AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ઇન્સ્યોરન્સ લેતા પહેલા ચેતી જજો ! આ 10 કંપનીઓ સામે ગ્રાહકોનો ફૂટ્યો ગુસ્સો, સંસદમાં વીમા કંપનીઓની પોલ ખુલી

શું તમે જાણો છો કે, તમારી વીમા પોલિસી મુશ્કેલ સમયમાં ખરેખર કામ આવશે કે નહીં? આપણે બધા ભવિષ્ય સુરક્ષિત કરવા માટે વીમો લઈએ છીએ પરંતુ તાજેતરમાં સંસદમાં રજૂ થયેલા આંકડા કંઈક અલગ જ વાર્તા કહી રહ્યા છે.

| Updated on: Mar 20, 2026 | 7:14 PM
Share
સરકાર દેશના વધુને વધુ નાગરિકોને વીમા (ઇન્સ્યોરન્સ) ના દાયરામાં લાવવાના પ્રયાસો કરી રહી છે. બીજી તરફ જેમણે વીમો લીધો છે, તેઓ પોતાની વીમા કંપનીઓથી પરેશાન છે. નાણા મંત્રાલયે મંગળવારે સંસદમાં વીમાને લગતી ફરિયાદો અંગે ખૂબ જ મહત્વપૂર્ણ માહિતી અને આંકડા શેર કર્યા હતા. નાણાકીય વર્ષ 2022-23, વર્ષ 2023-24 અને વર્ષ 2024-25માં સૌથી વધુ ગ્રાહકોએ પોતાની ફરિયાદમાં જણાવ્યું હતું કે, તેમની વીમા કંપની ક્લેમ (દાવો) સેટલ કરી રહી નથી.

1 / 5
Insurance Regulatory and Development Authority of India (IRDAI) ના આંકડાઓને ટાંકીને, નાણા રાજ્ય મંત્રી પંકજ ચૌધરીએ જણાવ્યું હતું કે, નાણાકીય વર્ષ 2024-25 માં વીમા કંપનીઓ સામે કુલ 2,57,790 ફરિયાદો નોંધાઈ હતી, જે નાણાકીય વર્ષ 2023-24 માં 2,15,569 અને નાણાકીય વર્ષ 2022-23 માં 2,02,640 હતી.

2 / 5
એક અહેવાલ મુજબ, રાજ્યસભામાં સાંસદ સભ્ય મેધા વિશ્રામ કુલકર્ણી દ્વારા પૂછવામાં આવેલા પ્રશ્નનો જવાબ આપતા પંકજ ચૌધરીએ જણાવ્યું હતું કે, પોલિસીધારકો દ્વારા IRDAI માં વીમાને લગતી ફરિયાદો નોંધાવવાના બીજા 4 મુખ્ય કારણોમાં "કોઈ કારણ આપ્યા વિના ક્લેમ નકારવો, સર્વાઈવલ બેનિફિટ (જીવન લાભ) ની ચુકવણી ન કરવી, મેચ્યોરિટી બેનિફિટ (પરિપક્વતા લાભ) ની ચુકવણી ન કરવી અને અંદાજિત નુકસાન તથા વીમા કંપની દ્વારા નક્કી કરાયેલી રકમ" વચ્ચેનો તફાવત છે.

3 / 5
નાણાકીય વર્ષ 2024-25 માં LIC સામે સૌથી વધુ ફરિયાદો જોવા મળી હતી, જ્યારે આ બાબતે બીજા સ્થાને સ્ટાર હેલ્થ એન્ડ અલાઈડ ઇન્સ્યોરન્સ કંપની લિમિટેડનું નામ છે. નાણાકીય વર્ષ 2024-25 દરમિયાન વીમા કંપનીઓ સામે મળેલી ફરિયાદોના આંકડા મુજબ, એલઆઈસી (LIC) સૌથી વધુ 74,104 ફરિયાદો સાથે પ્રથમ ક્રમે છે. ત્યારબાદ સ્ટાર હેલ્થ એન્ડ અલાઈડ ઇન્સ્યોરન્સ કંપની સામે 20,527 અને નેશનલ ઇન્સ્યોરન્સ કંપની લિમિટેડ સામે 12,859 ફરિયાદો નોંધાઈ છે. કેર હેલ્થ ઇન્સ્યોરન્સ અને યુનાઈટેડ ઈન્ડિયા ઇન્સ્યોરન્સ બંનેએ પણ 10,000 થી વધુ ફરિયાદોનો આંકડો વટાવ્યો છે, જે અનુક્રમે 10,281 અને 10,126 છે.

4 / 5
આ યાદીમાં આગળ વધતા, નીવા બુપા હેલ્થ ઇન્સ્યોરન્સ (7,970), આઈસીઆઈસીઆઈ લોમ્બાર્ડ જનરલ ઇન્સ્યોરન્સ (7,781) અને ધ ન્યૂ ઈન્ડિયા એશ્યોરન્સ કંપની (7,768) સામે પણ નોંધપાત્ર ફરિયાદો મળી છે. છેલ્લે, એચડીએફસી એર્ગો જનરલ ઇન્સ્યોરન્સ 7,326 ફરિયાદો સાથે નવમા ક્રમે અને ધ ઓરિએન્ટલ ઇન્સ્યોરન્સ કંપની 6,854 ફરિયાદો સાથે દસમા ક્રમે રહી છે.

5 / 5

આ પણ વાંચો: નોકરિયાત વર્ગ માટે ખુશખબર… એક પણ રૂપિયો ખર્ચ્યા વગર મેળવો 7 લાખનો વીમો, તમારા પરિવારને મુશ્કેલીમાં સાથ આપશે આ ‘સ્કીમ’

Follow Us
વડોદરામાં ડભોઈમાં ભારે વરસાદ, ઢાઢર નદીના પૂરથી 10 ગામમાં તારાજી- Video

ડીસામાં ભારે વરસાદ બાદ ખેતરો જળમગ્ન, પાક બર્બાદ થવાની ભીતિ

દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છમાં ધોધમાર વરસાદથી જનજીવન પ્રભાવિત

જપ-તપ, શક્તિ-ભક્તિ અને સનાતનની શક્તિ સામે વનનો રાજા પણ થઈ જાય નતમસ્તક

નવસારીમાં બિલીમોરા નજીક પૂરથી હાઈ ટેન્શન ટાવર નમ્યો, વીજ પુરવઠા પર અસર

ગુજરાત માટે રાહતના સમાચાર, સરદાર સરોવર ડેમની જળસપાટી 131 મીટરને પાર

વડોદરામાં ચાર મહિનામાં જ તૂટી નવી કેનાલ, ખેડૂતોના પાકને ભારે નુકસાન...

ટ્રેનમાં મહિલાની બેગમાંથી ચોરે નજર સામે જ મોબાઈલ ઉપાડ્યો ! Video

મોરબીમાં ભારે વરસાદનો કહેર! NDRF-SDRFએ 50થી વધુ લોકોનું કર્યુ રેસ્ક્યુ

રાજકોટના જળબંબાકાર; વોકળા પર દબાણના કારણે મકાનોમાં ઘૂસ્યા પાણી! Video

g clip-path="url(#clip0_868_265)">