શિયાળામાં એક દિવસમાં કેટલા બાજરીના રોટલા ખવાય ?

30 નવેમ્બર, 2024

શિયાળામાં શરીરને અંદરથી ગરમ રાખવા અને સ્વસ્થ રહેવા માટે પૌષ્ટિક, ગરમ ખોરાક લેવો જોઈએ.

આજે પણ ગામડાઓમાં બાજરાનો રોટલો મોટા પ્રમાણમાં ખવાય છે. તેના પોષક તત્વોની વાત કરીએ તો તેમાં પ્રોટીન, મેગ્નેશિયમ, ફાઈબર, આયર્ન, ઝિંક અને વિટામિન્સ જેવા કે B6, B3, B1, B9 પણ હોય છે.

શિયાળામાં બાજરીનો રોટલો ખોરાકમાં સામેલ કરવો જોઈએ કારણ કે તે ઘણા પોષક તત્વોથી ભરપૂર હોય છે અને તે ગરમ અસર સાથેનું અનાજ પણ છે.

ડો.ભૂષણના કહેવા પ્રમાણે, જો તમે શિયાળામાં તમારા આહારમાં બાજરીનો સમાવેશ કરો છો, તો દરરોજ બે રોટલા ખાઈ શકો છો.

બાજરી એ ગ્લુટેન ફ્રી અનાજ છે, તેથી જે લોકોને ગ્લુટેનના કારણે પાચનની સમસ્યા હોય તેમણે ઘઉંને બદલે બાજરીનો રોટલો ખાવો જોઈએ.

બાજરીનો રોટલો તમને શિયાળા દરમિયાન માત્ર ઠંડા તાપમાનથી બચાવશે નહીં, તે રોગપ્રતિકારક શક્તિને પણ વધારશે, જે તમને વાયરલ રોગોથી બચાવશે.

બાજરીની રોટલી ખાવાથી હૃદયની તંદુરસ્તી જાળવવા, વજન ઘટાડવામાં મદદરૂપ અને બ્લડ સુગરને નિયંત્રણમાં રાખવા જેવા ફાયદા મળે છે.

નોંધ : અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત પાણી જાણકારી માટે છે.