01 ડિસેમ્બરના મહત્વના સમાચાર : સુરતમાં ભાજપ મહિલા નેતાના મોત મામલે હવે પરિવારે લગાવ્યો હત્યાનો આરોપ
Gujarat Live Updates : આજે 01 ડિસેમ્બરના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના અપડેટ્સ મેળવવા માટે આ પેજને સતત રિફ્રેશ કરતા રહો.
આ દિવસોમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઓડિશાના 3 દિવસના પ્રવાસે છે. આ દરમિયાન તેઓ આજે ભુવનેશ્વરમાં યોજાનારી DGP-IG કોન્ફરન્સમાં ભાગ લેશે. આ કોન્ફરન્સનું ઉદ્ઘાટન ગૃહમંત્રી અમિત શાહ કરશે. કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે આજે દિલ્હીમાં એક વિશાળ રેલીમાં પાર્ટીનું બંધારણ બચાવો ના નારા લગાવશે. તે વકફ પ્રોપર્ટી એમેન્ડમેન્ટ બિલનો પણ વિરોધ કરશે અને જાતિની વસ્તી ગણતરીની માંગને આગળ વધારશે.
જય શાહ 27 ઓગસ્ટ, 2024ના રોજ ICCના નવા અધ્યક્ષ તરીકે ચૂંટાયા હતા. જો કે તેઓ આજથી ચેરમેન પદ સંભાળશે. TRAI દ્વારા આજથી કોમર્શિયલ મેસેજ અને OTP સંબંધિત ટ્રેસીબિલિટી નિયમો લાગુ કરવામાં આવશે, જેના કારણે હવે તમારે OTP માટે રાહ જોવી પડશે. આજથી એવિએશન ફ્યુઅલની કિંમતોમાં પણ ફેરફાર જોવા મળી શકે છે. ચક્રવાત ફેંગલના કારણે ચેન્નાઈ એરપોર્ટ સત્તાવાળાઓએ આજે સવારે 4 વાગ્યા સુધી કામગીરી બંધ રાખવાનો નિર્ણય કર્યો છે. આ દરમિયાન ચક્રવાત ફેંગલના કારણે ચેન્નાઈમાં ભારે વરસાદને કારણે, સાઉથ રેલવેએ ટ્રેન સેવાઓમાં ફેરફારની જાહેરાત કરી છે. નીચે દિવસના મોટા અપડેટ્સ વાંચો.
LIVE NEWS & UPDATES
-
ભાજપ મહિલા નેતાના મોત મામલે હવે પરિવારે લગાવ્યો હત્યાનો આરોપ
સુરતના અલથાણમાં ભાજપ મહિલા નેતા દીપિકા પટેલે આપઘાત કર્યો હતો. જો કે,આપઘાતની ઘટનાને લઈને મૃતક મહિલાના પરિવારજનોએ હવે હત્યાની આશંકા વ્યક્ત કરી છે. પરિવારે આ આપઘાત નહીં પણ હત્યા કરી હોવાનો આરોપ લગાવ્યો છે. પરિવારે આરોપ લગાવ્યો છે કે મહિલાએ ફાંસો ખાધો હતો પણ ત્યાં કોઈ દોરડું કે કોઇપણ દુપટ્ટો ન હતો.
-
ભાજપ મહિલા નેતાના આપઘાતનો મામલો, ઘર બહારના CCTV આવ્યા સામે
સુરતમાં અલથાણમાં વોર્ડ 30ના ભાજપ મહિલા મોરચા પ્રમુખ દીપિકા પટેલે આપઘાત કર્યો હોવાની ઘટના સામે આવી હતી. ત્યારે હવે મહિલાના નેતાના ઘર બહારના CCTV પણ સામે આવ્યા છે. CCTVમાં સિચન વિસ્તારના કોર્પોરેટર ચિરાગ અને અન્ય આકાશ નામનો શખ્સ મહિલા નેતાના ઘરમાં જતાં નજરે પડી રહ્યા છે. ત્યારે ઘરમાં શું થયું તેને લઈને મોટો સવાલ છે. પોલીસ તપાસ કરશે તો અનેક રહસ્યો બહાર આવી શકે છે.
