Gandhinagar : મહાત્મા મંદિર નજીક ત્રણ વાહન વચ્ચે સર્જાયો અકસ્માત, જુઓ Video
રાજ્યમાં અવારનવાર અકસ્માતની ઘટના બનતી હોય છે. ત્યારે ગાંધીનગરમાં ફરી અકસ્માતની ઘટના બની છે. ગાંધીનગરના મહાત્મા મંદિર નજીક ત્રણ વાહન વચ્ચે અકસ્માત સર્જાયો છે. 2 કાર અને સ્કૂટર વચ્ચે અકસ્માત સર્જાયો છે.
રાજ્યમાં અવારનવાર અકસ્માતની ઘટના બનતી હોય છે. ત્યારે ગાંધીનગરમાં ફરી અકસ્માતની ઘટના બની છે. ગાંધીનગરના મહાત્મા મંદિર નજીક ત્રણ વાહન વચ્ચે અકસ્માત સર્જાયો છે. 2 કાર અને સ્કૂટર વચ્ચે અકસ્માત સર્જાયો છે. અકસ્માતમાં 2 લોકોને ઈજાગ્રસ્ત થયા છે. જો કે ઈજાગ્રસ્ત લોકોને તાત્કાલિક ધોરણે સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. મળતી માહિતી અનુસાર અકસ્માતમાં સ્કૂટરનો કચ્ચરઘાણ નીકળ્યો છે. કારચાલક નશાની હાલતમાં હોવાની આશંકા છે.
કલોક કોર્ટ રોડ પર અકસ્માતમાં 1 મહિલાનું મોત
બીજી તરફ આ અગાઉ ગાંધીનગરના કલોલ કોર્ટ રોડ પર હિટ એન્ડ રનની ઘટનામાં અકસ્માતમાં 1 મહિલાનું ઘટનાસ્થળે મોત થયુ હતુ. અન્ય 3 લોકો ઈજાગ્રસ્ત થયા હતા. હિટ એન્ડ રનની ઘટના લઈને લોકોમાં આક્રોશ જોવા મળ્યો હતો. રોષે ભરાયેલું ટોળું કલોલ આરોગ્ય કેન્દ્રએ ઉમટ્યું હતુ. જો કે પોલીસે પણ આ સમગ્ર ઘટના અંગે તપાસ હાથ ધરી.
Latest Videos