ક્ષત્રિય આંદોલનની કોર કમિટીના સભ્ય પી ટી જાડેજા વિરુદ્ધ મની લોન્ડરિંગ એક્ટ હેઠળ નોંધાઇ ફરિયાદ

ક્ષત્રિય સમાજના અગ્રણી અને ક્ષત્રિય આંદોલનનો મહત્વના ચહેરા એવા પી ટી જાડેજા સામે વ્યાજખોરીની ફરિયાદ નોંધાઇ છે. પી ટી જાડેજાએ કારખાનેદારને 60 લાખ રૂપિયા વ્યાજે આપ્યા બાદ તેની મિલકત લખાવી લીધી હતી કારખાનેદારે રૂપિયા વ્યાજ સહિત પરત આપી દેવા છતા મકાનના દસ્તાવેજો પરત ન આપતા અંતે પોલીસ ફરિયાદ નોંધાઇ છે.

Follow Us:
Mohit Bhatt
| Edited By: | Updated on: Nov 30, 2024 | 6:13 PM

ક્ષત્રિય સમાજના અગ્રણી અને લોકસભા સમયે શરૂ થયેલા ક્ષત્રિય આંદોલનનો ચહેરો એવા પ્રવીણસિંહ ટપુભા જાડેજા ઉર્ફે પી ટી જાડેજા વિરુદ્ધ મનીલોન્ડિંગ એક્ટ અંતર્ગત વ્યાજખોરીનો ગુનો નોંધાયો છે. રાજકોટના માલવિયાનગર પોલીસ સ્ટેશનમાં સુરેશ પરમાર નામના કારખાનેદારે પી ટી જાડેજા પાસેથી 60 લાખ રૂપિયા 3 ટકા વ્યાજે લીધા હતા. કારખાનામાં રૂપિયાની જરૂર હોવાને કારણે સુરેશ પરમારે તેના મિત્રનો સંપર્ક કર્યો હતો અને 60 લાખ રૂપિયા વ્યાજે લીધાં હતા. સુરેશ પરમારે વ્યાજના રૂપિયાના જામીન પેટે તેના મકાનનો દસ્તાવેજ અને 5 લાખના સાત ચેક આપ્યા હતા.

70 લાખ 80 હજાર આપવા છતા રૂપિયાની માગ ચાલુ રાખી

સુરેશભાઇના દાવા પ્રમાણે તેઓએ વ્યાજે રૂપિયા લીધા હતા તેઓ નિયમીત વ્યાજ ભરતા હતા પરંતુ અંતે વ્યાજની રકમ ભરપાઇ ન કરી શકવાને કારણે તેઓએ રૂપિયા ભરપાઇ કરવાની તૈયારી દર્શાવી. સુરેશભાઇએ પી ટી જાડેજાને કુલ 70 લાખ 80 હજાર રૂપિયા આપી દીધા હોવા છતા તેમણે રૂપિયાની માંગણી ચાલુ રાખી હતી. એટલું જ નહિ જ્યાં સુધી રૂપિયા ન આપે ત્યાં સુધી મકાનનો દસ્તાવેજ અને ચેક પર પરત આપવાની ના પાડી હતી. જો સુરેશભાઇ પી ટી જાડેજા પાસે દસ્તાવેજની માંગણી કરે તો ગાળો આપીને જીંદગી બગાડી નાખવાની ધમકી આપી હતી.

દસ્તાવેજ પરત માગે તો કારખાનેદારને જિંદગી બગાડી નાખવાની પી.ટી. એ આપી ધમકી

પી ટી જાડેજાથી ત્રસ્ત સુરેશ પરમારે પોલીસને જાણ કરી હતી આ અંગે રાજકોટ પશ્વિમ ઝોનના ડીસીપી જગદિશ બાંગરવાએ કહ્યું હતુ કે પોલીસે સુરેશ પરમારની ફરિયાદના આધારે આઇપીસી કલમ 384,504,506 તથા મનીલોન્ડિંગ એક્ટ કલમ 40, 42 અંતર્ગત ફરિયાદ નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસની પ્રાથમિક તપાસમાં પી ટી જાડેજા પાસે નાણા ધીરધાર અંગેનું કોઇ લાયસન્સ નથી. જે અંગે પણ પોલીસે તપાસ શરૂ કરી છે અને ફરાર પી ટી જાડેજાની શોધખોળ શરૂ કરી છે.

