બેંકની નોકરી છોડી, સુરતના વિસ્પી ખરાડીએ અટારી બોર્ડર પર રચ્યો ઇતિહાસ, જુઓ Photos
સુરતના વિસ્પી ખરાડીએ બેંકની નોકરી છોડીને પોતાના જુસ્સાને અનુસરીને આગળ કામ કર્યું.. જોકે આજે અટારી બોર્ડર પર એક અદભૂત કારનામું તેમણે કર્યું છે.

19 ઓગસ્ટ 2025નો દિવસ ભારત માટે ઐતિહાસિક બની ગયો. અટારી બોર્ડર પર, જ્યાં રોજ દેશભક્તિના નારા ગુંજે છે, ત્યાં ભારતના "Steel Man" તરીકે ઓળખાતા વિસ્પી ખરાડીએ વિશ્વને ચોંકાવી દીધું.

તેમણે પોતાના બંને હાથમાં 522 કિલોગ્રામ વજન પકડીને 1 મિનિટ 7 સેકન્ડ સુધી રોકી રાખ્યું અને એક નવો વર્લ્ડ રેકોર્ડ સ્થાપ્યો.

આ અદભૂત સિદ્ધિ તેમણે ભારતીય સેના અને BSF (બોર્ડર સિક્યોરિટી ફોર્સ) ને સમર્પિત કરી.

વિસ્પી ખરાડીનું જીવન ક્યારેય સરળ નહોતું. સુરત, ગુજરાતમાં જન્મેલા વિસ્પીએ IIM બેંગલુરુમાંથી અભ્યાસ પૂર્ણ કર્યો અને લગભગ 10 વર્ષ સુધી બેંકિંગ તથા ફાઇનાન્સ ક્ષેત્રમાં કામ કર્યું. છતાં, તેમનું હૃદય હંમેશા ફિટનેસ અને માર્શલ આર્ટ્સ માટે ધબકતું હતું.

એક દિવસ, તેમણે પોતાના આરામદાયક બેંકિંગ કરિયરનો ત્યાગ કરી પોતાની પેશનને અનુસરવાનો સાહસિક નિર્ણય લીધો. આજે, તેઓ માત્ર ગિનીસ વર્લ્ડ રેકોર્ડ હોલ્ડર જ નથી પરંતુ ભારતના યુવાનો માટે પ્રેરણાસ્ત્રોત પણ છે.
સુરત, દક્ષિણ ગુજરાતનું દરિયા કિનારાથી 14 કિલોમીટરના અંતરે આવેલું શહેર તથા સુરત જિલ્લાનું વડું મથક છે. સુરતના વિવિધ સમાચાર વાંચવા અહીં ક્લિક કરો ..
