Breaking News : દરેક ચોથા બોલ પર છગ્ગો કે ચોગ્ગો ફટકારનાર બેટ્સમેન, IPLના ઈતિહાસમાં તેના જેવો હિટર કોઈ નથી
IPL 2026 28 માર્ચથી શરૂ થઈ રહી છે. આ ટુર્નામેન્ટ શરૂ થાય તે પહેલા અનેક રેકોર્ડ એવા છે જે હજી પણ તથી તૂટ્યા. શું તમે જાણો છો કે IPL મેચોની મિડલ ઓવરમાં દરેક ચોથા બોલ પર બાઉન્ડ્રી મારનાર બેટ્સમેન કોણ છે?

IPL 2026 માં ઘણા બેટ્સમેન છગ્ગા અને ચોગ્ગાની ધમાલ માટે જાણીતા છે. પરંતુ શું તમે જાણો છો કે ટુર્નામેન્ટના ઈતિહાસમાં સૌથી મહાન હિટર કોણ છે? આ બેટ્સમેન મધ્ય ઓવરમાં દરેક ચોથા બોલ પર બાઉન્ડ્રી ફટકારવાનો રેકોર્ડ ધરાવે છે.

આ બેટ્સમેન બીજું કોઈ નહીં પણ વીરેન્દ્ર સેહવાગ છે. તેના નામે મિડલ ઓવરમાં દર ચોથા બોલે છગ્ગા અને ચોગ્ગા ફટકારવાનો રેકોર્ડ છે. સેહવાગે દર 4.02 બોલે એક બાઉન્ડ્રી ફટકારી છે.

સેહવાગ પછી, નિકોલસ પૂરને મધ્ય ઓવરોમાં દર 4.32 બોલમાં બાઉન્ડ્રી ફટકારી છે. આન્દ્રે રસેલે દર 4.37 બોલમાં બાઉન્ડ્રી ફટકારી છે. શેન વોટસને મિડલ ઓવરોમાં દર 4.63 બોલમાં ચોગ્ગા અને છગ્ગા ફટકાર્યા છે.

RCB નો કેપ્ટન રજત પાટીદાર મિડલ ઓવરોમાં દર 5.02 બોલ પર ફોર કે સિક્સર ફટકારે છે.

ટીમ ઈન્ડિયાનો T20 કેપ્ટન સૂર્યકુમાર યાદવ IPLમાં દર 5.25 બોલમાં અને રિષભ પંત મિડલ ઓવરોમાં દર 5.52 બોલમાં બાઉન્ડ્રી ફટકારે છે. (PC-PTI)
Breaking News : વૈભવ સૂર્યવંશીથી દૂર રહો… IPL 2026 પહેલા રાજસ્થાન રોયલ્સના કેપ્ટન રિયાન પરાગે આવું કેમ કહ્યું?