-
-
અમદાવાદની કાકડિયા હોસ્પિટલ વિવાદમાં, ઓપરેશન બાદ યુવકનું મોત થતાં હોબાળો
અમદાવાદના બાપુનગરની કાકડિયા હોસ્પિટલ વિવાદમાં આવી છે. શ્યામશિખર પાસેની ટ્રસ્ટ સંચાલિત હોસ્પિટલમાં યુવકનું મોત થતાં હોબાળો મચી ગયો છે. યુવકને હાર્ટ એટેક આવ્યો છે કહી ઓપરેશન કરવામાં આવ્યું હતું. જે બાદ યુવકનું મોત થયું હોવાનો પરિવારે આરોપ લગાવ્યા છે. સમગ્ર મામલે શહેર કોટડા પોલીસે તપાસ શરૂ કરી છે.
-
નામ લીધા વિના જયેશ રાદડિયા વિરોધીઓ પર વરસ્યા
“હવનમાં હાડકા નાંખવાનું બંધ કરો, બાકી વળતો પ્રહાર કરતા મને પણ આવડે છે” આ હુંકાર કર્યો છે ધારાસભ્ય જયેશ રાદડિયાએ।.જેતપુરના ધારાસભ્ય અને પાટીદાર નેતા જયેશ રાદડિયાએ વિરોધીઓને ખૂલ્લી ચેતવણી આપી છે..પાટીદાર સમાજ માટે કરાતા સારા કાર્યો અને સમાજના વિકાસની વાત કરતી વખતે જયેશ રાદડિયાએ કહ્યું કે…”હું કામ કરું છું, એટલે ક્યાંક ચૂક રહી પણ જાય, ઘરે બેસી રહેનારથી ભૂલ ન થાય,,મારા સારા કામમાં અવરોધ ઊભુ કરવાનું બંધ કરો…એક ટોળકીએ મને હેરાન કરવાનું નક્કી કર્યું છે..એ નહીં સમજે તો હું પણ મેદાનમાં ઉતરીશ”..
-
BZ ગૃપ જેવી લેભાગુ કંપનીની લાલચમાં ન આવવા અલપેશ ઠાકોરની ટકોર
BZ ગ્રુપના કૌભાંડની સમગ્ર રાજ્યભરમાં ચર્ચાઓ ચાલી રહી છે. ત્યારે BZ ગ્રુપ જેવી લે ભાગુ કંપનીઓની લાલચમાં ન આવવા અલ્પેશ ઠાકોરે લોકોને ટકોર કરી. અલ્પેશ ઠાકોરે કહ્યું આવી લે ભાગુ સંસ્થાઓની લાલચમાં લોકોને ન આવવું જોઈએ. પોતાની જીવનભરની મહેનતની કમાણી આવી સંસ્થાઓમાં ન રોકવા અપીલ. કોઈ પણ એવી સ્કિમ નથી કે જે 1-2 વર્ષમાં રૂપિયા ડબલ કરી શકે.
