Business Idea: સ્ટેશનરી સ્ટોલથી શરુ કરો તમારો બિઝનેસ! મહિને કમાશો ₹20,000થી વધુ!
અત્યારના સમયમાં શિક્ષણ અને ઓફિસ કામકાજ માટે પેન, પેન્સિલ, નોટબુક, ફાઇલ જેવી સ્ટેશનરી વસ્તુઓની માંગ હંમેશા રહેતી હોય છે. આવી સ્થિતિમાં પેન અને સ્ટેશનરી સ્ટોલ શરૂ કરવો એ એક ખૂબ જ નફાકારક વ્યવસાય છે.

સ્કૂલ, કોલેજ, ટ્યુશન કે ઓફિસની નજીક આ બિઝનેસ શરૂ કરવામાં આવે તો તમે વધુ સારી આવક મેળવી શકો છો. આ બિઝનેસની સૌથી મોટી વાત એ છે કે તમે ઓછા બજેટમાં નાની શરૂઆતથી પણ ધંધો ઉભો કરી શકો છો.

આ વ્યવસાય શરૂ કરવા માટે તમારે યોગ્ય સ્થળ પસંદ કરવું. સ્કૂલ કે ટ્યુશનના નજીક જો જગ્યા મળે તો આ બિઝનેસ તમારા માટે વધુ લાભદાયી રહેશે.

સામાન્ય રીતે 40 થી 100 ચોરસ ફૂટ જેટલી જગ્યા પણ સ્ટોલ માટે પૂરતી હોય છે. ત્યારબાદ દુકાન માટે તમારે પેન, નોટબુક, પેન્સિલ, કલર પેન વગેરે વસ્તુઓનો સ્ટોક હોલસેલ માર્કેટમાંથી ખરીદવો પડશે.

દુકાનમાં તમે એક-બે રેક, કાઉન્ટર, ટેબલ અને બિલબુકની વ્યવસ્થા કરી શકો છો. બિઝનેસ શરૂ કરવા માટે તમારે આધાર કાર્ડ, પાન કાર્ડ, જગ્યા સંબંધિત દસ્તાવેજ (ભાડાનામું અથવા માલિકી દસ્તાવેજ), અને કેટલીક જગ્યાએ સ્થાનિક મ્યુનિસિપલ લાયસન્સની જરૂર પડી શકે છે. આ સિવાય MSME/Udyam Registration પણ કરાવવું યોગ્ય રહેશે.

આ બિઝનેસ શરૂ કરવા માટે તમે અંદાજે ₹30,000 થી ₹50,000 જેટલું રોકાણ કરી શકો છો. જેમાં ભાડું, સ્ટોક, ફર્નિચર અને બીજા ખર્ચ સામેલ હોય છે. જો બિઝનેસ માટેની જગ્યા પોતાની હોય તો દુકાન ભાડું પણ બચી શકે છે.

માર્કેટિંગ માટે તમે સ્કૂલ કે ટ્યુશન ક્લાસોમાં પેમ્પલેટ વહેંચી શકો છો, વોટ્સએપ સ્ટેટસમાં પ્રોડક્ટના ફોટા મૂકી શકો છો અને સ્કીમ કે ડિસ્કાઉન્ટ આપીને ગ્રાહકોને આકર્ષી શકો છો.

શાળાના બાળકો માટે પેન્સિલ બોક્સ, કાર્ટૂન નોટબુક અને કલરિંગ પેન પણ રાખવાથી વેચાણ વધી શકે છે. સરળ રીતે કહીએ તો, આ બિઝનેસ આમ નાનો છે પણ આમાં નફો સારો એવો છે. ઓવરઓલ જોઈએ તો, શરૂઆતમાં તમે આ બિઝનેસથી મહિને ₹20,000 કે તેથી વધુ કમાઈ શકો છો.
બિઝનેસ આઈડિયા એટલે કે અપના કામ ફુલ આરામ, એ એક એવો ખ્યાલ છે, જેનો ઉપયોગ વ્યવસાયમાં નાણાકીય લાભ અથવા નફો મેળવવા માટે થઈ શકે છે. બિઝનેસ કે સ્ટાર્ટ અપને લગતા નવીન સમાચારો વિશે જાણવા માટે હમણાં જ અહીંયા ક્લિક કરો.
