શરીરમાં દેખાવા લાગે આ લક્ષણ તો ચેતી જજો, તમારા શરીરને કસરતની જરૂર છે

શારીરિક પ્રવૃત્તિઓ ન કરવાની અસર આપણા શરીર પર પણ જોવા મળે છે. જેના કારણે વજન તો વધે જ છે સાથે જ બીજી ઘણી સમસ્યાઓ પણ થવા લાગે છે. જો તમારા શરીરમાં પણ આવા લક્ષણો જોવા મળે છે, તો સમજી લો કે હવે તમારા માટે કસરત કરવી ખૂબ જ જરૂરી છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 22, 2022 | 3:15 PM
જો તમારું પાચન ખરાબ છે, આળસ શરીર પર હાવી છે, તો દરરોજ કસરત કરવાની ટેવ પાડો. તેનાથી તમારું શરીર ચપળ બનશે અને તમારું પાચનતંત્ર પણ સારું રહેશે.

1 / 5
જો તમારુ બીપી ઘણીવાર હાઈ રહે છે અને તમે ઈચ્છવા છતાં પણ તેને કાબુમાં નથી રાખી શકતા તો સમજી લો કે હવે તમારા શરીરને કસરતની જરૂર છે. કારણ કે ઘણી વખત કોલેસ્ટ્રોલ લેવલ વધવાથી પણ બીપીની સમસ્યા થાય છે. આવી સ્થિતિમાં કસરત અને ખાનપાન પર નિયંત્રણ રાખીને જ તેને નિયંત્રિત કરી શકાય છે.

2 / 5
જો તમને ઉઠતી વખતે કમરમાં દુખાવો થવા લાગ્યો હોય. જો ખભા કે ગરદન જકડાઈ જતા હોય તો દરરોજ કસરત કરવાનું શરૂ કરો. જો સમયસર તેની કાળજી લેવામાં ન આવે તો સમસ્યા ગંભીર સ્વરૂપ ધારણ કરી શકે છે.

3 / 5
શારીરિક પ્રવૃત્તિના અભાવને કારણે, તમારી ત્વચા નિસ્તેજ થવા લાગે છે અને અકાળે વૃદ્ધત્વના સંકેતો દેખાવા લાગે છે. જો તમારી સાથે પણ આવું થઈ રહ્યું હોય તો સમજી લો કે તમારું શરીર હવે કસરતની માંગ કરી રહ્યું છે.

4 / 5
જો તમે અતિશય તણાવમાં રહો છો, યોગ્ય રીતે ઊંઘી શકતા નથી, તો પછી તમે કસરત કરવાનું શરૂ કરો. કસરત કરવાથી તમારો મૂડ સુધરે છે. દરરોજ થોડી કસરત, ચાલવા અને ધ્યાન કરવાથી તમે આ સમસ્યાને ઘણી હદ સુધી ઘટાડી શકો છો.

5 / 5
Follow Us:
g clip-path="url(#clip0_868_265)">