-
-
ગુજરાતમાં ફેંગલ વાવાઝોડાની અસર અંગે અંબાલાલ પટેલે કરી આ આગાહી
- હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી
- ગુજરાતમાં ફેંગલ વાવાઝોડાની અસર વર્તાશે: અંબાલાલ
- રાજ્યમાં ઠંડીની વરસતાસે અસર
- રાજ્યમાં મહત્તમ તાપમાન 35ડિગ્રી સેલ્સિયસ રહે તેવી આગાહી
- કચ્છના ભાગોમાં ઠંડા પવનો ફૂંકાવવાની સંભાવના
- ઉત્તર ગુજરાતના ભાગોમાં હજુ ઠંડી પળવાની શકયતા: અંબાલાલ
- મધ્ય ગુજરાતમાં ન્યૂનતમ તાપમાન 18ડિગ્રી સેલ્સિયસ રહે તેવી સંભાવના
- “મધ્ય અને ઉત્તર ગુજરાતના કેટલાક ભાગોમાં વાદળ છાયું વાતાવરણ રહેશે”
- “દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં વરસાદી છાંટા પડવાની શક્યતા”
- “15થી 20 ડિસેમ્બર સુધીમાં બંગાળ ઉપ સાગરમાં લો પ્રેસર બનવાની સંભાવના”
-
ઉમરેઠ નગરપાલિકાના ચીફ ઓફિસર પર હુમલો કરનાર મુખ્ય આરોપીની ધકપકડ
આણંદના ઉમરેઠ નગરપાલિકાના ચીફ ઓફિસર અને પાલિકાના સ્ટાફ પર હુમલા કરનાર મુખ્ય આરોપી જાવેદને પોલીસે ઝડપી પાડ્યો. પાલિકાના ચીફ ઓફિસર પર હુમલો કરનાર 5 શખ્સો વિરૂદ્ધ નોંધાઈ હતી પોલીસ ફરિયાદ. જેને લઈને પોલીસે મુખ્ય આરોપીની ધરપકડ કરી છે જ્યારે અન્ય ચાર આરોપીઓ હજુ પોલીસ પકડથી દૂર છે. બિનઅધિકૃત બેનર હટાવવાની કામગીરી દરમિયાન પાલિકાની ટીમ પર હુમલો થયો હતો
-
સુરત: અલથાણમાં ભાજપના મહિલા નેતાએ કરી આત્મહત્યા
- સુરત: અલથાણમાં ભાજપના મહિલા નેતાએ કરી આત્મહત્યા
- વોર્ડ નંબર-30ના ભાજપ મહિલા મોરચાના પ્રમુખ દીપિકા પટેલનો આપઘાત
- પોતાના ઘરમાં જ ગળેફાંસો ખાઈ મહિલા નેતાએ ટૂંકાવ્યું જીવન
- મહિલા આગેવાને આત્મહત્યા કેમ કરી તે અંગે ઘૂંટાતું રહસ્ય
- પોલીસે આત્મહત્યાની ઘટનાને લઈ શરૂ કરી તપાસ
-
અમદાવાદ: કોમ્બિંગ સમયે પોલીસકર્મી પર કાર ચઢાવનાર જમીન દલાલ દંપતીની ધરપકડ
- અમદાવાદ: કોમ્બિંગ સમયે પોલીસકર્મી પર કાર ચઢાવવાનો કેસ
- પોલીસે કારચાલક જમીન દલાલ અને તેની પત્નીની કરી ધરપકડ
- પોલીસે કાળા કાચવાળી SUV કાર પણ કરી કબજે
- ગઇકાલે રાત્રે ચાંદખેડાના તપોવન સર્કલ પાસે બની હતી ઘટના
- SUV ચાલકે નાકાબંધી સમયે પુરપાટ કાર દોડાવી
- કાર રોકવાનો પ્રયાસ કરનાર કોન્સ્ટેબલ ઇજાગ્રસ્ત
- પોલીસે સમગ્ર મામલે ગુનો નોંધી કરી હતી તપાસ
- કોન્સ્ટેબલને જાનથી મારી નાખવાના ઇરાદે કાર ચઢાવ્યાનો આરોપ
- કોન્સ્ટેબલ પર કાર ચઢાવવા વાંકી ચુકી કાર ચલાવ્યાનો આક્ષેપ
-
સુરત : અસામાજિક તત્વોને ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીની ફરી ચેતવણી
- સુરત : અસામાજિક તત્વોને ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીની ફરી ચેતવણી
- ક્રાઇમ બ્રાન્ચના પાંડેસરા યુનિટના લોકાર્પણમાં હર્ષ સંઘવીનું નિવેદન
