પ્રથમ વખત પેરાલિમ્પિક ગેમ્સમાં ભાગ લઈ ખેલાડીએ કરી કમાલ, મેડલ જીતીને વિશ્વમાં વગાડ્યો ભારતનો ડંકો
ભારતે અત્યાર સુધીમાં ટોક્યો પેરાલિમ્પિક ગેમ્સમાં 8 મેડલ જીત્યા છે. આ 7 મેડલમાંથી 6 મેડલ એવા ખેલાડીઓએ જીત્યા છે જેઓ પ્રથમ વખત આ ગેમમાં ભાગ લઈ રહ્યા હતા.

ભાવિના પટેલ પેરાલિમ્પિક ગેમ્સ માટે ક્વોલિફાય કરનાર પ્રથમ ભારતીય ટેબલ ટેનિસ ખેલાડી હતી. ભાવિના પટેલ પોતાની પ્રથમ પેરાલિમ્પિક્સમાં સિલ્વર મેડલ જીતવામાં સફળ રહી હતી. તેણે ટોક્યોમાં પોતાના મેડલ સાથે ભારતનું ખાતું ખોલ્યું.ભાવિના પટેલ ગુજરાતના મહેસાણા જિલ્લાની રહેવાસી છે

હિમાચલના ખેડૂતના પુત્રએ રવિવારે ટોક્યો પેરાલિમ્પિક્સ 2020 માં હાઈ જમ્પમાં સિલ્વર મેડલ જીતીને ઈતિહાસ રચ્યો. ઉના જિલ્લાના અંબ ઉપમડળમાં બડાઉનનો રહેવાસી નિષાદ આવું કરનારો પ્રથમ હિમાચલી ખેલાડી બન્યો છે. તેણે 2.06 મીટર ઉંચો જમ્પ મારીને એશિયન રેકોર્ડ બનાવ્યો છે.

ભારતની અવની લેખારાએ સોમવારે અહીં ટોક્યો પેરાલિમ્પિક ગેમ્સ શૂટિંગ ઇવેન્ટમાં મહિલા R-2 10m એર પિસ્તોલ SH1માં ગોલ્ડ મેડલ જીતીને ઇતિહાસ રચ્યો. આ તેની પ્રથમ પેરાલિમ્પિક રમતો હતી. અવની વ્હીલચેર પર બેસીને તેના કાર્યક્રમમાં ભાગ લે છે. અવની એક સમયે સામાન્ય જીવન જીવતી હતી, પરંતુ 2012માં એક અકસ્માતે તેનું જીવન બદલી નાખ્યું. અવની કાર અકસ્માતનો ભોગ બની હતી જેના કારણે તેની કરોડરજ્જુ તૂટી ગઈ હતી.

યોગેશ કથુનિયાએ પુરુષોની ડિસ્ક થ્રોની F56 ઇવેન્ટમાં સિલ્વર મેડલ જીત્યો. કથુનિયાએ 44.43 મીટરના અંતર માટે ડિસ્ક ફેંકીને ભારતને ટોક્યો પેરાલિમ્પિક્સમાં ચોથો મેડલ અપાવ્યો. યોગેશની આ પ્રથમ પેરાલિમ્પિક્સ હતી. નાની ઉંમરમાં જ લકવો થયો હતો માતાએ ફીઝિયોથેરાપી શીખે દિકરાને પગ પર ઉભો કર્યો

પેરાલિમ્પિક ખેલાડી સુંદર ગુર્જરે જાપાનના ટોક્યોમાં 64.01 મીટર ભાલા ફેંકીને બ્રોન્ઝ મેડલ જીત્યો. સુંદર 2016 રિયો ઓલિમ્પિક માટે પણ ક્વોલિફાય થયો હતો, જોકે તે સમયસર તેના રૂમમાં જાણ ન કરી શક્યો હોવાથી તેને ગેરલાયક ઠેરવવામાં આવ્યો હતો.

સુમિતે ભાલા ફેંકમાં ગોલ્ડ મેડલ જીત્યો છે. ફાઇનલમાં ત્રણ વખત પોતાનો જ વર્લ્ડ રેકોર્ડ તોડ્યો છેતેણે કહ્યું, 'તે મારી પ્રથમ પેરાલિમ્પિક્સ હતી અને હું થોડો નર્વસ હતો કારણ કે, સ્પર્ધા અઘરી હતી.' તેણે કહ્યું, 'હું વિચારી રહ્યો હતો કે 70 મીટરથી વધુ ફેંકવામાં આવશે. તેણે અકસ્માતમાં ડાબો પગ ગુમાવ્યો હતો.