Phone Heating: વારંવાર ગરમ થઈ રહ્યો છે તમારો Phone? તો તરત જ બદલી નાખો આ સેટિંગ્સ
સ્માર્ટફોન ઘણીવાર ગરમ થવા લાગે છે અને યુઝર્સ સમજી શકતા નથી કે તેમણે તાત્કાલિક શું કરવું જોઈએ. જો તમે તાત્કાલિક કેટલીક સેટિંગ્સ બદલી કાઢો છો તો, ફોનનું વધેલું તાપમાન તરત જ ઘટી જશે અને તરત જ ફોન નોર્મલ ટેમ્પરેચર પર આવી જશે.

સેકન્ડ હેન્ડ ફોન પર સ્ક્રેચ, ડેન્ટ અને અન્ય સમસ્યાઓ હોઈ શકે છે. આ વસ્તુઓ એક જ સમયે શોધી શકાતી નથી. તેનો ઉપયોગ કર્યા પછી જ તે શોધી શકાય છે. જેના કારણે તમને તેને ખરીદ્યા પછી સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે.

આવા ઘણા કિસ્સાઓ બન્યા છે જેમાં લાંબા સમય સુધી ગરમ થયા પછી ફોનમાં આગ લાગી જાય છે અથવા બ્લાસ્ટ થાય છે. કેટલીક મૂળભૂત સેટિંગ્સ બદલીને, તમે સરળતાથી ફોનને ઠંડો જ નહીં પણ સુરક્ષિત પણ રાખી શકો છો. ચાલો અમે તમને જણાવીએ કે જો તમે ફોન ગરમ થવાથી બચવા માંગતા હોવ તો તમારે કઈ સેટિંગ્સ બદલવાની છે.

બ્લુટુથ બંધ કરવું પડશે: સ્માર્ટવોચ અને બ્લૂટૂથ ઇયરબડ્સ મોટાભાગના ઉપકરણો સાથે જોડાયેલા રહે છે. જો બ્લૂટૂથ કનેક્શન સતત ચાલુ હોય તો તેની અસર થાય છે, આ ઉપરાંત તમારો ફોન નવા ઉપકરણો માટે સ્કેન પણ કરતો રહે છે. આ પ્રક્રિયા બંધ કરવાથી ફોનને આરામ મળી શકે છે અને જો સ્માર્ટફોન ગરમ થાય છે, તો તમે થોડા સમય માટે બ્લૂટૂથ અથવા અન્ય કનેક્ટિવિટી વિકલ્પો બંધ કરી શકો છો.

પણ આમ છત્તા તમે સેકેન્ડ હેન્ડ ફોન ખરીદવા માંગો છો તો ફોનની સ્ક્રીન, બેક પેનલ અને અન્ય ભાગોને સારી રીતે તપાસો. જો ફોનમાં કોઈ મોટું નુકસાન દેખાય છે, તો તે ફોન ખરીદવાનું ટાળો.

જૂના સ્માર્ટફોનમાં બેટરીની ક્ષમતા ઓછી હોઈ શકે છે, જેના કારણે બેટરી ઝડપથી ખતમ થઈ જાય છે. જૂના ફોનના પ્રોસેસર અને કેમેરાનું પ્રદર્શન પણ નવા સ્માર્ટફોન કરતા ઓછું હોઈ શકે છે.

ચાર્જ કરતી વખતે સાવધાની: ઘણા લોકોને ફોનને લાંબા સમય સુધી ચાર્જિંગ પર રાખવાની આદત હોય છે. જો આ કર્યા પછી ફોન ગરમ થઈ રહ્યો હોય, તો તરત જ ચાર્જિંગ બંધ કરો. આ ઉપરાંત, તમારે ફક્ત કંપનીના સારા ચાર્જરનો ઉપયોગ કરવો જોઈએ. ચાર્જિંગ પ્રત્યે બેદરકાર રહેવું સારું નથી. ઉપરાંત, જ્યારે ફોન ચાર્જિંગ પર હોય ત્યારે તેનો ઉપયોગ બંધ કરો.

ખાસ મોડ્સ ઓન હોય તો ઓફ કરી દો: ઘણા સ્માર્ટફોનમાં, વપરાશકર્તાઓને ખાસ પર્ફોર્મન્સ મોડ્સ અથવા બેટરી સેવિંગ મોડ્સ મળે છે. જો તમે ઇચ્છો, તો તમે હાઇ-પર્ફોર્મન્સ મોડને ઓફ કરી શકો છો. આ ઉપરાંત, જો તમે લો-પર્ફોર્મન્સ અથવા બેટરી સેવિંગ મોડ મેળવી રહ્યા છો, તો તેને ઓફ કરીને, તમે ખાતરી કરી શકો છો કે ફોન પર કોઈ વધુ પડતો લોડ ન હોય.
ટેકનોલોજીને લગતા ઘણી ટ્રિક છે જે અજમાવી તમે તમારા ઈલેક્ટ્રોનિક સાધનને વધારે બેહતર રીતે કામ કરે તેમ બનાવી શકો છો ત્યારે આવી જ સ્ટોરી જોવા માટે અહીં ક્લિક કરો






































































