પગાર આવતા જ આ કામ શરૂ કરો નહીં તો પછતાશો
મોટાભાગના લોકો પગાર આવ્યા બાદ મોટી ભૂલ કરી બેસે છે. વાત એમ છે કે, ભારતમાં ઘણા લોકો પગાર આવ્યા બાદ કોઈ ચોક્કસ પ્લાનિંગ કરતાં નથી અને જેમ તેમ પગાર ઉડાવી દે છે. જો તમે પણ મૂંઝવણમાં છો કે, પગાર આવ્યા બાદ તે પૈસાનું શું કરવું તો આ સમાચાર તમારા માટે જ છે.

તમારો પગાર નાનો હોય કે મોટો, જો તમે તેનો અમુક ભાગ રોકાણ કરો છો તો તમે ભવિષ્યમાં મોટી રકમ ઊભી કરી શકો છો. એવામાં ચાલો જાણીએ કે, પગાર આવ્યા બાદ તેનો કઈ રીતે ઉપયોગ કરવો જોઈએ.

જો તમારો પગાર મહિને 20,000 રૂપિયા છે તો પણ તમે કરોડપતિ બનવાનું તમારું સપનું સરળતાથી પૂરું કરી શકો છો. આ માટે તમારે મ્યુચ્યુઅલ ફંડનું 70:15:15 સૂત્ર અપનાવવું પડશે.

આનો અર્થ એ છે કે, તમારે તમારી આવકનો 70% હિસ્સો તમારી જરૂરિયાતો પૂરી કરવા માટે રાખવો જોઈએ, 15% પૈસાથી ઇમરજન્સી ફંડ બનાવવું જોઈએ અને બાકીના 15%નું રોકાણ કરવું જોઈએ.

સરળ રીતે જોઈએ તો, પગારના 20,000 રૂપિયામાંથી 70% એટલે કે 14,000 રૂપિયા તમે તમારી જરૂરિયાતો પૂરી કરવા માટે એકબાજુ રાખી શકો છો. બીજું કે, તમે ઇમરજન્સી ફંડ અને રોકાણ માટે 15-15% એટલે કે 3000-3000 રૂપિયા અલગ રાખી શકો છો.

જો તમે 20,000 રૂપિયાથી વધુ કમાતા હોવ તો પણ આ સૂત્રને ધ્યાનમાં રાખીને તમારા ખર્ચ અને રોકાણનું આયોજન કરી શકો છો.

હવે પ્રશ્ન એ છે કે, કરોડપતિ બનવા માટે ક્યાં રોકાણ કરવું? તો જવાબ એ છે કે, તમારે SIP દ્વારા મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરવું જોઈએ. SIPમાં નાની રકમ સાથે રોકાણ કરી શકો છો. મ્યુચ્યુઅલ ફંડમાં સરેરાશ રિટર્ન અંદાજિત 12 ટકા હોય છે.

જો તમે દર મહિને ₹3,000 SIPમાં રોકાણ કરો છો અને 31 વર્ષ સુધી ચાલુ રાખો છો, તો 12%ના રિટર્ન પ્રમાણે તમને કુલ ₹1 કરોડથી વધુ મળી શકે છે. ટૂંકમાં જોઈએ તો, તમને 12% રિટર્ન અનુસાર 92,74,369 રૂપિયા મળશે. એટલે કે તમે ટોટલ ₹1,03,90,369ના માલિક બની જશો.

આ રીતે, 31 વર્ષમાં તમે 1,03,90,369 રૂપિયાના માલિક બની જશો. જો તમને 13, 14 કે 15 ટકા રિટર્ન મળે છે, તો આ રોકાણથી તમે ઓછા વર્ષોમાં કરોડપતિ બની જશો. જો તમે આ રોકાણ 29 વર્ષની ઉંમરે શરૂ કરો છો, તો પણ તમે 60 વર્ષની ઉંમરે કરોડપતિ બની શકો છો.

મ્યુચ્યુઅલ ફંડ સ્કીમ્સ બજાર સાથે જોડાયેલી હોય છે, તેથી વળતરની ખાતરી આપી શકાતી નથી. SIPનું સરેરાશ રિટર્ન લગભગ 12 ટકા માનવામાં આવે છે. આથી, અહીં ગણતરી 12 ટકા રિટર્નના આધારે કરવામાં આવી છે. જો કે, બજારની સ્થિતિના આધારે આ રિટર્ન વધુ કે ઓછું થઈ શકે છે.
(Disclaimer: મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ બજારના જોખમોને આધીન છે. રોકાણ કરતા પહેલા તમે પોતાની રીતે યોગ્ય તપાસ કરો અથવા તમારા ફાઇનાન્સિયલ એડવાઈઝરની સલાહ લો.)
બિઝનેસ સેવાઓ કે વસ્તુનું ઉત્પાદન, વેચાણ અને વિનિમય કરીને નાણાં કમાવવાની કામગીરી છે. આ વ્યવસાયમાં તે તમામ માનવ પ્રવૃત્તિઓનો સમાવેશ થાય છે. બિઝનેસના અન્ય સમાચાર વાંચવા અહીં ક્લિક કરો..
