રોકાણકારોની લોટરી ! 14 વર્ષ પછી બોનસ ઇશ્યૂ અને ડિવિડન્ડ બંનેનો વરસાદ થશે, તમારી પાસે આ સ્ટોક છે કે નહી?
શેરબજારમાં રોકાણકારોને હવે ડબલ ભેટ મળશે. 14 વર્ષ બાદ એક જાણીતી કંપનીએ બોનસ શેર અને ડિવિડન્ડ બંનેની જાહેરાત કરી છે. આ સમાચાર પછી રોકાણકારોમાં ઉત્સાહનો પાર નથી. હવે સૌથી મોટો પ્રશ્ન એ છે કે, શું તમારા પોર્ટફોલિયોમાં આ સ્ટોક છે કે નહી?

વર્ષ 2011માં કંપનીનો શેર ફક્ત 26 રૂપિયાની આસપાસ હતો અને હવે શેરનો ભાવ 250 રૂપિયા પર પહોંચ્યો છે. એવામાં વિચાર કરો કે, જેની પાસે આ કંપનીના 100 શેર હશે તે વ્યક્તિની પાસે હાલની તારીખમાં 1 લાખ કે તેથી વધુની રકમ હશે અને એમાંય હવે કંપનીએ બોનસ ઇશ્યૂ અને ડિવિડન્ડની જાહેરાત કરી છે. જાણો કઈ કંપની છે અને તમારા પોર્ટફોલિયોમાં કંપનીનો સ્ટોક છે કે નહી?

દેશની અગ્રણી ઓટોમોબાઈલ ઉત્પાદક કંપની અશોક લેલેન્ડે તેના રોકાણકારોને મોટી ભેટ આપી છે. કંપનીએ જાહેરાત કરી છે કે, તે 1:1 ના ગુણોત્તરમાં બોનસ શેર જારી કરશે. સરળ રીતે કહીએ તો, જે રોકાણકારો પાસે 1 શેર છે તેમને 1 શેર વધારાનો મળશે.

કંપનીએ આ બોનસ શેર માટે રેકોર્ડ ડેટ પણ નક્કી કરી છે. કંપનીએ આજે એક્સચેન્જ ફાઇલિંગમાં આ માહિતી આપી છે. તમને જણાવી દઈએ કે, કંપનીએ 1:1 ના ગુણોત્તરમાં બોનસ શેર આપવા માટે 16 જુલાઈ 2025 (બુધવાર)ની રેકોર્ડ ડેટ નક્કી કરી છે. જો તમારી પાસે આ તારીખના એક દિવસ પહેલા સુધી કંપનીના શેર છે, તો તમે આ બોનસ શેરનો લાભ લઈ શકો છો.

કંપની અનુસાર, બોનસ શેર 17 જુલાઈ (ગુરુવાર) ના રોજ ફાળવવામાં આવશે અને 18 જુલાઈ (શુક્રવાર) થી આ શેર 'સ્ટોક એક્સચેન્જ'માં ટ્રેડ થશે. આ સમગ્ર પ્રક્રિયા સપ્ટેમ્બર 2024 ના સેબીના માર્ગદર્શિકા અનુસાર કરવામાં આવશે.

બોનસ શેરની સાથે-સાથે અશોક લેલેન્ડે પ્રતિ શેર ₹ 4.25 નું ડિવિડન્ડ પણ જાહેર કર્યું છે. કંપની આ ડિવિડન્ડના રૂપે કુલ ₹ 1,248 કરોડ ચૂકવશે. એક તરફ ફ્રી શેર અને બીજી તરફ ડિવિડન્ડ એટલે કે, આનાથી તો રોકાણકારોને બેવડો ફાયદો થશે.

માર્ચ ક્વાર્ટર (નાણાકીય વર્ષ 25) માં કંપનીનું પ્રદર્શન પણ ખૂબ સારું રહ્યું હતું. કંપનીનો ચોખ્ખો નફો 38.4% વધીને ₹ 1,246 કરોડ થયો. આમાં ₹ 173 કરોડની ટેક્સ ક્રેડિટ પણ શામેલ છે, જે પાછલા ક્વાર્ટરમાં નહોતી. કંપનીની આવક 5.7% વધીને ₹ 11,906.7 કરોડ થઈ છે, જ્યારે EBITDA 12.5% વધીને ₹ 1,791 કરોડ થઈ ગઈ છે.

બુધવારના ટ્રેડિંગ દિવસે કંપની 0.40% ના ઉછાળા સાથે રૂ. 250.90 પર ટ્રેડ થતી જોવા મળી. કંપનીનો 52 અઠવાડિયાનો હાઈ રૂ. 264.70 અને લો રૂ. 190.40 છે.

કંપનીનું બજાર મૂડીકરણ રૂ. 73,663 કરોડ છે. તેનો P/E રેશિયો 23.8 છે અને ડિવિડન્ડ યીલ્ડ 2.49% છે. છેલ્લા એક વર્ષમાં શેર રૂ. 191.86 થી રૂ. 264.65 સુધી પહોંચી ગયો છે.

અશોક લેલેન્ડે છેલ્લે 2011 માં 1:1 બોનસ શેર જારી કર્યા હતા. જોવા જઈએ તો, 14 વર્ષ પછી કંપની ફરી એકવાર બોનસ આપીને તેના શેરધારકોને ખુશ કરી રહી છે.
નોંધ: અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત જાણકારી માટે છે. TV9 Gujarati કોઈપણ રીતે શેરમાં કે IPO માં પૈસા લગાવવાની કે વેચવાની સલાહ આપતું નથી. શેરબજારમાં રોકાણ સંભવિત જોખમ સાથે સંકળાયેલું છે. રોકાણ કરતા પહેલા તમારા નાણાંકીય સલાહકાર અથવા માર્કેટ એક્સપર્ટની સલાહ જરૂરથી લો.
IPO એટલે પ્રારંભિક જાહેર ઓફર. જ્યારે કોઈપણ કંપની તેના શેર સામાન્ય જનતા માટે જાહેર કરે છે તેને IPO એટલે કે પ્રથમ જાહેર ઓફર કહેવામાં આવે છે. IPO ના આવા સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો..