- હમણાં જે વરઘોડા નીકળે છે તે ખૂબ સારા નીકળે છે : હર્ષ સંઘવી
- પોલીસ ગુનેગારોને શોધી શોધીને તેનો વરઘોડો કાઢી રહી છે : હર્ષ સંઘવી
- ખૂણે ખૂણે આરોપીઓને શોધીને તેનો વરઘોડો કઢાઇ રહ્યો છે : હર્ષ સંઘવી
- આરોપીઓને ચાલવામાં તકલીફ પડવી જ જોઇએ : હર્ષ સંઘવી
- કોઇ નેતાઓ કે સામાજિક આગેવાનો ગુનેગારોની ભલામણ ન કરે : હર્ષ સંઘવી
-
ગીર સોમનાથ: હરિયાણાથી લાવી દારૂની હેરાફેરીનો પર્દાફાશ
- ગીર સોમનાથ: હરિયાણાથી લાવી દારૂની હેરાફેરીનો પર્દાફાશ
- કારમાં દારૂની 120 બોટલ છૂપાવીને વેરાવળ લાવતા 3 લોકો ઝડપાયા
- વેરાવળમાં હિંમત ગાવડિયા નામના શખ્સે દારૂ મંગાવ્યાનો ખુલાસો
- LCBએ 3 લાખ 97 હજારના મુદ્દામાલ સાથે 3 શખ્સની કરી ધરપકડ
- હરિયાણાના કુલવિંદરસિંહ અને હિંમત ગાવડિયાને પકડવાની કાર્યવાહી હાથ ધરી
-
ભરૂચમાં ટ્રાફિકના નિયમોનો ભંગ કરવારા વાહનચાલકો સામે પોલીસે કરી કડક કાર્યવાહી
રાજ્યમાં અવારનવાર જોખમી સવારીના વીડિયો વાયરલ થતા હોય છે. જેને લઈને ટ્રાફિક પોલીસની કાર્યવાહી સામે અનેક સવાલો ઉભા થાય છે. ત્યારે ભરૂચમાં ટ્રાફિકના નિયમોનો ભંગ કરનારા વાહનચાલકો સામે કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. પેસેન્જર વાહનમાં સામાન લોડ કરીને મુસાફરોને જોખમી રીતે બેસાડતા વાહનચાલકો સામે ટ્રાફિક પોલીસે લાલ આંખ કરી. બેદરકારીપૂર્વક વાહનો હંકારતા વાહનચાલકો સામે વાહન ડિટેઈન કરવા સહિત દંડનીય કાર્યવાહી કરવામાં આવી રહી છે.. ઉલ્લેખનીય છે કે અગાઉ છકડા રિક્ષામાં મુસાફરોની જોખમી સવારનો વીડિયો વાયરલ થયો હતો. જે બાદ શાકભાજીના ટેમ્પોમાં જીવના જોખમે ઊંઘતા યુવાનોનો વીડિયો વાયરલ થયા બાદ પોલીસે કાર્યવાહી શરૂ કરી.
-
આણંદ: મહિલા સાથે દુષ્કર્મ કેસમાં ભાજપના કાઉન્સિલરની ધરપકડ
- આણંદ: મહિલા સાથે દુષ્કર્મ કેસમાં ભાજપના કાઉન્સિલરની ધરપકડ
- વોર્ડ નંબર-6ના કાઉન્સિલર દીપુ પ્રજાપતિની વાસદથી ધરપકડ કરાઈ
- મહિલાએ દુષ્કર્મની ફરિયાદ નોંધવાતા આરોપી થયો હતો ફરાર
- ઘરમાં બળજબરીથી ઘૂસીને એક મહિલા સાથે આચર્યું હતું દુષ્કર્મ
- મહિલાનો પતિ આવી જતા થઈ હતી મારામારી
- અગાઉ મારામારી કરનારા 2 લોકોની પોલીસે કરી હતી ધરપકડ
-
ડિસેમ્બરના પ્રારંભે જ ગુજરાતીઓ પર મોંઘવારીનો માર
- ડિસેમ્બરના પ્રારંભે જ ગુજરાતીઓ પર મોંઘવારીનો માર
- ગુજરાત ગેસે CNGના ભાવમાં ફરી કર્યો વધારો
- CNGના ભાવમાં પ્રતિ કિલો 1.50 રૂપિયાનો વધારો
- ભાવવધારા બાદ પ્રતિ કિલો ગેસનો ભાવ 77.76 રૂપિયા
- ગુજરાત ગેસ સાથે સાબરમતી ગેસના CNGમાં પણ વધારો
- ચાલુ વર્ષે ત્રીજી વખત CNGના ભાવમાં વધારો
-
અમદાવાદઃ ખ્યાતિ હોસ્પિટલ કૌભાંડ મામલે મોટો ઘટસ્ફોટ
- અમદાવાદઃ ખ્યાતિ હોસ્પિટલ કૌભાંડ મામલે મોટો ઘટસ્ફોટ
