ગરમીમાં ચમકતી ત્વચા માટે કુદરતી ઉપાય: સીઝનલ ફળ-શાકભાજીનું મહત્વ
ગરમીના સમયમાં સીઝનલ ફળ અને શાકભાજીનો યોગ્ય ઉપયોગ શરીરને હાઈડ્રેટ રાખે છે અને ત્વચાને અંદરથી નેચરલ ગ્લો આપે છે.

આજકાલ વધતી ગરમીમાં શરીર સાથે સાથે ત્વચાની કાળજી રાખવી પણ ખૂબ જ જરૂરી બની ગઈ છે. ખાસ કરીને સમર સીઝનમાં ડિહાઇડ્રેશન, ટેનિંગ અને સ્કિન પ્રોબ્લેમ્સ વધી જાય છે. આવી સ્થિતિમાં સીઝનલ ફળ અને શાકભાજી આપણું રક્ષણ કરે છે. કુદરત આપણને દરેક સીઝન મુજબ જરૂરી પોષક તત્વો આપે છે, જે શરીર અને સ્કિનને હેલ્ધી રાખવામાં મદદરૂપ થાય છે.

ગરમીમાં દૂધી એક અત્યંત લાભદાયી શાકભાજી માનવામાં આવે છે. તેમાં પાણીની માત્રા વધુ હોવાને કારણે તે શરીરને ઠંડક આપે છે અને સ્કિનને હાઈડ્રેટ રાખે છે. દૂધીનું નિયમિત સેવન કરવાથી ત્વચા નરમ અને તાજગીભરી રહે છે. સાથે જ તેનું કૂલિંગ ઇફેક્ટ ગરમીમાં પિમ્પલ્સ અને સ્કિન ઈરિટેશનથી પણ બચાવે છે.

કાકડી ગરમીમાં સૌથી વધુ ખવાતું ફળ-શાક છે. તેમાં પાણી અને વિટામિન C ભરપૂર હોય છે, જે ત્વચાને અંદરથી હેલ્ધી બનાવે છે. કાકડી ડાર્ક સર્કલ ઘટાડવામાં પણ મદદ કરે છે. ખાવા ઉપરાંત તેનો રસ પીવાથી અથવા ચહેરા પર લગાવવાથી પણ ત્વચા તાજી રહે છે અને કોલેજન પ્રોડક્શન વધે છે.

ગરમીમાં તળબુચ શરીર માટે ખૂબ જ જરૂરી છે. તે માત્ર પાણીની ઉણપ પૂરી નથી કરતું, પરંતુ ત્વચાને કુદરતી ચમક પણ આપે છે. તેમાં વિટામિન C અને અન્ય પોષક તત્વો હોય છે, જે સ્કિનને ડેમેજથી બચાવે છે અને તેને તાજગીભરી રાખે છે.

લીંબુ વિટામિન Cનું શ્રેષ્ઠ સ્ત્રોત છે. ગરમીમાં લેમન વોટર પીવાથી શરીરને તરત તાજગી મળે છે અને ડિટોક્સ પણ થાય છે. આ સ્કિનને અંદરથી સાફ રાખે છે અને ગ્લો વધારવામાં મદદ કરે છે. જોકે, લીંબુ સીધું સ્કિન પર લગાવતી વખતે સાવચેતી રાખવી જરૂરી છે.

લીચી ગરમીનું લોકપ્રિય ફળ છે, જે મીઠાશ અને રસદાર સ્વાદ માટે જાણીતું છે. તેમાં વિટામિન C સહિત અનેક પોષક તત્વો હોય છે, જે ત્વચાને હેલ્ધી અને ગ્લોઇંગ રાખે છે. નિયમિત લીચી ખાવાથી સ્કિનની ગુણવત્તામાં સુધારો થાય છે.

શિમલા મરચાં ગ્રીન, રેડ અને યેલો ત્રણેય પ્રકારમાં ઉપલબ્ધ હોય છે અને તે સ્કિન માટે ખૂબ ફાયદાકારક છે. તેમાં વિટામિન A, C અને E હોય છે, જે ત્વચાને પોષણ આપે છે અને તેને યુવાન રાખે છે. તેને ડાયટમાં સામેલ કરવાથી સ્કિન ટોન અને ટેક્સચરમાં સુધારો થાય છે.

સીઝનલ ફૂડ હંમેશા તાજું અને પોષક તત્વોથી ભરપૂર હોય છે. તે શરીરને કુદરતી રીતે સીઝન અનુસાર એડજસ્ટ થવામાં મદદ કરે છે. ખાસ કરીને ગરમીમાં પાણીથી ભરપૂર ફળ-શાકભાજી શરીર અને ત્વચાને ડિહાઇડ્રેશનથી બચાવે છે. ગરમીમાં ત્વચાને સ્વસ્થ અને ચમકદાર રાખવા માટે મોંઘા પ્રોડક્ટ્સ નહીં, પરંતુ સીઝનલ ફળ અને શાકભાજી વધારે અસરકારક સાબિત થાય છે. યોગ્ય આહાર અને પૂરતું પાણી લેવાથી તમે નેચરલ રીતે ગ્લો મેળવી શકો છો. તેથી આ સમરમાં તમારી ડાયટમાં આ કુદરતી ખજાનાનો સમાવેશ જરૂર કરો. (All Image Credit- Social Media)
Calorie Burn Exercise: જીમ ગયા વિના કેલરી બર્ન કરો, ઘરે આ 8 કસરતો કરો