Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

BZ ગ્રુપ સામે કાર્યવાહી દરમિયાન અરવલ્લી જિલ્લામાં એક બિનવારસી લેપટોપ મળ્યું, અનેક રહસ્ય ખુલવાની શક્યતા, જુઓ Video

BZ ગ્રુપ સામે કાર્યવાહી દરમિયાન અરવલ્લી જિલ્લામાં એક બિનવારસી લેપટોપ મળ્યું, અનેક રહસ્ય ખુલવાની શક્યતા, જુઓ Video

TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 30, 2024 | 10:12 AM

ગુજરાતના 6000 કરોડના  BZ ગ્રુપના કૌભાંડને લઈને તપાસનો ધમધમાટ યથાવત છે. જેમ-જેમ તપાસ આગળ વધી રહી છે. તેમ-તેમ નવા રાઝ સામે આવી રહ્યા છે. BZ ગ્રુપની અલગ-અલગ ઓફિસમાં CID ક્રાઈમના દરોડા ચાલુ છે. આ દરમિયાન અરવલ્લીના માલપુરની માણેકકૃપા પ્રાથમિક શાળા નજીકથી એક બિનવારસી લેપટોપ મળી આવ્યુ છે. જે BZ ગ્રુપનું હોવાની આશંકા સેવાઇ રહી છે. 

બીઝેડ ગ્રુપ સામે કાર્યવાહી દરમિયાન અરવલ્લી જિલ્લાના  માલપુરની માણેકકૃપા પ્રાથમિક શાળા નજીકથી એક લેપટોપ મળ્યું છે. બિનવારસી લેપટોપ મળી આવતા અનેક સવાલો થઇ રહ્યા છે. આ લેપટોપ બીઝેડ ગ્રુપનું હોવાની આશંકા સેવાઇ રહી છે. હાલ તો આ લેપટોપને જપ્ત કરીને તે કોનું છે અને તેમાં રહેલી વિગતો શોધવાના પ્રયાસ હાથ ધરવામાં આવ્યા છે.

મહત્વનું છે કે અત્યાર સુધીમાં કૌભાંડી ભૂપેન્દ્ર ઝાલાની 5 મોંઘીદાટ કાર જપ્ત કરવામાં આવી છે. સાબરકાંઠામાં જુદી જુદી જગ્યાએથી આ કાર કબજે કરવામાં આવી છે. તો હવે આ કેસની તપાસમાં EDની એન્ટ્રી નક્કી છે. CID ક્રાઈમ આ અંગે EDને જાણ કરી દીધી છે. ભૂપેન્દ્રસિંહ ઝાલા અને તેના પરિવારની સંપતિ અને તેઓના તમામ બેન્ક એકાઉન્ટ પણ સીઝ કરવામાં આવશે, તો બીજી તરફ CID ક્રાઈમે BZ ગ્રુપના CA રુષિત મહેતાના ઘરે પણ તપાસ હાથ ધરી છે.

કંપનીના કારનામાનો હિસાબ રાખતા CAની તપાસમાં મોટા ખુલાસા થઈ શકે છે. રોકાણકારોને કરોડો રૂપિયાનો ચુનો લગાવનાર ભૂપેન્દ્ર ઝાલા પાસે કરોડો રૂપિયાની સંપત્તિ હોવાનો ખુલાસો થયો છે. અરવલ્લીમાં આરોપીનું ફાર્મ હાઉસ અને જમીન મળી આવી છે. તો આ તરફ તપાસના ધમધમાટ વચ્ચે BZ ગ્રુપની ઓફિસને તાળા લાગી રહ્યા છે. પાલનપુરની ગઠામણ પાટિયા પાસે આવેલી ઓફિસને તાળા લાગ્યા હતા, તો વડોદરામાં પણ બંધ ઓફિસ જોવા મળી.

g clip-path="url(#clip0_868_265)">