Kaur Meaning : શીખ સમુદાયની સ્ત્રીઓના નામ પાછળ લખવામાં આવતા કૌર શબ્દનો અર્થ અને ઈતિહાસ, જાણો
દેશ-દુનિયામાં અલગ-અલગ વર્ણના લોકો વસવાટ કરે છે. કોઈ પણ માણસના નામ પાછળ એક વિશેષ નામ લખવામાં આવે છે. તેને અટક તરીકે ઓળખાય છે. તો આજે કૌર અટકનો અર્થ શું થાય તે જાણીશું

કૌર અટક મુખ્યત્વે શીખ સુદાયની સ્ત્રીઓ માટે વપરાતું નામ છે, જેનો અર્થ "રાજકુમારી" થાય છે. તે સંસ્કૃત શબ્દ કુમારી પરથી ઉતરી આવ્યું છે. જેનો અર્થ રાજાની પુત્રી થાય છે. પંજાબીમાં, તે કંવરનું એક સ્વરૂપ છે, જેનો ઉપયોગ રાજપૂત સમુદાયોમાં રાજકુમારી અથવા ઉચ્ચ વંશની સ્ત્રીને માન આપવા માટે પણ લખવામાં આવતું હતુ.

શીખ પરંપરામાં કૌર નામ સ્ત્રીઓને ગૌરવ, સમાનતા અને યોદ્ધા ભાવના પ્રદાન કરે છે, જેમ દરેક શીખ પુરુષના નામ પાછળ "સિંહ" લખવામાં આવે છે. જેનો અર્થ "સિંહ" થાય છે.

કૌરનો ઇતિહાસ શીખ ધર્મની સ્થાપના અને ખાલસા સંપ્રદાય સાથે ઊંડો સંકળાયેલો છે.

ઈ.સ 1699, દસમા શીખ ગુરુ, ગુરુ ગોવિંદ સિંહજીએ વૈશાખીના દિવસે ખાલસાની રચના કરી. આ સમયગાળા દરમિયાન, તેમણે જાતિ વ્યવસ્થાને નાબૂદ કરવા માટે બધા શીખ પુરુષોને "સિંહ" અને સ્ત્રીઓને "કૌર" અટક આપી હતી.

મહિલાઓને "રાજકુમારી" નો દરજ્જો આપીને, તેમને પુરુષોની સમાન યોદ્ધા અને આદરણીય સભ્યો બનાવવામાં આવ્યા. કૌર નામ અપનાવતા સામાન્ય થતાં જ બધા શીખ એક પરિવારના સભ્યો બન્યા.

જોકે, કેટલાક વિદ્વાનો નિર્દેશ કરે છે કે "કૌર" નો ઉપયોગ શીખ ધર્મ પહેલાં પણ પંજાબ અને રાજપૂત સમુદાયોમાં થતો હતો, જ્યાં તે ઉચ્ચ વર્ગની મહિલાઓ માટે એક ઉપનામ હતું.

ગુરુ ગ્રંથ સાહિબમાં પણ તેનો ઉલ્લેખ છે, જેનો અર્થ "રાજકુમારી" થાય છે. 19મી સદી સુધીમાં, તે મુખ્યત્વે સ્ત્રીઓ સુધી મર્યાદિત બની ગયું.

વર્તમાન સમયમાં શીખ મહિલાઓ કૌર ઉપનામ ફરજીયાત લખે છે. તે ભારતમાં, ખાસ કરીને પંજાબમાં (83%) સૌથી સામાન્ય અટકોમાંની એક છે, અને વિશ્વભરમાં આશરે 10 મિલિયન લોકો તેને ધરાવે છે.(નોધ :પબ્લિક ડોમેનમાં ઉપલબ્ધ માહિતી અનુસાર આ સ્ટોરી ફાઈલ કરવામાં આવી છે.)
Tv9 ગુજરાતી પર શહેર, અટક પાછળના ઈતિહાસની જાણકારી નિયમિત પ્રકાશિત કરવામાં આવે છે. તો તમારે પણ ઈતિહાસના વધુ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો.