- આરોગ્ય વિભાગના અધિકારીઓની સાથે સાથે વીમા કંપનીઓની ભૂમિકા પણ શંકાસ્પદ
- વીમા કંપનીઓ અને તેમના અધિકારીઓની શરૂ થઈ તપાસ
- મેડિક્લેમને લગતા દસ્તાવેજોની થઈ રહી છે તપાસ
- દર્દીઓના મેડિક્લેમ અંગે કેટલાક અધિકારીઓ રસ લેતા હોવાની માહિતી
- 5 તબીબોની પુછપરછમાં ક્રાઈમ બ્રાંચને લાગી મહત્વની જાણકારી
- આરોગ્ય તેમજ વીમ કંપનીના અધિકારીઓની મિલિભગતથી કૌભાંડ થયું હોવાની શક્યતા
-
રાજ્યમાં નકલીની ભરમાર થતામાં કોંગ્રેસે ઉઠાવ્યો મુદ્દો
- રાજ્યમાં નકલીની ભરમાર થતામાં કોંગ્રેસે ઉઠાવ્યો મુદ્દો
- રાજ્ય સરકાર દ્વારા નકલી મંત્રાલય વિભાગ જાહેર કરવા માગ કરાઈ
- શહેર કોંગ્રેસના પ્રમુખ અતુલ રાજાણીનું નિવેદન
- “નકલી પોલીસ, નકલી ટોલનાકું, નકલી અધિકારીઓ, નકલી તબીબો ઝડપાયા”
- “રાજ્યમાં નકલીઓની ભરમાર હોય તેવું લાગી રહ્યું છે”
- “રાજ્યના મુખ્યપ્રધાન અને PM મોદીને નકલી મંત્રાયલ વિભાગ અંગે લખ્યો પત્ર”
- વિધાનસભામાં પણ આ બાબતે કોંગ્રેસ ઉઠાવશે મુદ્દો
-
સાબરકાંઠા: વિદ્યાર્થિનીઓને આપવાની ભંગાર બનેલી સાયકલને નવી કરવાનો ખેલ
- સાબરકાંઠા: વિદ્યાર્થિનીઓને આપવાની સાયકલ ભંગાર સાયકલને નવી કરવાનો ખેલ
- ઈડરના ગાંઠિયોલમાં ભંગાર સાયકલ પર કલરકામ કરવાનું કામ શરૂ
- મધ્યપ્રદેશથી શ્રમિકો બોલાવી ભંગાર સાયકલને નવી બનાવવાનો અપાયો કોન્ટ્રાક્ટ
- ભંગાર સાયકલને નવો કલર કરી અને સાફ કરીને વિદ્યાર્થિનીઓને પધરાવાશે
- 1300 સાયકલને એક જ સ્થળે નવી બનાવવાનું કરાઈ રહ્યું છે કામ
- એક વર્ષથી તડકા અને ચોમાસામાં ખુલ્લામાં પડી રહેતા સાયકલ થઈ હતી ભંગાર
- વર્ષ 2023માં વિતરણ કરવાની સાયકલ હવે વર્ષ 2024માં કરાશે વિતરણ
-
પાટણ: બાળ તસ્કરી મામલે ઘટસ્ફોટ, વધુ એક દાટેલુ બાળક મળ્યુ
- પાટણ: બાળ તસ્કરી મામલે મોટો ઘટસ્ફોટ
- કામલપુર નજીક વધુ એક દાટેલું બાળક મળી આવ્યું
- બનાસ નદીના પટમાંથી દાટેલ બાળક મળ્યું
- બાળકનું મોત થતાં દાટીને પુરાવાનો કરાયો હતો નાશ
- બાળ તસ્કરીમાં આરોપીઓના એક બાદ એક ચોંકાવનારા ખુલાસા
- SOG, મામલતદાર, પંચો અને આરોપીઓ સાથે રાખીને ઘટનાસ્થળે
-
નવસારીમાં દીપડાના આંટાફેરા વધતા ફેલાયો ફફડાટ
નવસારીમાં ખૌફનો પર્યાય બની રહ્યો છે દીપડો. નવસારી જિલ્લા સહિત સમગ્ર દક્ષિણ ગુજરાતમાં દીપડાઓના આંટાફેરા અને હુમલાથી ફફડાટ ફેલાયો છે. જિલ્લામાં શેરડી અને બાગાયતી પાકનું મોટા પ્રમાણમાં વાવેતર થાય છે. જેને કારણે નવસારીમાં સતત દીપડાઓનો વસવાટ વધી રહ્યો છે. ત્યારે હાલમાં શેરડીની કાપણી સિઝન હોવાથી નવસારીના પૂર્વ પટ્ટીના ગામડાઓ રહેણાંક વિસ્તારમાં દીપડાના આંટાફેરા વધી રહ્યા છે. સોસાયટી અને ઘરની બહાર લગાવવામાં આવેલા CCTV કેમેરામાં દીપડાઓ કેદ થઈ રહ્યા છે.
