Paryushan Special Recipes : જૈન ધર્મનો પવિત્ર પર્વ પર્યુષણમાં આ ખાસ વાનગીઓ એક વાર ઘરે ટ્રાય કરો
પર્યુષણએ જૈન ધર્મના લોકો માટે પવિત્ર પર્વ માનવામાં આવે છે. જે સામાન્ય રીતે ઓગસ્ટ અથવા સપ્ટેમ્બર મહિનામાં લગભગ 8 થી 10 દિવસ સુધી રહે છે. જૈનો માટે આ સૌથી મહત્વપૂર્ણ તહેવારો છે અને વર્ષનો તે સમય છે જ્યારે જૈન ધર્મના નિયમોનું વધુ કડક રીતે પાલન કરવામાં આવે છે. પર્યુષણ એ જૈન ધર્મના 5 મુખ્ય નિયમો - અહિંસા, સત્ય,અસ્તેય (ચોરી ન કરવી), બ્રહ્મચર્ય અને અપરિગ્રહનું કડક પાલન કરે છે . ત્યારે આ સમયગાળામાં શું ખાઈ શકાય તે જણાવીશું.

જૈન ધર્મના લોકો પર્યુષણમાં રીંગણ જેવા ઘણા બીજવાળા શાકભાજી ખાવાનું ટાળે છે. આ ઉપરાંત તેઓ " ચાતુર્માસ " દરમિયાન લીલા પાંદડાવાળા શાકભાજી પણ ટાળે છે.

પર્યુષણના પવિત્ર સમયમાં તમે કોકોનટ પુરણ પોળી, સફેદ ઢોકળા, રાગી તલના ખાખરા તેમજ ઘઉંના ખાખરા અને ઘઉંની ચકલી પણ બનાવીને ખાઈ શકો છો.

આ ઉપરાંત તમે ગુજરાતના ફેમસ ખાટા ઢોકળા, ઇન્સ્ટન્ટ પૌંઆની ઇડલી બનાવી શકો છો. આ ખાટા ઢોકળા, ઇન્સ્ટન્ટ પૌંઆની ઇડલી સાથે કોકોનટ ચટણીનું સેવન કરે છે.

તેમજ ચણા દાળ સીક કબાબ ખાઈ શકો છો. જે ઘરે પણ સરળતાથી બનાવી શકાય છે. આ પવિત્ર સમયગાળામાં તમે કાચા કેળાના ચિપ્સ, કેળાના ભજીયા બનાવીને ખાઈ શકો છો.

જુવાર ધાણીએ બીજો સૂકો નાસ્તો છે જે બનાવવા માટે સરળ છે. તળેલી મગફળી અને સૂકા નારિયેળના ટુકડા ખૂબ જ સારી ક્રંચ ઉમેરે છે.

આ ઉપરાંત બાજરીની ખીચડી, ગુજરાતમાં બનતી મગની છૂટી દાળ તેમજ કાકડી- ચણા દાળનું શાક બનાવી શકો છો. જેને તમે પરોઠા, રોટલી સાથે ખાઈ શકો છો.
Tv9 ગુજરાતી પર હેલ્ધી, ટેસ્ટી અને યુનિક વાનગીઓ બનાવવાની સરળ ટીપ્સ નિયમિત પ્રકાશિત કરવામાં આવે છે. તો વધુ રેસિપિની સ્ટોરી વાંચી તમે ઘરે જ વાનગીઓ બનાવી શકો છો.
