ત્રણ કામ કરનાર વ્યક્તિને નથી જવું પડતું નર્કમાં

30 નવેમ્બર, 2024

શ્રીમદ ભાગવતમાં યમરાજી મહારાજે એક વાત કહી છે.

ભાગવતમાં લખવામાં આવ્યું છે કે દરરોજ આ ત્રણ કામ જો કોઈ વ્યક્તિ દ્વારા કરવામાં આવે તો તેને નર્કનો દરવાજો જોવો પડતો નથી.

જે વ્યક્તિ આખા દિવસમાં 3 વાર ભગવાનનું નામ લેતો હોય.

એટલે કે સવારે ઉઠીને મધ્યાહનમાં અને રાત્રિ દરમ્યાન એમ ત્રણ વાર ભગવાનનું નામ લેવું જોઈએ.

આ દરમ્યાન તમારે આંખ બંધ કરી  ભગવાનનું ધ્યાન કરવાનું છે.

મહત્વનું છે કે ઈન્દ્રેશજી મહારાજે જણાવ્યું કે આ તમામ વાત સાથે આચરણ ની શુદ્ધિ ન ભૂલવી જોઈએ.

તમારો સ્વભાવ, તમારી ક્રિયા તમારું આચરણ આ તમામ વસ્તુ યોગ્ય હોવી જોઈએ.

ઈન્દ્રેશજી મહારાજે કહ્યું કે જો આચરણનું પાલન નહીં કરો તો સ્કૂલ જાઓ પરંતુ ભણશો નહીં એવો ઘાટ સર્જાશે.

એટલે ભક્તિ સાથે તમારા દિવસ દરમ્યાન શિષ્ટાચારનું પાલન કરવું પડશે.

નોંધ : અહીં આપવામાં આવેલી માહિતી ધાર્મિક માન્યતાઓના આધારે ફક્ત આપની જાણકારી માટે છે.