AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Maharashtra News : પાર્કમાં યુવતીની છેડતી પછી કપલ સાથે કરી મારામારી, 8 થી 10 વિધર્મી સગીરોનો Video વાયરલ થતા ખળભળાટ

Maharashtra News : પાર્કમાં યુવતીની છેડતી પછી કપલ સાથે કરી મારામારી, 8 થી 10 વિધર્મી સગીરોનો Video વાયરલ થતા ખળભળાટ

| Updated on: Nov 21, 2026 | 2:27 PM
Share

મુંબઈના કુર્લામાં ફીનિક્સ મોલ નજીક આવેલા મ્યુનિસિપલ પાર્કમાં યુવક-યુવતી સાથે મારામારીની ઘટના સામે આવી છે. પાર્કમાં ફોટોગ્રાફી કરી રહેલા યુવક-યુવતી સાથે 8થી 10 સગીરોએ બોલાચાલી અને ગેરવર્તન કર્યું હોવાનો આરોપ છે. ઘટનાનો વીડિયો વાયરલ થતાં ભાજપના નેતા કિરીટ સોમૈયાએ 'મુસ્લિમ દાદાગીરી' કહી સવાલો ઉઠાવ્યા છે. પોલીસે 8 સગીરોને કસ્ટડીમાં લીધા છે.

મહારાષ્ટ્રના કુર્લામાં ફીનિક્સ મોલ નજીક મારામારી ઘટના સામે આવી છે. કુર્લા ખાતે આવેલા મ્યુનિસિપલ પાર્કમાં ફોટો ખેંચી રહેલા યુવક-યુવતી પર હુમલો કર્યોની ચોંકાવનારી ઘટના સામે આવી છે. જેના કારણે પાર્કમાં અફરાતફરીનો માહોલ પણ સર્જાયો હતો.

8 થી 10 વિધર્મી સગીરોએ કરી યુવતીની છેડતી!

શુક્રવારની સાંજે યુવક અને યુવતી પાર્કમાં ફોટા પાડી રહ્યાં ત્યારે ત્યાં આવેલા 8 થી 10 વિધર્મી સગીરોએ યુવક સાથે અપશબ્દો બોલી બોલાચાલી કરી હતી. આ સમય દરમિયાન સગીરોએ યુવકની સાથે આવેલી યુવતીની છેડતી પણ કરી હોવાનો આરોપ લગાવવામાં આવી રહ્યો છે. સગીરોના ટોળાએ યુવક અને યુવતી સાથે મારામારી પણ કરી હતી.

સોશિયલ મીડિયા પર વાયરલ થયો વીડિયો

ઉલ્લેખનીય છે પાર્કમાં બનેલી આ ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આ ઘટના બની ત્યારે પાર્કમાં હાજર સ્થાનિકો લોકોએ ઘટનાને રેકોડ કરી હતી. ત્યારબાદ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે.

સગીરો સામે BNSની વિવિધ કલમો હેઠળ નોંધાયો ગુનો

મીડિયા અહેવાલો અનુસાર ભાજપના નેતા કિરીટ સોમૈયાએ સોશિયલ મીડિયા પર વીડિયો શેર કરી સવાલ ઉઠાવ્યા છે. તેમજ સગીરો પર સગીરો સામે BNSની વિવિધ કલમો હેઠળ નોંધાયો ગુનો છે. બીજી તરફ, યુવતીની ફરિયાદના આધારે ઘાટકોપર પોલીસે ગુનો નોંધ્યો છે. ફરિયાદ નોંધાતાં જ પોલીસે કાર્યવાહી કરીને આઠ સગીરોને કસ્ટડીમાં લીધા છે. હાલ પોલીસ દ્વારા સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

આ પણ વાંચો : Mumbai Ahmedabad Bullet Train: દેશ માટે આજે મોટો દિવસ, બુલેટ ટ્રેનના હાઇ-સ્પીડ ટ્રેક પર આજથી વીજળી પુરવઠો શરૂ

Follow Us
g clip-path="url(#clip0_868_265)">