અમદાવાદની મયૂર ડાયકેમમાં ઈન્કમ ટેક્સ વિભાગના દરોડા, 20 સ્થળો પર તપાસ હાથ ધરી
મળતી માહિતી મુજબ મયૂર ડાયકેમની ઓફિસ અને ફેક્ટરી ખાતે ઈન્કમ ટેક્સ વિભાગની ટીમ ત્રાટકી હતી. અને તપાસ હાથ ધરી હતી. મળતી માહિતી મુજબ ઓફિસ અને ફેક્ટરી સિવાય માલિક અને ભાગીદારોના નિવાસ્થાને પણ પોલીસ દ્વારા સઘન તપાસ કરવામાં આવી હતી.
અમદાવાદમાં ઈન્કમ ટેક્સના દરોડા પડ્યા હોવાની માહિતી મળી રહી છે. મળતી માહિતી મુજબ મયૂર ડાયકેમમાં ઈન્કમ ટેક્સ વિભાગે કાર્યવાહી કરીને વટવાની મયુર ડાયકેર ઓફિસ અને ફેક્ટરીમાં દરોડા પાડ્યા હતા. ઓફિસના માલિક મયુર પટેલ અને ભાગીદારોને ત્યાં પણ ITની ટીમોની તપાસ હાથ ધરી હતી.
મયૂર ડાયકેમની ઓફિસમાં ઈન્કમ ટેક્સના દરોડા
મળતી માહિતી મુજબ મયૂર ડાયકેમની ઓફિસ અને ફેક્ટરી ખાતે ઈન્કમ ટેક્સ વિભાગની ટીમ ત્રાટકી હતી. અને તપાસ હાથ ધરી હતી. મળતી માહિતી મુજબ ઓફિસ અને ફેક્ટરી સિવાય માલિક અને ભાગીદારોના નિવાસસ્થાને પણ પોલીસ દ્વારા સઘન તપાસ કરવામાં આવી હતી. સોલા ખાતેના બન્ને ભાગીદારોના નિવાસ્થાન સહિતના સ્થળો પર દરોડા પાડવામાં આવ્યા હતા. લગભગ 20 જેટલા સ્થળોએ તપાસ હાથ ધરી હતી.
કંપનીની પાર્ટનરના ઘર પર પણ દરોડા
વહેલી સવારથી જ ત્રાટકેલી ઈન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટની ટીમે મયૂર ડાયકેમમાં તપાસ હાથ ધરી છે, તેમની સાથે અમદાવાદ પોલીસની ટીમ પણ હાજર રહી હતી. ત્યારે અધિકારીઓ દ્વારા તમામા પુરાવા પણ એકત્રીક કરવામાં આવ્યા છે. આ સાથે લોકર, બેંક અકાઉન્ટ સહિતની તમામ ડિઝિટલ પુરાવાની પણ તપાસ કરવામાં આવશે. હાલ અધિકારીઓની ટીમ અલગ અલગ સ્થળો પર તપાસ કરી રહી છે.
20 જેટલા સ્થળો પર ઈન્કમ ટેક્સ વિભાગે તપાસ હાથ ધરી
ઈન્કમ ટેક્સ વિભાગ દ્વારા હાથ ધરાયેલી આ કાર્યવાહી પાછળ નાણાકીય ગડબડી અને કરચોરીના મુદ્દાઓની શંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. સૂત્રો મુજબ, કંપનીના ટ્રાન્ઝેક્શન અને એકાઉન્ટ્સ પર નજર રાખવામાં આવી રહી છે, જેના આધારે આ દરોડાની કાર્યવાહી હાથ ધરાઈ છે. અધિકારીઓ દ્વારા કંપનીના નાણાકીય દસ્તાવેજો, બિલિંગ રેકોર્ડ અને રોકડ વ્યવહારોની વિગતવાર ચકાસણી કરવામાં આવી રહી છે.
