PKL 2024 : 1.7 કરોડ રૂપિયાના ખેલાડીનું અદ્ભુત કામ, પહેલી જ મેચમાં બન્યો બેસ્ટ રેડર

પ્રો કબડ્ડી લીગની 11મી સિઝન શરૂ થઈ ગઈ છે. પ્રથમ દિવસે બે મેચ રમાઈ હતી. દબંગ દિલ્હી અને તેલુગુ ટાઈટન્સે જીત સાથે શરૂઆત કરી હતી. જ્યારે તેલુગુ ટાઈટન્સના કેપ્ટન પવન સેહરાવતે 13 પોઈન્ટ બનાવ્યા અને સર્વશ્રેષ્ઠ રેઈડર બન્યો હતો.

| Updated on: Oct 19, 2024 | 5:46 PM
પ્રો કબડ્ડી લીગની 11મી સિઝન શરૂ થઈ ગઈ છે. શુક્રવારે 18 ઓક્ટોબરે બે મેચ રમાઈ હતી. પ્રથમ મેચ દબંગ દિલ્હી અને યુ મુમ્બા વચ્ચે હતી. બીજી મેચ બેંગલુરુ બુલ્સ અને તેલુગુ ટાઈટન્સ વચ્ચે રમાઈ હતી.

1 / 5
પ્રથમ મેચમાં દબંગ દિલ્હીએ યુ મુમ્બાને 36-28થી હરાવ્યું હતું. જ્યારે તેલુગુ ટાઈટન્સે બેંગલુરુ બુલ્સને 37-29થી હરાવ્યું હતું. આ સાથે જ બંને ટીમોએ જીત સાથે સિઝનની શરૂઆત કરી છે.

2 / 5
પ્રો કબડ્ડી લીગના પહેલા દિવસે બંને મેચો જબરદસ્ત રહી હતી. દિલ્હીના રેઈડર આશુ મલિકે સિઝનની તેની પ્રથમ સુપર 10 હાંસલ કરી. આ સિઝનનો ચોથો સૌથી મોંઘો ખેલાડી અને તેલુગુ ટાઈટન્સના કેપ્ટન પવન સેહરાવત પણ શાનદાર ફોર્મમાં જોવા મળ્યો હતો. 1.7 કરોડની કિંમતના આ ખેલાડીએ પહેલી જ મેચમાં 13 રેઈડ પોઈન્ટ બનાવ્યા અને સર્વશ્રેષ્ઠ રેઈડર બન્યો હતો.

3 / 5
તેલુગુ ટાઈટન્સના ક્રિશન ધુલ પ્રથમ દિવસે શ્રેષ્ઠ ડિફેન્ડર તરીકે ઉભરી આવ્યા હતા. તેણે બેંગલુરુ બુલ્સ સામે 6 ટેકર પોઈન્ટ મેળવ્યા. તમને જણાવી દઈએ કે આ સિઝનમાં તેને 70 લાખ રૂપિયામાં વેચાયો હતો.

4 / 5
પ્રો કબડ્ડી લીગના પોઈન્ટ ટેબલમાં દબંગ દિલ્હી પ્રથમ સ્થાને છે, જ્યારે તેલુગુ ટાઈટન્સ બીજા સ્થાને છે. બંનેએ પ્રથમ જીત સાથે 5-5 પોઈન્ટ હાંસલ કર્યા હતા. તેમજ 8 પોઈન્ટનો તફાવત હતો. (All Photo : PTI/Instagram/PKL)

5 / 5
Follow Us:
g clip-path="url(#clip0_868_265)">