AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Knowledge : ટામેટાં અને કાકડી ફળ છે કે શાકભાજી ? જાણો શું કહે છે વિજ્ઞાન

ટામેટાં અને કાકડી આપણા રોજિંદા ડાયટનો મહત્વનો ભાગ છે. ટામેટાંનો ઉપયોગ શાકની ગ્રેવી, ચટણી, સલાડ અને અનેક વાનગીઓમાં કરવામાં આવે છે. જ્યારે કાકડી ખાસ કરીને સલાડ અને રાયતા માટે જાણીતી છે. આપણે સામાન્ય રીતે બંનેને શાકભાજી તરીકે જ માનીએ છીએ. પરંતુ શું ખરેખર તે શાકભાજી છે કે નહીં?

| Updated on: Jun 28, 2026 | 12:57 PM
Share
ટામેટાંમાં આશરે 95% પાણી હોય છે. સાથે જ તેમાં વિટામિન A અને C, લાઇકોપીન, પોટેશિયમ, ફોલેટ, ફાઇબર, મેગ્નેશિયમ, આયર્ન અને એન્ટીઑકિસડન્ટ હોય છે. સાઇટ્રિક એસિડના લીધે ટામેટાં ખાટા હોય છે. ટામેટાં ખાવાથી રોગપ્રતિકારક શક્તિ વધે છે. ચહેરા પર ચમક આવે છે અને પાચનમાં સુધારો થાય છે. (Image Source | iStock)

1 / 6
ટામેટાંનો ઉપયોગ ઘણીવાર શાકભાજી તરીકે થાય છે અને ઘણીવાર સલાડ તરીકે ખાવામાં આવે છે. વૈજ્ઞાનિક સંશોધન મુજબ, ટામેટાંને ફળ માનવામાં આવે છે, શાકભાજી નહીં. ટામેટાને ફળ એટલા માટે માનવામાં આવે છે કારણ કે તે છોડ પર આવેલા ફૂલમાંથી ઉગે છે. જ્યારે શાકભાજીમાં સામાન્ય રીતે પાંદડા, મૂળ અને ડાળીઓનો સમાવેશ થાય છે. ઓક્સફોર્ડ અને કેમ્બ્રિજ જેવી અનેક ડિક્શનરીઓમાં પણ ટામેટાને ફળ તરીકે ઓળખવામાં આવે છે. (Image Source | iStock)

2 / 6
કાકડીમાં આશરે 96% પાણી હોય છે. વધુમાં તેમાં ફાઇબર, વિટામિન K અને C, પોટેશિયમ અને ખનિજો હોય છે. કાકડીને સ્વાસ્થ્ય માટે ફાયદાકારક માનવામાં આવે છે. કાકડી ખાવાથી પાચન સુધરે છે. વજન ઘટાડવામાં કાકડી મદદરૂપ છે. (Image Source | iStock)

3 / 6
વિજ્ઞાન કહે છે કે કાકડી પણ એક ફળ છે કારણ કે તે છોડ પરના ફૂલોમાંથી ઉગે છે. તેના કોઈ મૂળ કે ડાળીઓ નથી. ભલે આપણે કાકડીને સલાડ કે રાયતા તરીકે ખાઈએ છે પરંતુ વૈજ્ઞાનિક રીતે તે પણ એક ફળ છે. (Image Source | iStock)

4 / 6
ટામેટાં અને કાકડીને લઈને વૈજ્ઞાનિક રીતે અલગ માન્યતા છે. વનસ્પતિશાસ્ત્ર અનુસાર કોઈ વસ્તુ ફળ છે કે શાકભાજી તે તેના સ્વાદ અથવા રસોઈમાં ઉપયોગથી નક્કી થતું નથી. પરંતુ તે છોડના કયા ભાગમાંથી બને છે તેના આધારે નક્કી થાય છે. (Image Source | iStock)

5 / 6
નોંધ : અહીં, પૂરી પાડવામાં આવેલી વિગતો માત્ર રિપોર્ટ્સ મુજબ આધારિત છે. TV9 ગુજરાતી કોઈપણ પ્રકારની માહિતીને સમર્થન આપતું નથી. (Image Source | iStock)

6 / 6

આ પણ વાંચો, Kidney Stone : શું બિયર પીવાથી કિડની સ્ટોન નીકળી જાય છે ? યુરોલોજિસ્ટે કિડની સ્ટોન વિશેના 5 મોટા ભ્રમ તોડ્યા !

Follow Us
જૂનાગઢની સિમેન્ટ ફેક્ટરીમાં સિંહના બચ્ચાની લટાર

વડોદરામાં દબાણ શાખાની કાર્યવાહીમાં કમાણીનું એક માત્ર સાધન જપ્ત

ચાર રસ્તે દેખાયા 2 સ્પાઈડર-મેન, વીડિયો થયો વાયરલ

ગુજરાતમાં લગ્નના નામે છેતરપિંડી આચરતી ગેંગ ઝડપાઈ

નર્મદા નદીમાં પેટ્રોલીગ કરતી બોટનું એન્જિન થયું ફેલ, ડૂબતી બોટનો Video

વડોદરામાં ધારાસભ્ય સતીષ પટેલના નિવેદનથી સંસ્કારી નગરીમાં નારાજગી

તબાહી વચ્ચે ચમત્કાર! ઘણા દિવસો પછી 'મા' સામે આવ્યો 'દીકરો'

Rajkot: ઉપલેટામાં સ્મશાન રોડ પર તૂટેલા વોકળાનો સ્લેબ બન્યો જોખમી

જન્માષ્ટમીના પાવન અવસરે વહેલી સવારથી ભાવિ ભક્તોનો જોવા મળ્યો ધસારો

ગુજરાતમાં ત્રણ સક્રિય સિસ્ટમ્સ છતાં ભારે વરસાદ નહીં

g clip-path="url(#clip0_868_265)">