AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Vastu Tips: પરીક્ષામાં સફળતા અને સારા માર્ક્સ મેળવવા માટે અપનાવો વાસ્તુને લગતા આ ઉપાયો

પરીક્ષાનો સમય દરેક વિદ્યાર્થી માટે મહત્વપૂર્ણ હોય છે. મહેનત અને ધગશની સાથે-સાથે વાતાવરણ અને સકારાત્મક ઊર્જા પણ સફળતામાં મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવે છે. વાસ્તુ શાસ્ત્ર અનુસાર, ઘર અને અભ્યાસનું સ્થાન યોગ્ય હશે તો એકાગ્રતા, સ્મરણ શક્તિ અને આત્મવિશ્વાસ વધે છે. આ બધી વસ્તુઓ મળવાથી પરીક્ષામાં સારા માર્ક્સ પ્રાપ્ત થાય છે.

| Updated on: Jul 22, 2025 | 3:14 PM
Share
વાસ્તુ શાસ્ત્ર ન માત્ર ઘરની શાંતિ અને સમૃદ્ધિ માટે છે. પરંતુ, તે અભ્યાસ અને કરિયરમાં પણ મદદ કરે છે. યોગ્ય દિશા, સ્વચ્છ વાતાવરણ અને સકારાત્મક ઉર્જાનું સંતુલન એકાગ્રતાને વધારે છે અને મનને શાંત રાખે છે. પરીક્ષામાં સારા માર્ક્સ મેળવવા વાસ્તુના નાના-નાના ઉપાયો તમારી મહેનતને વધુ અસરકારક બનાવશે.

1 / 8
યોગ્ય દિશામાં અભ્યાસ: વાસ્તુ શાસ્ત્ર અનુસાર અભ્યાસ માટે ઉત્તર કે પૂર્વ દિશા (ઈશાન ખૂણો) સૌથી શુભ ગણાય છે. આ દિશામાં ભણવાથી સકારાત્મક ઊર્જાનો સંચાર થાય છે. જે એકાગ્રતા અને યાદ શક્તિને વધારે છે. તમારા સ્ટડી ટેબલને એવી રીતે રાખો કે તમારુ મોં ઉત્તર કે પૂર્વ દિશા તરફ રહે. સ્ટડી ટેબલની સામે દીવાલ પર માતા સરસ્વતીની તસવીર કે મોટિવેશનલ ક્વોટ્સ લગાવો. જે તમને પ્રેરિત કરશે અને ભણવામાં રુચિ વધારશે.

2 / 8
સ્ટડી ટેબલ પર રાખો આ ખાસ વસ્તુ: ભણવાના ટેબલ પર કેટલીક વસ્તુઓ રાખવાથી સકારાત્મક ઊર્જા વધે છે. વાસ્તુ અનુસાર, સ્ટડી ટેબલ પર પીળા રંગના તાજા ફુલ, ક્રિસ્ટલ બોલ કે નાનો વાંસનો પ્લાન્ટ રાખો. પીળો રંગ બુદ્ધિ અને રચનાત્મક્તાનું પ્રતિક છે. જે મા સરસ્વતીની ઊર્જાને સક્રિય કરે છે.

3 / 8
ઘરમાં ઈશાન ખૂણાને સાફ રાખો : વાસ્તુમાં ઈશાન ખૂણો (ઉત્તર-પૂર્વ) ને જ્ઞાન અને આધ્યાત્મિક્તાનું સ્થાન માનવામાં આવે છે. આ ખૂણો હંમેશા સાફ અને વ્યવસ્થિત રાખો, અહીં વધારે સામાન કે કચરો પડેલો હશે તો નકારાત્મક ઊર્જા વધે છે. જે ભણવામાં અડચણ લાવે છે. ઈશાન ખૂણામાં ગંગાજળ ભરેલો એક નાનો કળશ કે મા સરસ્વતીનું યંત્ર રાખો. રોજ આ સ્થાન પર કપૂર પ્રગટાવો. જેથી સકારાત્મક ઊર્જાનો પ્રવાહ બની રહે.

4 / 8
ગણેશ મંત્રનો જાપ : પરીક્ષાની તૈયારી શરૂ કર્યા પહેલા દરરોજ સવારે દીપક પ્રગટાવો અને 'ॐ गं गणपतये नमः' મંત્રનો 11 વાર જાપ કરો. આ મંત્ર બાધાઓ દૂર કરે છે અને મનને એકાગ્ર રાખે છે. સાથે જ ઘરમાં તુલસીનો છોડ રાખવો પણ શુભ ગણાય છે. તુલસીનો છોડને ઉત્તર-પૂર્વ કે પૂર્વ દિશામાં રાખો અને રોજ જળ અર્પિત કરો. આ ઘરમાં સકારાત્મક ઊર્જા વધારે છે અને ભણવામાં પણ સ્થિરતા લાવે છે.

5 / 8
શનિવારે વિશેષ ઉપાય:પરીક્ષામાં વારંવાર બાધા આવી રહી હોય, તો શનિવારે વિશેષ વાસ્તુ ઉપાય કરો. આ દિવસે પીપળાના ઝાડ નીચે સરસોંના તેલનો દીવો પ્રગટાવો અને શનિ મંત્ર 'ॐ शं शनैश्चराय नमः' નો 11 વાર જાપ કરો. શનિવારે જરૂરતમંદને દેશી ચણા, કાળા કપડા અને લોખંડની વસ્તુનું દાન કરો. જે શનિ ગ્રહના નકારાત્મક પ્રભાવને ઓછુ કરે છે અને પરીક્ષામાં સફળતાનો માર્ગ ખૂલે છે.

6 / 8
દક્ષિણ- પશ્ચિમ ખૂણામાં સંતુલન: વાસ્તુમાં દક્ષિણ- પશ્ચિમ ખૂણો સ્થિરતા અને કરિયરનું સ્થાન મનાય છે. આ ખૂણાને સાફ અને વ્યવસ્થિત રાખો. અવ્યવસ્થા અને ગંદકી આ સ્થાનની ઊર્જાને ઓછી કરે છે. જેની અસર તમારા અભ્યાસ અને આત્મવિશ્વાસ પર પડી શકે છે. આ ખૂણામાં એક લાકડાનો ગ્લોબ કે પુસ્તકોનો નાનો રેક રાખો. ભારે સામાન કે કચરો આ સ્થાન પર ન રાખો.

7 / 8
વાસ્તુની સાથે સ્વયં શિસ્ત: પરીક્ષામાં સારા માર્ક્સ માટે સકારાત્મક વાતાવરણ રાખવુ જરૂરી છે. રોજ સવારે ગંગાજળનો છંટકાવ કરો અને ઘરના મુખ્ય દ્વાર પર સ્વસ્તિક કે ॐ નું ચિહ્ન બનાવો. અભ્યાસ દરમિયાન મોબાઈલ કે અન્ય ધ્યાન ભટકાવનારી વસ્તુઓથી અંતર રાખો, વાસ્તુની સાથે અનુશાસન પણ તમારી સફળતા સુનિશ્ચિત કરશે.

8 / 8

Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય જાણકારી અને તથ્યોને આધારીત છે. કોઈપણ સલાહ અનુસરતા પહેલા નિષ્ણાંતની સલાહ અવશ્ય લો. 

આ પણ વાંચો: Travel Tips: આ છે દુનિયાનો એકમાત્ર એવો દેશ જ્યા પબ્લિક ટ્રાન્સપોર્ટમાં સફર કરવા માટે નથી આપવા પડતા પૈસા, ફ્રીમાં મળે છે ટિકિટ

g clip-path="url(#clip0_868_265)">