Business Idea: ‘₹15,000’નો આ બિઝનેસ તમને મહિને ‘₹30,000’ કમાઈ આપશે
આજના સમયમાં પણ ઘણાં લોકો નવો ડ્રેસ ખરીદવાને બદલે જૂના કપડાંને ફરીથી ફિટ કરાવવાનું પસંદ કરે છે. ખાસ કરીને મહિલાઓમાં બ્લાઉઝ, પેટીકોટ, ચુડિદાર, કુર્તી અને ડ્રેસની ડિમાન્ડ હંમેશાં વધતી રહે છે.

આજના સમયમાં પણ ઘણાં લોકો નવો ડ્રેસ ખરીદવાને બદલે જૂના કપડાંને ફરીથી ફિટ કરાવવાનું પસંદ કરે છે. ખાસ કરીને મહિલાઓમાં બ્લાઉઝ, પેટીકોટ, ચુડિદાર, કુર્તી અને ડ્રેસની ડિમાન્ડ હંમેશાં વધતી રહે છે. હવે આવી સર્વિસ ઓફર કરીને તમે થોડા રોકાણમાં સારો નફો મેળવી શકો છો.

આ વ્યવસાય શરૂ કરવા માટે અંદાજે ₹15,000 થી ₹30,000 જેટલો ખર્ચ આવે છે. આમાં સિલાઈ મશીન, કાપડ માટેના સાધનો, લાઇટિંગ અને બેઝિક મટિરિયલ જેવી વસ્તુઓની જરૂર પડે છે. આ સિવાય ઓવરલોક મશીન, કાતર, માપ લેવા માટેનું ટેપ, પીન, બટન, ઝીપ વગેરે જેવી નાની-મોટી વસ્તુઓનો પણ સમાવેશ થાય છે.

જો સામાન્ય દિવસમાં 4–5 ઓર્ડર મળે તો દર ઓર્ડર પર ₹80થી ₹150 જેટલો નફો થઇ શકે છે. ટૂંકમાં જોઈએ તો, તમે રોજના ₹400 થી ₹750 કમાઈ શકો છો અને મહિને ₹12,000 થી ₹22,000 સુધીની કમાણી કરી શકો છો. તહેવાર સિઝન કે લગ્ન સિઝન વખતે તમારી આવક ₹30,000 સુધી પણ જઈ શકે છે.

આ વ્યવસાય માટે આધારકાર્ડ, પાનકાર્ડ, રેશનકાર્ડ કે લાઈટબિલ જેવી ઓળખ અને સરનામા જેવા પુરાવા જરૂરી છે. જો તમે શહેરી વિસ્તારમાં શોપ ખોલી રહ્યા છો તો શોપનું લાઈસન્સ પણ લેવું પડે. તમે ઇચ્છો તો લઘુ ઉદ્યોગ તરીકે Udyam Registration પણ કરાવી શકો છો.

માર્કેટિંગ માટે તમે ઘર પાસે બોર્ડ લગાવી શકો છો. વધુમાં મહિલાઓના ગ્રુપ કે પાર્ટીઓમાં તમારા કાર્ડ વહેંચી શકો છો અને સોશિયલ મીડિયા પર તમારા કામના ફોટા મૂકી શકો છો. તમે પોતાનો બિઝનેસ વધારવા માટે 'માઉથ પબ્લિસિટી' પણ કરી શકો છો.

ટેલરિંગ શીખવા માટે તમે ITI, NGO કે મહિલા મંડળના કોર્સમાં જોડાઈ શકો છો. આ ઉપરાંત, YouTube પર પણ ઘણાં વિડીયો ઉપલબ્ધ છે અને Skillshare, Udemy જેવી વેબસાઈટ પર પણ ઓનલાઇન કોર્સ મળી જાય છે. જો શક્ય હોય તો તમારા વિસ્તારના કોઈ અનુભવી ટેલર પાસેથી તમે ટ્રેનિંગ પણ લઈ શકો છો.

ટેલરિંગ અને અલ્ટરેશન વ્યવસાયમાં જો તમારું કામ યોગ્ય માપે હશે, ટાઈમલાઈન મુજબ હશે અને કસ્ટમરને સંતોષ થશે તો તમારા ગ્રાહકોમાં વધારો થશે. આ બિઝનેસ સેટ થઈ જાય પછી તમે ડ્રેસ ડિઝાઇનિંગનું કામ પણ શીખી શકો છો. જો આ કામ યોગ્ય રીતે સેટ થાય તો તમે દર મહિને એક સ્થિર આવક ઊભી કરી શકો છો.
બિઝનેસ આઈડિયા એટલે કે અપના કામ ફુલ આરામ, એ એક એવો ખ્યાલ છે, જેનો ઉપયોગ વ્યવસાયમાં નાણાકીય લાભ અથવા નફો મેળવવા માટે થઈ શકે છે. બિઝનેસ કે સ્ટાર્ટ અપને લગતા નવીન સમાચારો વિશે જાણવા માટે હમણાં જ અહીંયા ક્લિક કરો.
