Travel Tips : જૂન મહિનામાં ફરવા માટે બેસ્ટ ગુજરાતના ફેમસ બીચ, પત્ની સાથે ફરવાનો બનાવો પ્લાન
જૂન મહિનામાં ગુજરાતમાં ફરવા માટે અનેક સુંદર અને રોમાન્ટિક સ્થળો છે. સોમનાથ મંદિર, ગિરનાર, સાબરમતી આશ્રમ, પોરબંદર બીચ, ગીર રાષ્ટ્રીય ઉદ્યાન અને કચ્છનું રણ એ કેટલાક ખાસ સ્થળો છે.આજે આપણે ગુજરાતના ફેમસ બીચ વિશે વાત કરીશું.

ગુજરાત વિશ્વની સૌથી જૂની સિંધુ ખીણ સંસ્કૃતિનું ઉદ્ગમ સ્થાન પણ છે. ગુજરાતમાં પોરબંદર, ગાંધીનગર, સોમનાથ મંદિર, કચ્છ, દ્વારકા મંદિર, વડોદરા અને અક્ષરધામ મંદિર જેવા ફેમસ પર્યટન સ્થળો આવેલા છે. ગુજરાતને એશિયાઈ સિંહોનું ઘર કહેવામાં આવે છે. અહીંના પર્યટન સ્થળોને કારણે, તેને 'The Land of Legends' પણ કહેવામાં આવે છે.

આજે આપણે જૂન મહિનામાં ફરવા માટે બેસ્ટ ગુજરાતના બીચની વાત કરીએ. ગુજરાતમાં એવા સુંદર બીચ આવેલા છે કે, જો તમે અહી જશો.તો ક્યારેય તમે ગોવા જવાનું નામ નહી લો.માંડવી બીચ, શિવરાજપુર બીચ, પોરબંદર બીચ,માધુપુર બીચ,સુવાળી બીચ, નાર્ગોલ બીચ, તિથલ બીચ, ડુમસ બીચ, દાંડી બીચ

જો ગુજરાતના સુંદર બીચની વાત આવે તો, સૌથી પહેલા શિવરાજપુર બીચનું નામ આવે છે. શિવરાજ પુર બીચ ગોવાને પણ ટકકર મારે છે. અહી તમે વોટર એક્ટિવિટી પણ કરી શકો છો.

ગુજરાત રાજ્યના વલસાડ જિલ્લામાં સ્થિત તિથલ બીચની સુંદરતા જોવા જેવી છે. તેને અહીં પિકનિક સ્પોટ પણ કહેવામાં આવે છે આ બીચ પરિવાર અને બાળકો સાથે ફરવા માટે યોગ્ય છે. તમે અહીં બાળકો સાથે ઊંટ સવારીનો આનંદ પણ માણી શકો છો. જો તમે પણ વલસાડની મુલાકાત લેવા જઈ રહ્યા છો, તો આ સુંદર બીચની મુલાકાત લેવાનું ભૂલશો નહીં.

ગુજરાત રાજ્યના જૂનાગઢ જિલ્લામાં સ્થિત ચોરવાડ બીચ પર તમે શાંતિ મહેસુસ કરશો. જો તમે શહેરના ઘોંઘાટથી દૂર શાંતિનો આનંદ માણવા માંગતા હો તો આ સ્થળ તમારા માટે બેસ્ટ છે.આ બીચ પરથી તમે સૂર્યાસ્તનો નજારો માણી શકો છો. ઉપરાંત, અહીંનો ઠંડો પવન તમારા મનને મોહિત કરશે,

ડુમસ બીચ ગુજરાતના સુરતમાં આવેલો છે. આ બીચ તેના શાંત પાણી અને શાંતિપૂર્ણ વાતાવરણ માટે ખૂબ જ ફેમસ છે, મને જણાવી દઈએ કે આ બીચ દિવસ દરમિયાન ખૂબ જ સુંદર લાગે છે. એક વાર આ બીચની મુલાકાત અવશ્ય લો.

ગુજરાત રાજ્યના પોરબંદરમાં આવેલો પોરબંદર બીચ પ્રવાસીઓમાં ખૂબ જ લોકપ્રિય છે. તમે ફેમિલી ટુરમાં આ બીચનો આનંદ માણી શકો છો. આ બીચ પર બાળકો માટે સ્કેટિંગ રિંગ પણ છે, જ્યાં તમે તમારા બાળકો સાથે આનંદ માણી શકો છો.

ગુજરાત લગભગ 1600 કિમી લાંબો દરિયાકિનારો ધરાવે છે.જો તમે પણ ગુજરાતની મુલાકાત લેવાનું વિચારી રહ્યા છો, તો અહીંના આ સુંદર બીચનો આનંદ ચોક્કસ માણો.ભારતમાં ગુજરાત સૌથી લાંબો દરિયાકિનારો ધરાવતું રાજય છે
બાળકોનું સમર વેકેશન હોય કે તહેવારોના વેકેશન આવતા હોય ત્યારે લોકો વધારે ટ્રાવેલ કરતા નજરે પડે છે. તેમાં પણ ગુજરાતના સ્થળો બધાના ફેવરિટ છે. તો ટ્રાવેલને લગતા વધુ સમાચાર વાંચવા માટે અહી ક્લિક કરો

































































