બેગ, જેકેટ કે પેન્ટની ચેઈન જામ થઈ ગઈ છે? તો આ સરળ રીતથી મીનિટોમાં કરો ઠીક
જો તમારી પણ બેગ, પેન્ટ કે જેકેટ પરની ઝિપ જામ થઈ ગયું હોય અથવા બરોબર કામ નથી કરી રહ્યુ, તો અમે આજે અહીં કેટલાક ઘરેલું ઉપાયો શેર કરવા માટે છીએ જે તમને ઝિપની સમસ્યાને ખૂબ જ સરળતાથી ઠીક કરવામાં મદદ કરશે.

બેગથી, જેકેટ કે પેન્ટની ચેઈન ઘણીવાર અટકી જાય છે, ત્યારે જો તેને જોરથી ખેંચો તે તો તૂટી જાય છે કે પછી ખરાબ થઈ જાય છે. ત્યારે જો તમારી સાથે પણ ઘણીવાર આમ થતુ હોય તો અમે તમારા માટે કેટલીક દેશી રીત લઈને આવ્યા છે. જેનાથી તમારી અટકી ગયેલી ચેઈન સ્મુથલી કામ કરવા લાગશે. (ફોટો ક્રેડિટ- સોશિયલ મીડિયા)

જો તમારી પણ બેગ, પેન્ટ કે જેકેટ પરની ઝિપ જામ થઈ ગયું હોય અથવા બરોબર કામ નથી કરી રહ્યુ, તો અમે આજે અહીં કેટલાક ઘરેલું ઉપાયો શેર કરવા માટે છીએ જે તમને ઝિપની સમસ્યાને ખૂબ જ સરળતાથી ઠીક કરવામાં મદદ કરશે. (ફોટો ક્રેડિટ- સોશિયલ મીડિયા)

મીણ ઘસો: મીણ ઘસવું એ એક સૌથી જૂની પદ્ધતિ છે. જો તમારી બેગ કે કપડાં પરનું ઝિપર જામ થઈ ગયું હોય, તો ફક્ત ચેઈન અને તેની ફરતે મીણ લગાવો, આમ કર્યા બાદ ચેઈનને હળવેથી ખોલવા અને બંધ કરવાનો ટ્રાય કરો આમ 2 3 વાર કરતા તમારી ઝિપની સમસ્યા ઠીક થઈ જશે. (ફોટો ક્રેડિટ- સોશિયલ મીડિયા)

સાબુ લગાવો: તમે અટકી ગયેલ ચેઈનને ઠીક કરવા માટે સાબુનો પણ ઉપયોગ કરી શકો છો. ઝિપર પર સાબુ ઘસીને, તમે તમારી બેગને 2 3 વાર ખોલવા વાસવાનો ટ્રાય કરશો કે તરત જ તમારી ચેઈન ફરીથી પહેલાની જેમ કામ કરવા લાગશે. (ફોટો ક્રેડિટ- સોશિયલ મીડિયા)

નાળિયેરનું તેલ લગાવો: જો તમારી બેગ કે જેકેટ પરનું ઝિપ યોગ્ય રીતે બંધ ન થઈ રહ્યું હોય - અથવા ખુલતું ન હોય, તો ઝિપ પર હાથથી નાળિયેરનું તેલ લગાવો, આમ કરવાથી ઝિપર ઠીક થઈ જશે. (ફોટો ક્રેડિટ- સોશિયલ મીડિયા)

વેસેલિનનો ઉપયોગ: વેસેલિનમાં ખાસ કરીને પેટ્રોલિયમ જેવી સૌથી વધારે અસરકાર છે. તમારા પેન્ટ કે બેગની ખરાબ થયેલ ચેઈન પર થોડુ વેસેલીન લાગવી, હળવા હાથે ચેઈન ખોલવા વાસવાથી તે ઠીક થઈ જશે. આ 4 રીત સૌથી સરળ અને મીનિટોમાં જ તમારી ચેઈનને ઠીક કરી શકે તેમ છે. (ફોટો ક્રેડિટ- સોશિયલ મીડિયા)
માથુ ધોયા પહેલા કે પછી, વાળમાં તેલ લગાવવાનો યોગ્ય સમય કયો? મોટાભાગના લોકો કરે છે ભૂલ, આ સ્ટોરી વાંચવા અહીં ક્લિક કરો
