AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

સોના-ચાંદીના રોકાણકારોના ‘જીવ અધ્ધર’, આખરે કેમ તૂટી રહ્યા છે ‘કિંમતી ધાતુ’ના ભાવ?

સોનું હંમેશા રોકાણ માટે સૌથી સુરક્ષિત માનવામાં આવે છે પણ અત્યારે સોનાના બજારમાં કંઈક એવું બની રહ્યું છે કે, જેણે રોકાણકારોના જીવ અધ્ધર કરી દીધા છે. એક તરફ દુનિયામાં તણાવ વધી રહ્યો છે અને બીજી તરફ સોનાની ચમક અચાનક ફીકી પડી રહી છે. એવામાં સવાલ એ છે કે, આખરે કેમ તૂટી રહ્યા છે આ 'કિંમતી ધાતુ'ના ભાવ?

| Updated on: Mar 21, 2026 | 3:45 PM
Share
સોના માટે આ વર્ષ 1983 પછીનું સૌથી ખરાબ અઠવાડિયું રહ્યું છે. સપ્તાહના છેલ્લા દિવસે ડોલર અને બોન્ડ યીલ્ડમાં ઉછાળો આવવાને કારણે સોનાના ભાવમાં 2.1 ટકાનો ઘટાડો નોંધાયો હતો. અમેરિકા મધ્ય પૂર્વમાં ત્રણ યુદ્ધ જહાજ અને હજારો સૈનિકો મોકલી રહ્યું છે, તેવા સમાચારની અસર ઘણા એસેટ્સ પર પડી છે. બીજી તરફ, ટ્રેડર્સને હવે ઓક્ટોબર સુધી અમેરિકામાં વ્યાજ દર વધવાની આશા છે, કારણ કે મધ્ય પૂર્વના યુદ્ધને લીધે વિશ્વમાં મોંઘવારી (Inflation) વધવાનો ડર છે.

1 / 6
સામાન્ય રીતે સોનાને રોકાણ માટે સૌથી સુરક્ષિત માનવામાં આવે છે પરંતુ 28 ફેબ્રુઆરીએ મધ્ય પૂર્વમાં લડાઈ શરૂ થયા પછી સોના અને ચાંદીમાં નરમાઈ જોવા મળી છે. આ માટે અમેરિકી બોન્ડ યીલ્ડમાં ઉછાળો અને અમેરિકી ડોલરમાં મજબૂતી જવાબદાર છે. ડોલર મજબૂત થવાને કારણે બીજી કરન્સીમાં સોનું ખરીદવું મોંઘું બને છે, જેનાથી સોનાની ચમક ફીકી પડી જાય છે.

2 / 6
મધ્ય પૂર્વમાં યુદ્ધ શરૂ થયા પછી સોનામાં જે પ્રકારનો ઘટાડો જોવા મળી રહ્યો છે, તે વર્ષ 2022ની યાદ અપાવે છે. તે સમયે યુક્રેન પર રશિયાના હુમલાથી એનર્જીના ભાવમાં ઉછાળો આવ્યો હતો અને તેની અસર વિશ્વભરના બજારો પર પડી હતી. વર્ષ 2022માં ઓક્ટોબર સુધી બુલિયન (સોના-ચાંદી) ની કિંમતોમાં ઘટાડો જોવા મળ્યો હતો, જે સોનામાં ઘટાડાનો આ સૌથી લાંબો દોર હતો. સોના-ચાંદીમાં ઘટાડાની અસર Gold અને Silver ETF પર પણ પડી રહી છે, જ્યાં રોકાણકારો સતત ત્રીજા અઠવાડિયે નાણાં પાછા ખેંચી રહ્યા છે.

