AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News: સોનમ વાંગચુક મેદાંતા હોસ્પિટલ શિફ્ટ થયા, કેન્દ્રીય મંત્રીઓ જેપી નડ્ડા અને જીતેન્દ્ર સિંહે મુલાકાત લીધી

સોનમ વાંગચુકને દિલ્લીની સફદરજંગ થી ગુરુગ્રામની મેદાંતા હોસ્પિટલમાં શિફટ કરવામાં આવ્યા છે. સુત્રોના જણાવ્યા મુજબ કેન્દ્રિય મંત્રી જેપી નડ્ડા અને જિતેન્દ્ર સિંહે તેની સાથે મુલાકાત કરી સ્વાસ્થની જાણકારી લીધી હતી. વાંગચુકનું અનશન હજુ ચાલું છે. તેના સ્વાસ્થ પર નજર રાખવામાં આવી રહી છે.

Breaking News: સોનમ વાંગચુક મેદાંતા હોસ્પિટલ શિફ્ટ થયા, કેન્દ્રીય મંત્રીઓ જેપી નડ્ડા અને જીતેન્દ્ર સિંહે મુલાકાત લીધી
| Updated on: Jul 22, 2026 | 8:57 AM
Share

ક્લાઈમેટ એક્ટિવિસ્ટ અને વૈજ્ઞાનિક સોનમ વાંગચુકને મંગળવારના રોજ દિલ્લીની સફરદજંગ હોસ્પટિલમાંથી ગુરુગ્રામની મેદાંતા હોસ્પિટલમાં શિફ્ટ કરવામાં આવ્યા છે. આ વચ્ચે એવા સમાચાર આવી રહ્યા છે કે, કેન્દ્રિય મંત્રી જેપી નડ્ડા અને જિતેન્દ્ર સિંહે મેદાંતા હોસ્પિટલ પહોંચી વાંગચુક સાથે મુલાકાત કરી હતી અને તેના સ્વાસ્થ વિશે જાણકારી મેળવી હતી.

સુત્રોના જણાવ્યા મુજબ બંને મંત્રીઓએ હોસ્પિટલમાં સોનમ વાંગચુક સાથે વાતચીત કરી અને સ્થિતિ વિશે જાણકારી લીધી હતી. વાંગચુકને મંગળવારે સાંજે અંદાજે 7:30 કલાકે ચુસ્ત સુરક્ષા વચ્ચે એમ્બ્યુલન્સથી મેદાંતા હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. તેને હોસ્પિટલના આઈસીયુ-8માં દાખલ કરવામાં આવ્યા છે.

હોસ્પિટલની આસપાસ સુરક્ષા

મેદાંતા હોસ્પિટલના એક અધિકારી મુજબ વાંગચુકની સારવાર આંતરિક ચિકિત્સા વિશેષજ્ઞ ડો. સુશીલા કટારિયાની દેખરેખમાં કરવામાં આવી રહ્યું છે. હોસ્પિટલની આસપાસ સુરક્ષા પણ વધારી દેવામાં આવી છે અને મોટી સંખ્યામાં પોલીસકર્મચારીઓને તૈનાત કરવામાં આવ્યા છે.

સોનમ વાંગચુકનું અનશન ચાલું

સોનમ વાંગચુકે 28 જૂનથી અનિશ્ચિતકાલીન ભૂખ હડતાળ પર છે. મંગળવારના રોજ તેના અનશનનો 24મો દિવસ હતો. આ વચ્ચે કોકરોચ જનતા પાર્ટીએ નીટ પેપર લીક મામલાને લઈ કેન્દ્ર સરકાર વિરુદ્ધ પોતાનો વિરોધ તેજ કર્યો છે. પ્રદર્શનકારીઓ જંતર-મંતર પર છે. સતત કેન્દ્રિય શિક્ષા મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાની માંગ કરી રહ્યા છે.

સમગ્ર મામલો શું છે?

તમને જણાવી દઈએ કે, સોનમ વાંગચુક કોકરોચ જનતા પાર્ટીના નેતૃત્વવાળી વિરોધ પ્રદર્શનના સમર્થનમાં 28 જૂનથી અનિશ્ચિતકાળ ભૂખ હડતાળ પર છે. તેની માંગ શિક્ષા વ્યવસ્થામાં થઈ રહેલી ગેરરીતી પર છે. જેમાં નીટ સહિત અનેક પરીક્ષાઓના પેપર લીક,પરીક્ષા અનિયમિતતાઓ પર શિક્ષા મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું અને વિદ્યાર્થીઓના મુદ્દાઓ પર સરકાર પાસે જવાબ માંગવાનો છે.