-
આણંદ : ઉમરેઠમાં ચીફ ઓફિસર પર હુમલો કરનારા 5 વિરુદ્ધ ફરિયાદ દાખલ
- આણંદ : ઉમરેઠમાં ચીફ ઓફિસર પર હુમલાનો મામલો
- 5 હુમલાખોરો વિરૂદ્ધ પોલીસ ફરિયાદ દાખલ
- બિનઅધિકૃત બેનર હટાવવાની કામગીરી દરમિયાન પાલિકાની ટીમ પર થયો હતો હુમલો
- ચીફ ઓફિસર ભારતી સોમાણી અને કર્મચારીઓ પર થયો હતો હુમલો
- પોલીસે હુમલાખોરોને ઝડપી લેવા હાથ ધરી કવાયત
-
સુરેન્દ્રનગર : લખતરમાં મોડી રાત્રે ફાયરિંગની ઘટના
- સુરેન્દ્રનગર : લખતરમાં મોડી રાત્રે ફાયરિંગની ઘટના
- અંગત અદાવતમાં જાહેરમાં 3 રાઉન્ડ ફાયરિંગ કરાયું
- ફાયરિંગમાં યુવકને ગોળી વાગતા હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયો
- લખતર પોલીસે ફાયરિંગની ઘટના મુદ્દે શરૂ કરી તપાસ
- સુરેન્દ્રનગર જિલ્લામાં છાશવારે બની રહી છે ફાયરિંગની ઘટના
-
રાજકોટ : સાંસદ રામ મોકરિયાએ ફરી RMCની કામગીરી સામે ઉઠાવ્યા સવાલો
- રાજકોટ : સાંસદ રામ મોકરિયાએ ફરી RMCની કામગીરી સામે ઉઠાવ્યા સવાલો
- RMCમાં પ્રજાના કામોને ટલ્લે ચડાવે છે અધિકારીઓ : રામ મોકરિયા
- TRP અગ્નિકાંડ પછી અધિકારીઓ નિષ્ક્રિય થઇ ગયા છે : રામ મોકરિયા
- ફરિયાદ અને સંકલનની બેઠકમાં વહીવટી વડા હાજર રહેતા નથી : રામ મોકરિયા
- “RMCના 18 કોમ્યુનિટી હોલમાં ફાયર NOC ન હોવાથી સીલ લાગેલા છે”
- “ગરીબ અને મધ્યમ વર્ગના લોકો ઊંચા ભાડાથી ખાનગી હોલ રાખવા મજબૂર”
-
રાજકોટ: જસદણના આટકોટમાં શંકાસ્પદ બાયોડીઝલનો જથ્થો ઝડપાયો
- રાજકોટ: જસદણના આટકોટમાં શંકાસ્પદ બાયોડીઝલનો જથ્થો ઝડપાયો
- વર્ણીરાજ હોટેલ નજીકથી મોટા પ્રમાણમાં બાયોડીઝલનો જથ્થો જપ્ત
- ગાંધીનગર પુરવઠા વિભાગ, જસદણ પુરવઠા વિભાગ અને પોલીસે પાડ્યા દરોડા
- જમીનમાં અલગ-અલગ ટાંકા બનાવી બાયોડીઝલનું વેચાણનો ખુલાસો
- હાઈવે પર ઓફિસ બનાવી કરતા હતા બાયોડીઝલનું વેચાણ
- ટેન્કર સહિત ઓફિસ સીલ કરી શંકાસ્પદ બાયોડીઝલનો જથ્થો કબજે કરાયો
- પુરવઠા વિભાગ તેમજ આટકોટ પોલીસ દ્વારા આરોપીની શોધખોળ શરૂ
-
અરવલ્લીના મેઘરજમાંથી મળ્યો બાયો મેડિકલ વેસ્ટ
અરવલ્લીના મેઘરજમાંથી મેડિકલ વેસ્ટ મળી આવ્યો છે. ઉપયોગમાં લેવાયેલા ઝેરી ઈન્જેક્શન અને સિરિન્જ મળી આવ્યા છે. જાહેર રોડ પર મેડિકલ વેસ્ટ નાખતા સ્થાનિકોમાં રોષ જોવા મળ્યો છે.
