Travel with tv9 : વુમન્સ ડે પર મહિલા મિત્રો સાથે કરો વન ડે ટ્રાવેલ, ગુજરાતનું આ સ્થળ છે સૌથી સુરક્ષિત
દર વર્ષે 8 માર્ચના રોજ દેશભરમાં મહિલા દિવસની ઉજવણી કરવામાં આવે છે. તો તમે પણ તમારી આસપાસ રહેતી મહિલાઓ કે તમારા પરિવારની મહિલાઓને એક શાનદાર ટ્રાવેલ ટ્રીપની ભેટ આપી શકો છો.

અમદાવાદથી 180 કિમી દૂર આવેલા કેવડિયામાં સ્ટેચ્યુ ઓફ યુનિટી સ્થિત છે. અહીં વિશ્વની સૌથી ઊંચી પ્રતિમાં આવેલી છે.સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાની ઊંચાઈ 182 મીટર છે. આ સાથે જ સ્થળ ફરવા માટે ખૂબ જ સુંદર જગ્યા છે.

અમદવાદથી સ્ટેચ્યુ ઓફ યુનિટી જવા માટે બસ, ટેક્સિ અને ટ્રેનનો ઉપયોગ કરી શકો છો. અમદાવાદથી કેવડિયા પહોંચવામાં આશરે 4 કલાક જેટલો સમય લાગી શકે છે. સ્ટેચ્યુ ઓફ યુનિટી સવારે 8 વાગ્યા થી સાંજે 6 વાગ્યા સુધી તમે મુલાકાત લઈ શકો છો. સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે તમે સ્ટેચ્યુ પોઈન્ટ, મ્યુઝિયમ, ફ્લાવર વેલી, જિયોલોજીકલ પાર્ક સહિતની જગ્યાની મુલાકાત લઈ શકો છો.

સ્ટેચ્યુ ઓફ યુનિટીની એન્ટ્રી ફી 120 રુપિયા છે. જ્યારે બાળકોની એન્ટ્રી ફી 60 રુપિયા આપી સુંદર નજારો જોઈ શકો છો. ત્યારબાદ તમે ફ્લાવર વેલીની મુલાકાત લઈ શકો છો.

ફ્લાવર વેલીની મુલાકાત લેવા માટે તમારે 40 રુપિયા એન્ટ્રી ફી ચુકવવી પડશે જ્યારે બાળકોની એન્ટ્રી ફી 20 રુપિયા છે. તેમજ સરદાર પટેલ જીયોલોજીકલ પાર્કની એન્ટ્રી ફિ 50 રુપિયા છે. આ ઉપરાંત તમારે વ્યુ પોઈન્ટ જોવો હોય તો 350 રુપિયા ફી છે. જ્યારે બાળકોની એન્ટ્રી ફી 200 રુપિયા છે.

સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે તમે બોટિંગની મજા પણ માણી શકો છો. જો તમે અહીં રાત્રિ રોકાણ કરવા માગતા હોવ તો તમે સ્ટેચ્યુ ઓફ યુનિટી ટેન્ટ સિટી,નર્મદા ટેન્ટ સિટી, કેવડિયા રિસોર્ટ સહિતની જગ્યા પર રોકાઈ શકો છો.
Tv9 ગુજરાતી પર તમે ઓછા ખર્ચમાં દેશ અને વિદેશના ક્યાં સ્થળોની મુલાકાત લઈ શકો છો તેની માહિતી આપવામાં આવે છે. જેની જાણકારી મેળવવા માટે Travel With Tv9ની સિરિઝ વાંચી શકો છો. આ સિરિઝ અંતર્ગત નિયમિત એક સ્ટોરી પ્રકાશિત કરવામાં આવે છે.

































