3 / 6
તાજેતરના ઘટાડા છતાં, આ વર્ષે સોનાના ભાવમાં લગભગ 5 ટકાનો વધારો થયો છે. આ વર્ષે જાન્યુઆરીના અંતમાં, સોનાના ભાવ પ્રતિ બેરલ $5,600 ની રેકોર્ડ ઊંચી સપાટીએ પહોંચ્યા. મીડિયા રિપોર્ટ્સ અનુસાર,  આ ઉછાળો રોકાણકારોના રસ, કેન્દ્રીય બેંકો દ્વારા ખરીદી અને યુએસ ફેડરલ રિઝર્વની સ્વતંત્રતા પરના ભયને કારણે થયો હતો.

4 / 6
કોમોડિટી એનાલિસ્ટ અનુજ ગુપ્તાના જણાવ્યા અનુસાર, મધ્ય પૂર્વમાં લડાઈ શરૂ થયા પછી સોનાની કિંમતોનો ટ્રેન્ડ નબળો રહ્યો છે. આનું મુખ્ય કારણ મોંઘવારી વધવાનો ડર છે. કેન્દ્રીય બેંકો માટે મોંઘવારી પર કાબૂ મેળવવો મુશ્કેલ બની શકે છે, જેના કારણે તેઓ વ્યાજ દર વધારવા મજબૂર થઈ શકે છે. એવામાં જ્યારે વ્યાજ દર વધે છે, ત્યારે સોનાની માંગ ઘટે છે, કારણ કે સોના પર કોઈ વ્યાજ મળતું નથી.

5 / 6
જેપી મોર્ગન ચેઝ એન્ડ કંપનીના ભૂતપૂર્વ ટ્રેડર રોબર્ટ ગોટલીબ કહે છે, "અત્યારે ઘટાડા પર સોનું ન ખરીદો. અત્યારે કિંમતોમાં ખૂબ જ ઉતાર-ચઢાવ છે. બીજું કે, જ્યાં સુધી સોનામાં સ્થિરતા નહીં આવે અને કિંમતોમાં 'કન્સોલિડેશન' શરૂ નહીં થાય, ત્યાં સુધી વેચવાલી ચાલુ રહી શકે છે." સોના અને ચાંદીમાં આવેલા આ ઘટાડાએ કિંમતી ધાતુઓના રોકાણકારોને નિરાશ કર્યા છે.

6 / 6

Breaking News: અમેરિકાના આ એક નિર્ણયથી ગ્લોબલ માર્કેટમાં આવશે ’14 કરોડ બેરલ તેલ’, શું હવે ઈંધણના વધતા ભાવ પર લાગશે ‘બ્રેક’?

Follow Us
રાજકોટના સનાળી ગામે ભારે પવનથી ચાર વીજ પોલ ધરાશાયી

ધોળકામાં હેવાન શિક્ષકે વિદ્યાર્થી સાથે આચર્યુ સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય

ઈડરમાં મૈત્રી કરાર કરનાર યુવકને બની બેસેલા ઠેકેદારોએ આપી તાલિબાની સજા

NEET પરીક્ષાને લઈ વડોદરામાં લોખંડી બંદોબસ્ત: 17 કેન્દ્રો પર મોકડ્રીલ

Breaking News : રાજકોટના વિંછીયા પંથકમાં ધોધમાર વરસાદ

અમરેલી અને બાબરામાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી, ખેડૂતોમાં ખુશી

અમદાવાદમા કફ સિરપથી નશાનો નવો ટ્રેન્ડ અટલ બ્રિજ પાસે ખાલી બોટલોના ઢગલા

ફાયર NOC વગર ચાલતી 37 હોટલ પર તૂટી પડ્યું 'તંત્ર', 4 ને લાગ્યા 'તાળાં'

હજારો લોકો દૂષિત પાણી પીવા મજબૂર, મહિલાઓએ ઉપાડ્યો મોરચો

ઉદ્ઘાટન નથી થયું ને રોડ બિસમાર થયો, જવાબદારો સામે કાર્યવાહી ક્યારે?

g clip-path="url(#clip0_868_265)">