-
બનાસકાંઠા : સામે આવ્યો બાળ તસ્કરીનો કિસ્સો, 30 હજારમાં વેચી દેવાયું હતું નવજાત બાળક
- પાટણ બાદ બનાસકાંઠામાં સામે આવ્યો બાળ તસ્કરીનો કિસ્સો
- ડીસામાં બાળ તસ્કરીની ઘટનામાં એક વર્ષ બાદ પણ કોઇ કાર્યવાહી નહીં
- એક વર્ષ અગાઉ 30 હજારમાં વેચી દેવાયું હતું નવજાત બાળક
- પાલનપુર ચિલ્ડ્રન હોમની મદદથી બાળકને તેની માતાને સોંપાયું
-
દિલ્હી વિધાનસભા ચૂંટણીને લઈને ભાજપના નેતાઓની બેઠક
રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં આગામી વિધાનસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને ભાજપના નેતાઓએ બેઠક યોજી છે.
-
તેલંગાણામાં પોલીસ એન્કાઉન્ટરમાં 7 માઓવાદી માર્યા ગયા
તેલંગાણાના મુલુગુ જિલ્લાના એતુરુનગરમ જંગલ વિસ્તારમાં પોલીસ એન્કાઉન્ટરમાં 7 માઓવાદી માર્યા ગયા. આ માહિતી મુલુગુ જિલ્લાના એસપી ડૉ. શબરીશ દ્વારા આપવામાં આવી છે. વધુ માહિતીની રાહ જોવાઈ રહી છે.
-
PMJAY યોજનાના નિયમોનું ઉલ્લંઘન કરનારી હોસ્પિટલો પર તવાઈ
- PMJAY યોજનાના નિયમોનું ઉલ્લંઘન કરી દર્દીઓ પાસેથી પૈસા લીધા હતા
- મહેસાણા જિલ્લાની 4 હોસ્પિટલને 5 ગણી પેનલ્ટી ભરવા હુકમ
- દર્દીઓ પાસેથી ડિપોઝિટ સહિત ચાર્જ વસૂલ્યો હતો
- ફરિયાદ નિવારણ સમિતિની બેઠકમાં પેનલ્ટીનો હુકમ
- 7 દિવસમાં પેનલ્ટી જમા નહીં કરાવે તો પગલા લેવાશે
-
ગોરખપુરમાં સીએમ યોગીના જાહેર દર્શન, સાંભળી લોકોની ફરિયાદ
ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે ગોરખનાથ મંદિરમાં સાર્વજનિક દર્શન કર્યા હતા. મુખ્યમંત્રીએ લોકોની ફરિયાદો સાંભળી અને અધિકારીઓને તેમના પ્રશ્નોના નિરાકરણ માટે સૂચના પણ આપી છે.
#WATCH | Gorakhpur | Uttar Pradesh CM Yogi Adityanath holds Janta Darshan at Gorakhnath Temple.
