામાં આવ્યો, જેણે ભારતમાં વધુ સ્પષ્ટ રીતે કરવામાં આવ્યો હતો.
જનરલ નોલેજની સારી સમજ હોવી જરૂરી છે કારણ કે તે તમને વિશ્વની ઘટનાઓથી અપડેટ રાખે છે. તેમજ યોગ્ય નિર્ણય લેવામાં મદદ કરે છે. વધુ સમાચાર વાંચવા માટે અહી ક્લિક કરો
