Vadodara: સયાજીબાગ પ્રાણી સંગ્રાહાલયમાં અબોલ પશુ-પક્ષીઓને કાળઝાળ ગરમીમાં રાહત મળે તે માટે તંત્રએ ખાસ સુવિધાઓ ઉભી કરી, જુઓ Photos

આ કાળઝાળ ગરમીમાં મૂંગા પશુ પક્ષીઓ માટે ઝૂ વિભાગ દ્વારા હાલમાં વધતી જતી ગરમીમાં રક્ષણ માટે વિવિધ પ્રકારની સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી રહી છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 16, 2023 | 5:24 PM
હાલમાં ઉનાળાની ઋતુમાં ગરમીનું પ્રમાણ વધી રહ્યું છે ગરમીનો પારો વધતાં મનુષ્ય, અબોલ પશુ પક્ષીઓ ઉપર અસરો વર્તાઈ રહી છે ત્યારે વડોદરા શહેરના સયાજીબાગ ખાતે આવેલા પ્રાણી સંગ્રાહાલય ખાતે મૂંગા પશુ-પક્ષીઓને કાળઝાળ ગરમીથી બચાવવા માટે વિવિધ પ્રકારની સુવિધાઓ તંત્ર દ્વારા ઉભી કરવામાં આવી છે.

1 / 5
ગરમીથી બચવા મનુષ્ય તો રાહત માટે સક્ષમ છે, પરંતુ મૂંગા પશુ પક્ષીઓનું શું? તે મનુષ્ય પર નિર્ભર છે ત્યારે આ કાળઝાળ ગરમીમાં મૂંગા પશુ પક્ષીઓ જે શહેરના સયાજીબાગ ખાતે આવેલા પ્રાણી સંગ્રાહાલયમાં છે તેઓ માટે ઝૂ વિભાગ દ્વારા હાલમાં વધતી જતી ગરમીમાં રક્ષણ માટે વિવિધ પ્રકારની સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી રહી છે.

2 / 5
જેમાં સવારે બે સમય તથા બપોરે બે સમય અહીં પાણીનો છંટકાવ કરવામાં આવી રહ્યો છે.

3 / 5
પશુ પક્ષીઓના પીંજરામાં ગ્રીન નેટ તથા ઘાસના છાપરા તૈયાર કરવામાં આવ્યા છે સાથે જ પશુ પક્ષીઓને ગરમીમાં ઠંડક મળી રહે તેવો ખોરાક આપવામાં આવી રહ્યો છે.

4 / 5
પ્રાણીઓના ડોક્ટર્સ દ્વારા પણ તકેદારી રાખવામાં આવી રહી છે. જો વધુ ગરમી પડે તો તેના માટે પણ તંત્ર દ્વારા તૈયારીઓ કરી લેવામાં આવી છે, જેમાં પાણીના ફૂવારા પશુ પક્ષીઓના પિંજરા પાસે લગાડાશે સાથે જ ઘાસ પૂળાની સાથે પ્રાણીઓને ઠંડક મળે તે રીતેની વ્યવસ્થા કરવામાં આવી છે તેવુ વડોદરા મહાનગરપાલિકાના ડેપ્યુટી મ્યુનિ. કમિશ્નરે જણાવ્યું છે.  (ઈનપુટ ક્રેડિટ-મનીષ ઠાકર)

5 / 5
Follow Us:
g clip-path="url(#clip0_868_265)">