TMKOC: તારક મહેતા..શો છોડવા પર ‘ગોલી’એ તોડ્યું મૌન ! કહ્યું- બઉં રડ્યો..
પહેલા કુશ ગોલીનું પાત્ર ભજવતો હતો અને તેણે 16 વર્ષ સુધી દર્શકોનું મનોરંજન કર્યું હતી, જે બાદ શો છોડી દીધો હતો. હવે અભિનેતાએ શો છોડવા પર પોતાનું મૌન તોડ્યું છે.

'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા' શોમાં ગોલીનું પાત્ર ભજવીને ફેમસ થયેલા કુશ શાહની હવે ધર્મીત શાહે રિપ્લેસ કર્યો છે. પહેલા કુશ ગોલીનું પાત્ર ભજવતો હતો અને તેણે 16 વર્ષ સુધી દર્શકોનું મનોરંજન કર્યું હતુ, જે બાદ શો છોડી દીધો હતો. હવે અભિનેતાએ શો છોડવા પર પોતાનું મૌન તોડ્યું છે.

ગોલી શરૂઆતથી જ શો સાથે સંકળાયેલો હતો, પરંતુ હવે તે તેનો ભાગ નથી. કુશે શોને અલવિદા કહી દીધું છે. એક પોડકાસ્ટમાં, કુશે શો સાથેની તેની 16 વર્ષની સફર વિશે વાત કરી. અભિનેતાએ જણાવ્યું કે તે લાંબા સમયથી એક જ ટીમ સાથે સંકળાયેલો હતો અને કામ કરતો હતો.

શો છોડવો તેના માટે બ્રેકઅપ જેવું હતું. ઉપરાંત, અભિનેતાએ જેઠાલાલ એટલે કે દિલીપ જોશી સાથે કામ કરવાના તેના અનુભવ વિશે જણાવ્યું.

તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા ફેમ કુશ શાહ જ્યારે શોમાં જોડાયો ત્યારે તે ખૂબ જ નાનો હતો. પોડકાસ્ટ જસ્ટ કિડિંગ વિથ સિડમાં, કુશે જણાવ્યું હતું કે જ્યારે તે શો છોડીને ગયો ત્યારે તે ખૂબ રડ્યો હતો અને ખૂબ પીડામાં હતો. મેં મારા જીવનમાં ક્યારેય બ્રેકઅપનો અનુભવ કર્યો નથી, એવું લાગતું હતું કે હવે મારે (શો છોડી)જવું પડશે. શો મારો પહેલો પ્રેમ છે.

કુશ શાહે કહ્યું કે તે સેટ પર હોવાને કારણે તેને યાદ આવે છે કારણ કે તે તેનું ઘર હતું. મારે જાતે નિર્ણય લેવો પડ્યો કે હવે હું 27 વર્ષનો છું અને મારે કંઈક કરવાની જરૂર છે. મને લાગે છે કે આ શો કાયમ માટે ચાલુ રહેશે કારણ કે દર્શકો શોને પ્રેમ કરવાનું બંધ કરશે નહીં.

મને તારક મહેતા શો, શોના લોકો ખૂબ ગમે છે અને હું ખરેખર તે વાતાવરણથી ટેવાઈ ગયો છું. અમે કોવિડ દરમિયાન શૂટિંગ કર્યું અને શૂટિંગ માટે દમણ ગયા. એવો કોઈ દિવસ નહોતો જ્યારે હું જાગી ગયો અને મારે ક્યાંય જવું ન પડ્યું. જે બાદ એક સમય એવો પણ આવે છે જ્યારે તમે તે બધુ મિસ કરો છો.
તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા એ એક ભારતીય હિન્દી સિરિયલ છે, જે લગભગ દરેક ઘરમા જોવાતો કોમેડી શો છે ત્યારે શોના દરેક કેરેક્ટરને ફેન્સે ભરપૂર પ્રેમ આપ્યો છે, ત્યારે તેને લગતા સમાચાર વાંચવા અહીં ક્લિક કરો



























































