Stock Market : આ હાઉસિંગ PSU ને 1 લાખ કરોડ રૂપિયાનું સરકારી ટેન્ડર મળ્યું, શેર ₹230 પર, સોમવારે રાખજો નજર
એક હાઉસિંગ પીએસયૂ (PSU) કંપનીને તાજેતરમાં સરકારી ક્ષેત્રમાંથી લગભગ 1 લાખ કરોડ રૂપિયાનું મોટું ટેન્ડર મળ્યું છે, જેના કારણે શેરબજારમાં તેના સ્ટોકે આકર્ષણ જમાવવાનું શરૂ કર્યું છે.

હાઉસિંગ પીએસયૂ કંપનીને તાજેતરમાં જ 1 લાખ કરોડ રૂપિયાનું સરકારી ટેન્ડર મળ્યું છે. આ સમાચાર બાદ રોકાણકારો અને નિષ્ણાતોનું ધ્યાન હવે સોમવારના બજાર પર છે, કારણ કે એવું માનવામાં આવે છે કે આ ઓર્ડર પછી કંપનીનો 'સ્ટોક' બજારમાં સારું પ્રદર્શન કરી શકે છે.

HUDCO એ મધ્યપ્રદેશમાં 1 લાખ કરોડ રૂપિયાના હાઉસિંગ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સ માટે MPUDCL સાથે MoU પર હસ્તાક્ષર કર્યા. કંપનીએ નાણાકીય વર્ષ 2025 ના ચોથા ક્વાર્ટરમાં તેનો નફો 4 ટકા વધાર્યો અને પ્રતિ શેર રૂ. 1.05 ના ફાઇનલ ડિવિડન્ડની જાહેરાત કરી.

ભારત સરકારની માલિકીની હાઉસિંગ એન્ડ અર્બન ડેવલપમેન્ટ કોર્પોરેશન લિમિટેડે (HUDCO) મધ્યપ્રદેશમાં હાઉસિંગ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર ક્ષેત્રમાં એક ઐતિહાસિક કરાર પર હસ્તાક્ષર કર્યા છે.

HUDCO એ મધ્યપ્રદેશ અર્બન ડેવલપમેન્ટ કંપની લિમિટેડ (MPUDCL) સાથે 1 લાખ કરોડ રૂપિયાના મેમોરેન્ડમ ઓફ અન્ડરસ્ટેન્ડિંગ (MoU) પર હસ્તાક્ષર કર્યા છે. આ કરાર હેઠળ HUDCO આગામી પાંચ વર્ષમાં મધ્યપ્રદેશના વિવિધ શહેરી વિસ્તારોમાં હાઉસિંગ, સ્માર્ટ સિટીઝ, રસ્તાઓ, પીવાના પાણી અને અન્ય ઇન્ફ્રાસ્ટ્રક્ચરના વિકાસમાં નાણાકીય સહાય પૂરી પાડશે.

HUDCO એ નાણાકીય વર્ષ 2024-25 ના ચોથા ક્વાર્ટરમાં ઉત્તમ પરિણામો નોંધાવ્યા છે. કંપનીનો ચોખ્ખો નફો ગયા વર્ષના સમાન ક્વાર્ટરમાં રૂ. 700 કરોડથી 4 ટકા વધીને રૂ. 728 કરોડ થયો. આ ઉપરાંત, નેટ ઇન્ટરેસ્ટ ઇન્કમ (NII) 26 ટકા વધીને રૂ. 962 કરોડ થઈ ગઈ છે.

HUDCO ના બોર્ડે નાણાકીય વર્ષ 2024-25 માટે પ્રતિ શેર રૂ. 1.05 નું ફાઇનલ ડિવિડન્ડ જાહેર કર્યું છે. કંપનીએ દરેક રૂ. 10ની ફેસ વેલ્યુના ઇક્વિટી શેર પર રૂ. 1.05નું ડિવિડન્ડ આપવાનું નક્કી કર્યું છે. જો કે, આ ડિવિડેન્ડ શેરધારકોને આગામી એન્યુઅલ જનરલ મીટિંગ (AGM)માં મંજૂરી મળ્યા બાદ જ વહેંચવામાં આવશે.

શુક્રવારે, HUDCOનો શેર 0.28 ટકાના નજીવા ઘટાડા સાથે રૂ. 230.65 પર બંધ થયો. કંપનીનું વર્તમાન માર્કેટ કેપ રૂ. 46,174 કરોડ છે. શેરનો ભાવ 52 અઠવાડિયાના હાઇ રૂ. 353.95 અને લો રૂ. 207.60 પર છે.

છેલ્લા 1 મહિનામાં કંપનીના શેરના ભાવમાં 4.09 ટકાનો ઘટાડો થયો છે. આ સિવાય છેલ્લા 1 વર્ષ દરમિયાન શેરે તેના રોકાણકારોને 33.08 ટકાનું રિટર્ન આપ્યું છે. 5 વર્ષ દરમિયાન કંપનીના શેરના ભાવમાં 515.07 ટકાનો વધારો થયો છે.
ડિસ્ક્લેમર: TV9 Gujarati કોઈપણ સ્ટોક, મ્યુચ્યુઅલ ફંડ, IPO માં રોકાણ કરવાની સલાહ આપતું નથી. અહીં ફક્ત સ્ટોક વિશેની માહિતી આપવામાં આવી છે. રોકાણ કરતા પહેલા તમારા નાણાકીય સલાહકારની સલાહ અવશ્ય લો.
IPO એટલે પ્રારંભિક જાહેર ઓફર. જ્યારે કોઈપણ કંપની તેના શેર સામાન્ય જનતા માટે જાહેર કરે છે તેને IPO એટલે કે પ્રથમ જાહેર ઓફર કહેવામાં આવે છે. IPO ના આવા સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો..
