રોકાણકારો માટે મોકાનો સમય, શેરબજારમાં Nifty પર આવ્યો મોટો Buy Signal, મોટા ઉછાળાના સંકેત !
નિફ્ટીમાં PSP NURI LINE BREAK ઇન્ડિકેટરે સ્પષ્ટ Buy Signal આપ્યો છે. આ સંકેત મુજબ આગામી દિવસોમાં નિફ્ટીમાં 100 થી 250 પોઈન્ટની તેજી જોવા મળી શકે છે.

નિફ્ટી ઇન્ડેક્સમાં ટ્રેડ કરનારા રોકાણકારો માટે મહત્વના સંકેતો સામે આવ્યા છે. બજારમાં ટેક્નિકલ આધાર પર કામ કરતા PSP NURI LINE BREAK Indicator એ નિફ્ટી પર સ્પષ્ટ Buy Signal આપ્યો છે. આ સંકેત મુજબ આગામી કેટલાક દિવસોમાં નિફ્ટીમાં 100 થી 300 પોઈન્ટ સુધીની તેજી જોવા મળી શકે છે.

મંગળવાર, 30 ડિસેમ્બર 2025ના રોજ બપોરે 2:15 વાગ્યે PSP NURI LINE BREAK Indicator એ નિફ્ટીમાં Buy Signal જનરેટ કર્યો છે. આ સંકેત ટ્રેન્ડમાં ફેરફાર દર્શાવે છે અને બજારમાં નવી ખરીદીની તક સર્જાતી હોવાનું સૂચવે છે.

આ પહેલા, આ જ ઈન્ડિકેટરે 24 ડિસેમ્બર 2025ના રોજ બપોરે 1:15 વાગ્યે નિફ્ટી માટે Sell Signal આપ્યો હતો. તે સમયે નિફ્ટી 26158ના લેવલ પર હતો અને અંદાજ લગાવવામાં આવ્યો હતો કે નિફ્ટી આગામી દિવસોમાં 100 થી 200 પોઈન્ટ સુધી ઘટી શકે છે.

Sell Signal બાદ નિફ્ટી માર્કેટમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો હતો. 24 ડિસેમ્બરથી લઈને આજ સુધી નિફ્ટી અંદાજે 280 પોઈન્ટ સુધી નીચે ગયો, જે PSP NURI Indicatorની વિશ્વસનીયતાને મજબૂત બનાવે છે.

હવે, 24 ડિસેમ્બરના Sell Signal પછી પ્રથમ વખત PSP NURI Indicatorએ 25943.6ના લેવલ પર Buy Signal આપ્યો છે. આ સંકેત મુજબ નિફ્ટી અહીંથી આગામી કેટલાક દિવસોમાં 100 થી 250 પોઈન્ટ સુધી ઊંચકાઈ શકે છે, જેથી ટ્રેડર્સ અને રોકાણકારો માટે સકારાત્મક દૃશ્ય ઊભું થયું છે.(નોંધ: અહીં આપેલી માહિતી માત્ર જાણકારીના હેતુથી આપવામાં આવી છે, અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે બજારમાં રોકાણ બજારના જોખમોને આધીન છે. આથી રોકાણ કરતા પહેલા હંમેશા નિષ્ણાતની સલાહ લો.)
આ બે ગુજરાતી બિઝનેસમેન બન્યા વધુ અમીર, જાણો નામ
