Breaking News : હજુ પણ માવઠાથી નહીં મળે રાહત! 5 દિવસમાં જોવા મળશે બીજો રાઉન્ડ, અંબાલાલ પટેલે કરી આગાહી
માવઠાથી હાલત સુધરવાની જગ્યાએ વધુ બગડવાની સંભાવના વ્યક્ત થઈ રહી છે. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરી છે કે આગામી 5 દિવસમાં માવઠાનો બીજો રાઉન્ડ જોવા મળી શકે છે, જેના કારણે ખેડૂતો અને સામાન્ય જનજીવન પર વધુ અસર પડી શકે છે.
અંબાલાલ પટેલ ગુજરાતના જાણીતા હવામાન નિષ્ણાત છે, જેઓ તેમની સચોટ અને દેશી પદ્ધતિથી કરવામાં આવતી હવામાનની આગાહીઓ માટે પ્રખ્યાત છે. તેઓ નક્ષત્રો, પવનની દિશા અને અન્ય કુદરતી સંકેતોના આધારે વરસાદ, ઠંડી અને ગરમીનું વિશ્લેષણ કરે છે. તાજેતરમાં ગુજરાતમાં જે માવઠું થયુ તેની આગાહી પણ અંબાલાલ પટેલે કરી હતી. હવે તેમની વધુ એક આગાહી સામે આવી છે.
મુસીબતના માવઠા બાદ વધુ એક આગાહી
હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે માર્ચના અંતિમ અઠવાડિયામાં પશ્ચિમી વિક્ષોપને કારણે હવામાન સતત અનિશ્ચિત રહેવાની આગાહી કરી છે. તેઓ કહે છે કે 25થી 28 માર્ચ દરમિયાન વાતાવરણ વાદળછાયું રહી શકે છે અને વરસાદની શક્યતા છે. હાલ, માત્ર 2 દિવસના માવઠાથી ખેડૂતોની હાલત કફોડી બની ગઈ છે, જેના કારણે પાક અને ખેતી કાર્ય પર અસર થઈ રહી છે. ત્યારે અંબાલાલે કરેલી ફરી માવઠાની આગાહીએ લોકોમાં ચિંતા જગાવી છે.
આ સાથે હવામાન નિષ્ણાતે એ પણ સૂચવ્યું છે કે મધ્ય એપ્રિલથી પ્રિ-મોન્સૂન એક્ટિવિટી શરૂ થઈ શકે છે. આગામી અખાત્રીજ આસપાસ વરસાદ થવાની શક્યતા છે, જે ખેડૂતો અને પાણી સંબંધી કાર્ય માટે મહત્વપૂર્ણ બની શકે છે.હવામાન વિભાગ અને નિષ્ણાતો ખેડૂતોને સાવચેતી રાખવા અને જમીન, પાક અને સિંચાઈ સંબંધિત આયોજન સમયસર કરવા સલાહ આપી રહ્યા છે, જેથી આ અસ્થિર માવઠા અને આગાહી અનુસાર નુકસાન ઓછું થઈ શકે.
તાજેતરમાં કરી હતી માવઠાની આગાહી
મહત્વનું છે કે તાજેતરમાં અંબાલાલ પટેલે માર્ચ મહિનામાં માવઠાંની અને માર્ચ 18 બાદ રાજ્યમાં આકરી ગરમી પડવાની શક્યતા પણ તેમણે વ્યક્ત કરી હતી. જે પછી માર્ચના અંતમાં ગુજરાતના વિવિધ ભાગોમાં કમોસમી વરસાદ અને વાવાઝોડાની આગાહી કરી છે. તેમણે મે 25 થી જૂન 4 દરમિયાન પણ કેટલાક ભાગોમાં વરસાદની શક્યતા દર્શાવી છે.
આ પણ વાંચો- Breaking news: સુરતમાં નકલી યોગ ગુરૂ ‘પ્રદીપ પ્રકરણ’માં નવો વળાંક! આસ્થાના નામે લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડાં, બનાવ્યો હતો ઓપરેશન રુમ
પૂર્વ ક્રિકેટર યુસુફ પઠાણનો વડોદરાના જમીન વિવાદ મામલે હાઈકોર્ટમાં
રાજકોટ મેયર પદની રેસ તેજ, સંભવિત નામો અને જ્ઞાતિગત સમીકરણો ચર્ચામાં
અમદાવાદના મેયર કોણ બનશે? કયા પ્રમુખ નામો હાલ ચર્ચામાં
કિર્તીદાન ગઢવીની મુશ્કેલી વધી: માર મારવાના આક્ષેપમાં હાઇકોર્ટની નોટિસ