The CM listened to the grievances of the people and also gave instructions to the officials to resolve their problems. pic.twitter.com/Y6JPMhZJzI
— ANI (@ANI) December 1, 2024
(Credit Source : ANI)
-
મહારાષ્ટ્રઃ એકનાથ શિંદે આજે સતારાથી મુંબઈ જઈ શકે છે
મહારાષ્ટ્રના કાર્યવાહક મુખ્યમંત્રી એકનાથ શિંદે આજે સતારામાં છે. આજે સાંજ સુધીમાં તે મુંબઈ પહોંચે તેવી શક્યતા છે. શિંદે મંત્રી તરીકે નાણા અને ગૃહ વિભાગની માગ કરી રહ્યા છે. અગાઉની સરકારમાં ગૃહ અને નાણા મંત્રાલય નાયબ મુખ્યમંત્રી પાસે હતું.
-
EDએ આવતા અઠવાડિયે રાજ કુન્દ્રાને પૂછપરછ માટે બોલાવ્યા
એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ પોર્નોગ્રાફી કેસમાં રાજ કુન્દ્રા સહિત તમામ આરોપીઓને આવતા અઠવાડિયે પૂછપરછ માટે બોલાવ્યા છે.
-
દિલ્હીની હવા હજુ પણ ઝેરી, AQI 350થી ઉપર નોંધાયો
દિલ્હીની હવા હજુ પણ ઝેરી છે. CPCB અનુસાર આજે દિલ્હીનો હવા ગુણવત્તા સૂચકાંક 313 છે, જે ગંભીર શ્રેણીમાં આવે છે. દિલ્હીના ઘણા વિસ્તારોનો AQI હજુ પણ 350થી ઉપર છે. આનંદ વિહારમાં 345 AQI, જહાંગીરપુરીમાં 342, મુંડકામાં 363, નેહરુ નગરમાં 347 અને શાદીપુરમાં 369 AQI નોંધાયા છે.
-
ગાંધીનગર : મહાત્મા મંદિર નજીક ત્રણ વાહન વચ્ચે અકસ્માત
- ગાંધીનગરઃ મહાત્મા મંદિર નજીક ત્રણ વાહન વચ્ચે અકસ્માત
- 2 કાર અને સ્કૂટર વચ્ચે થયો અકસ્માત
- અકસ્માતમાં બે લોકોને ઈજા પહોંચી હોવાના અહેવાલ
- અકસ્માતમાં સ્કૂટરનો કચ્ચરઘાણ વળી ગયો
- કારચાલક નશાની હાલતમાં હોવાની આશંકા
-
અમદાવાદ : પોલીસના નાઇટ કોમ્બિંગમાં અનેક લક્ઝુરિયસ કારને દંડ
- પોલીસે 2 કરોડની કિંમતની મેકલરન કારને પણ કરી ડિટેઇન
- મેકલરન કારના અમુક ડોક્યુમેન્ટ ન હોવાથી કરાઇ ડિટેઇન
- સિંધુ ભવન રોડ પર યોજાઇ હતી વાહન ચેકિંગ ડ્રાઇવ
- ફેન્સી નંબર પ્લેટ, બ્લેક ફિલ્મ અને ડોક્યુમેન્ટ મુદ્દે કરાયો દંડ
-
ચેન્નાઈમાં ચક્રવાત ફેંગલને કારણે ભારે પવન અને વરસાદ સાથે હવામાન બદલાયું
ચેન્નાઈ: ચક્રવાત ફેંગલની અસરને કારણે ઘણા દરિયાકાંઠાના વિસ્તારોમાં ભારે પવન અને વરસાદ સાથે હવામાનમાં ફેરફાર જોવા મળ્યો હતો.
#WATCH | Chennai | Due to the impact of cyclone Fengal, many coastal areas witnessed changes in weather with gusty winds and rain. pic.twitter.com/cIpJWOMruQ
— ANI (@ANI) November 30, 2024
(Credit Source : ANI)
-
ખડગે આજે દિલ્હીમાં એક વિશાળ રેલીને સંબોધશે
કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે આજે દિલ્હીમાં એક વિશાળ રેલીમાં પાર્ટીનું બંધારણ બચાવો ના નારા લગાવશે. તે વકફ પ્રોપર્ટી એમેન્ડમેન્ટ બિલનો પણ વિરોધ કરશે અને જાતિની વસ્તી ગણતરીની માંગને આગળ વધારશે.
Published On - Dec 01,2024 7:48 AM