કોણ છે સોનમ વાંગચુક

સોનમ વાંગચુકનો જન્મ 1 સપ્ટેમ્બર, 1966ના રોજ લદ્દાખના નાના ગામ ઉલેટોકપોમાં થયો હતો.સોનમ વાંગચુક એક ભારતીય એન્જિનિયર ,કાર્યકર્તા, શિક્ષણ સુધારક અને પર્યાવરણવાદી છે.તેઓ સ્ટુડન્ટ્સ એજ્યુકેશનલ એન્ડ કલ્ચરલ મૂવમેન્ટ ઓફ લદ્દાખ (SECMOL) ના સ્થાપક-નિર્દેશક છે,  તેમનું બાળપણ પડકારોથી ભરેલું રહ્યું છે.તે સમયે ગામમાં ટેકનોલોજીનો અભાવ હતો, તેથી તેઓ નવ વર્ષના થયા ત્યાં સુધી અભ્યાસ કરી શક્યા નહીં,2025 સુધીમાં તેમને લગભગ 15 એવોર્ડ મળી ચૂક્યા છે, જેમાં રેમન મેગ્સેસે એવોર્ડ (2018) પણ સમાવેશ થાય છે.

9 વર્ષની ઉંમર સુધી શાળાએ ન ગયા, 15થી વધારે મળી ચૂક્યા છે એવોર્ડ પરિવાર માટે વધુ જાણવા અહી ક્લિક કરો

Follow Us
ન કોઈ સ્ટુડિયો ન મોંઘું સેટઅપ! ઇન્ટરનેટ પર છવાયો આ 3 બહેનોનો Video
ન કોઈ સ્ટુડિયો ન મોંઘું સેટઅપ! ઇન્ટરનેટ પર છવાયો આ 3 બહેનોનો Video
સાગબારા આંદોલનમાં પહેલા જ દિવસે ગેરહાજરીનું મનસુખ વસાવાએ આપ્યુ કારણ
સાગબારા આંદોલનમાં પહેલા જ દિવસે ગેરહાજરીનું મનસુખ વસાવાએ આપ્યુ કારણ
સુરતમાં MLA કુમાર કાનાણીના પત્ર બાદ RTO આવ્યુ એક્શનમાં
સુરતમાં MLA કુમાર કાનાણીના પત્ર બાદ RTO આવ્યુ એક્શનમાં
ઈઝરાયેલી ઈન્ફ્લુએન્સરે સલામ કરી કહ્યું- 'અમે આ ક્યારેય નહીં ભૂલીએ'
ઈઝરાયેલી ઈન્ફ્લુએન્સરે સલામ કરી કહ્યું- 'અમે આ ક્યારેય નહીં ભૂલીએ'
અંબાજી મંદિરમાં સોનાની ભેટમાં ઘટાડો, 5 વર્ષના આંકડા જુઓ
અંબાજી મંદિરમાં સોનાની ભેટમાં ઘટાડો, 5 વર્ષના આંકડા જુઓ
જુનાગઢના મગફળી સંશોધન કેન્દ્ર એ મગફળીમાં કર્યુ ક્રાંતિકારી સંશોધન
જુનાગઢના મગફળી સંશોધન કેન્દ્ર એ મગફળીમાં કર્યુ ક્રાંતિકારી સંશોધન
ગુજરાતમાં વરસાદની સંભાવના નહીં, ગરમીની અસર શરૂ, પવનની દિશા પલટાશે
ગુજરાતમાં વરસાદની સંભાવના નહીં, ગરમીની અસર શરૂ, પવનની દિશા પલટાશે
કાળી પટ્ટી અને પોસ્ટર સાથે અમદાવાદમાં વેપારીઓએ MDRનો કર્યો વિરોધ
કાળી પટ્ટી અને પોસ્ટર સાથે અમદાવાદમાં વેપારીઓએ MDRનો કર્યો વિરોધ
ઝડપાયેલી પાકિસ્તાની બોટનું નામ ‘આઝાદ’ હોવાનું સામે આવ્યું
ઝડપાયેલી પાકિસ્તાની બોટનું નામ ‘આઝાદ’ હોવાનું સામે આવ્યું
પિઝામાંથી નીકળ્યો વાળ! આણંદના Pizza Hutમાં ગ્રાહકનો કડવો અનુભવ
પિઝામાંથી નીકળ્યો વાળ! આણંદના Pizza Hutમાં ગ્રાહકનો કડવો અનુભવ
g clip-path="url(#clip0_868_265)">