શું તમે પણ નવી કાર લેવાનું વિચારી રહ્યા છો ? ટેક્સથી લઈને લોન સુધી… આ એક નિર્ણયથી કરો ‘મોટી બચત’
બધાનું સપનું હોય છે કે, આંગણે એક સુંદર નવી કાર હોય પણ શું તમે ક્યારેય વિચાર્યું છે કે, કાર કોના નામે ખરીદવી જોઈએ? મોટાભાગના લોકો આ બાબતે બહુ વિચારતા નથી. એવામાં જો તમે તમારી નવી ગાડી આ વ્યક્તિના નામે રજિસ્ટર કરાવો છો, તો તમને એવા ફાયદા મળી શકે છે કે, જેની તમે કલ્પના પણ નહીં કરી હોય.

જો તમે તમારી પત્નીના નામે કાર ખરીદો છો, તો તે તમારા માટે એક સમજદારી ભર્યો નિર્ણય સાબિત થઈ શકે છે. એવામાં ચાલો જાણીએ કે, પત્નીના નામે કાર ખરીદવાથી તમે કઈ રીતે તમારા પૈસા બચાવી શકો છો?

કોઈપણ પરિવાર માટે કાર ખરીદવી એ એક મોટું સપનું હોય છે પરંતુ શું તમે જાણો છો કે, કાર ખરીદવાનો તમારો આ નિર્ણય ખિસ્સા પર પડતા બોજને ઘણો ઓછો કરી શકે છે? હા, જો તમે તમારી નવી કાર તમારી પત્નીના નામે રજીસ્ટર કરાવો છો, તો આ ચાર રીતે તમે મોટી બચત કરી શકો છો. આ રીત માત્ર ખર્ચ જ નથી ઘટાડતી પરંતુ મહિલાઓને આર્થિક રીતે મજબૂત બનાવવામાં પણ મદદ કરે છે.

રોડ ટેક્સમાં છૂટ: પત્નીના નામે કાર ખરીદવાનો પહેલો મોટો ફાયદો રોડ ટેક્સમાં મળતી રાહત છે. જો તમે ભારતના અલગ-અલગ રાજ્યમાં પત્નીના નામે કારનું રજીસ્ટ્રેશન કરાવો છો, તો 2% થી 10% સુધી ઓછો ટેક્સ લાગે છે. ટૂંકમાં, આ દરેક રાજ્યની પોલિસી પર નિર્ભર કરે છે. આનાથી કારની કુલ કિંમતમાં લગભગ હજારો રૂપિયાની બચત થઈ શકે છે.

વ્યાજ દરમાં રાહત: બીજો મોટો ફાયદો એ છે કે, જો તમે પત્નીના નામે કાર લોન લો છો, તો વ્યાજ દર પણ ઓછો મળી શકે છે. બેંક અને ફાયનાન્સ કંપનીઓ મહિલાઓને 0.25% થી 0.50% સુધી ઓછા વ્યાજ દરે લોન આપે છે. લાંબાગાળે આનાથી ઘણા પૈસા બચી શકે છે, ખાસ કરીને જો લોનની રકમ મોટી હોય.

ઇન્કમ ટેક્સમાં લાભ: ત્રીજો ફાયદો ઇન્કમ ટેક્સમાં મળતી છૂટ છે. જો પત્નીના નામે લોન લેવામાં આવે અને તેમની પોતાની આવક પણ હોય, તો લોનના મુદ્દલ અને વ્યાજ બંને પર ટેક્સ બેનિફિટ લઈ શકાય છે. આનાથી કુલ ટેક્સ ઓછો થાય છે અને બચત વધે છે.

સસ્તું ઇન્શ્યોરન્સ પ્રીમિયમ: આ સિવાય ઇન્શ્યોરન્સ પ્રીમિયમ પણ સસ્તું મળી શકે છે. ઘણી વીમા કંપનીઓ મહિલાઓને ઓછા પ્રીમિયમ પર પોલિસી આપે છે, કારણ કે આંકડા મુજબ મહિલાઓ દ્વારા થતા અકસ્માતનું પ્રમાણ ઓછું હોય છે. આનાથી 5% થી 10% સુધીની બચત થઈ શકે છે.
KNK Mini Bike: 40 વર્ષ બાદ ‘મંકી બાઈક’ની વાપસી, 50 હજારની આસપાસ લોન્ચ થયું મિની રૉકેટ