અમદાવાદના મુખ્ય અને ઐતિહાસિક ફરવાલયક સ્થળો, જુઓ નામ અને તસવીર
અમદાવાદની દીકરી અને ગરબા ક્વિન ઐશ્વર્યા મજમુદારે શેર કરી ગ્લેમરસ તસવીરો
ખજૂરને ઘીમાં પલાળીને ખાવાથી જાણો શું ફાયદા થાય છે?
Milk and Cardamom : શિયાળામાં દૂધ અને એલચી મિક્સ કરીને પીવાથી શું ફાયદા થાય છે?
વાદળી, પીળો કે લાલ, કેવા રંગની આગ સૌથી ગરમ હોય છે ?
આજનું રાશિફળ તારીખ : 30-11-2024

ફરિયાદ બાદ પીટી જાડેજા ફરાર હોવાનુ સામે આવ્યુ

હાલમાં પોલીસે ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. એક તરફ સરકાર વ્યાજખોરી ડામવા પ્રયત્નશીલ છે પરંતુ બીજી તરફ સમાજના કહેવાતા આગેવાનો જ વ્યાજના ગોરખધંધા ચલાવે છે જોવાનું રહેશે આ કિસ્સામાં પોલીસ ક્યાં પ્રકારની કાર્યવાહી કરે છે.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

પી ટી જાડેજા સામે મનીલોન્ડિંગ એક્ટ હેઠળ ફરિયાદ નોંધાતા થયા ફરાર
પી ટી જાડેજા સામે મનીલોન્ડિંગ એક્ટ હેઠળ ફરિયાદ નોંધાતા થયા ફરાર
ગ્લોબલ ઈન્ટરનેશનલ સ્કૂલની દાદાગીરી, એકાએક ₹ 6800નો ફી વધારો ઝીંક્યો
ગ્લોબલ ઈન્ટરનેશનલ સ્કૂલની દાદાગીરી, એકાએક ₹ 6800નો ફી વધારો ઝીંક્યો
સુરતના પાલી ગામમાં ત્રણ બાળકીઓના શંકાસ્પદ મોત
સુરતના પાલી ગામમાં ત્રણ બાળકીઓના શંકાસ્પદ મોત
BZ ગ્રુપ સામે કાર્યવાહી દરમિયાન મળ્યુ એક બિનવારસી લેપટોપ
BZ ગ્રુપ સામે કાર્યવાહી દરમિયાન મળ્યુ એક બિનવારસી લેપટોપ
હિંમતનગરના પારસ કોર્પોરેશનમાં IT વિભાગનું સર્ચ ઓપરેશન
હિંમતનગરના પારસ કોર્પોરેશનમાં IT વિભાગનું સર્ચ ઓપરેશન
આ 6 રાશિના જાતકોને આજે મોટા આર્થિક લાભના સંકેત
આ 6 રાશિના જાતકોને આજે મોટા આર્થિક લાભના સંકેત
અંબાજી મંદિરના ગાદી વિવાદમાં મહેશગીરી અને પૂર્વ મેયર વચ્ચે આક્ષેપબાજી
અંબાજી મંદિરના ગાદી વિવાદમાં મહેશગીરી અને પૂર્વ મેયર વચ્ચે આક્ષેપબાજી
ભવનાથમાં સાધુઓ વચ્ચે વર્ચસ્વનો વિવાદ, અંબાજીમાં વહીવટદારની નિમણૂક
ભવનાથમાં સાધુઓ વચ્ચે વર્ચસ્વનો વિવાદ, અંબાજીમાં વહીવટદારની નિમણૂક
ગુજરાત ATSએ વધુ એક જાસૂસની કરી ધરપકડ
ગુજરાત ATSએ વધુ એક જાસૂસની કરી ધરપકડ
VNSGU યુનિવર્સિટીમાં નવા ભવનના નિર્માણ પહેલા ગીર ગાયોની કરશે સેવા-vide
VNSGU યુનિવર્સિટીમાં નવા ભવનના નિર્માણ પહેલા ગીર ગાયોની કરશે સેવા-vide
g clip-path="url(#clip0_868_265)">