Samsungની બાદશાહત ખતરામાં ! Apple લાવી રહ્યો ફોલ્ડેબલ iPhone
રિપોર્ટ અનુસાર, આઇફોન 18 પ્રો અને આઇફોન 18 પ્રો મેક્સ 2026ના સપ્ટેમ્બર અને નવેમ્બર વચ્ચે લોન્ચ થઈ શકે છે. આ સમય દરમિયાન એપલનો પહેલો ફોલ્ડેબલ આઇફોન પણ રજૂ કરી શકાય છે. આ એપલ માટે એક મોટો હાર્ડવેર ફેરફાર માનવામાં આવે છે, કારણ કે કંપની પહેલીવાર ફોલ્ડેબલ ડિવાઇસ રજૂ કરશે.

એપલ આગામી વર્ષોમાં તેની લોન્ચ વ્યૂહરચનામાં મોટો ફેરફાર કરવા માટે તૈયાર છે. એક નવા અહેવાલમાં જણાવાયું છે કે કંપની હવે દર વર્ષે એક જ સમયે બધા આઇફોન મોડેલ લોન્ચ નહીં કરે. ફેમસ ટેક જર્નલિસ્ટ માર્ક ગુરમેનના જણાવ્યા અનુસાર, આઇફોન 18 સિરીઝના મોડેલ અલગ અલગ સમયે લોન્ચ થશે. એપલ તેનો પહેલો ફોલ્ડેબલ આઇફોન પણ રજૂ કરી શકે છે.

આઇફોન 18 પ્રો અને 18 પ્રો મેક્સ આવતા વર્ષે આવી શકે છે. ગુરમેને તેના પાવર ઓન ન્યૂઝલેટરમાં જણાવ્યું હતું કે એપલ 2026 થી શરૂ કરીને તેના ફોન લોન્ચ અભિગમમાં ફેરફાર કરશે. રિપોર્ટ અનુસાર, આઇફોન 18 પ્રો અને આઇફોન 18 પ્રો મેક્સ 2026ના સપ્ટેમ્બર અને નવેમ્બર વચ્ચે લોન્ચ થઈ શકે છે. આ સમય દરમિયાન એપલનો પહેલો ફોલ્ડેબલ આઇફોન પણ રજૂ કરી શકાય છે. આ એપલ માટે એક મોટો હાર્ડવેર ફેરફાર માનવામાં આવે છે, કારણ કે કંપની પહેલીવાર ફોલ્ડેબલ ડિવાઇસ રજૂ કરશે.

2027 માં આવનારા બાકીના મોડેલોની વાત કરીએ તો. રિપોર્ટમાં જણાવાયું છે કે એપલ બાકીના મોડેલો 2027ના માર્ચ અને મેની વચ્ચે લોન્ચ કરશે.

આમા આઇફોન 18 (સ્ટાન્ડર્ડ મોડેલ) હશે. આઇફોન 18e (બજેટ મોડેલ) હશે. આ સિવાય નવું આઇફોન એર (અપડેટેડ વર્ઝન)હશે. આ રીતે, આઇફોન 18ની શ્રેણી બે અલગ અલગ લોન્ચ ઇવેન્ટ્સમાં પૂર્ણ થશે.

એપલ તેની લોન્ચ વ્યૂહરચના કેમ બદલી રહી છે?: છેલ્લા ઘણા વર્ષોથી, એપલ દર સપ્ટેમ્બરમાં ચાર મોડેલ લોન્ચ કરે છે. આમાં બે પ્રો મોડેલ અને બે સ્ટાન્ડર્ડ મોડેલનો સમાવેશ થાય છે. કેટલીકવાર, વર્ષની શરૂઆતમાં SE અથવા e મોડેલ અલગથી લોન્ચ કરવામાં આવતા હતા. જો કે, એકસાથે આટલા બધા ઉત્પાદનો વિકસાવવા એપલની એન્જિનિયરિંગ ટીમ, સપ્લાયર્સ અને માર્કેટિંગ ટીમ પર નોંધપાત્ર તાણ બની ગયા. ગુરમનના મતે, ટીમો પર ભારે વર્કલોડને કારણે 2024 માં એપલ ઇન્ટેલિજન્સ ફીચર્સ લોન્ચ કરવાનું પણ મુશ્કેલ હતું. આ કારણોસર, એપલ હવે તેના લોન્ચને વર્ષના બે ભાગોમાં વિભાજીત કરવાની તૈયારી કરી રહી છે.

નવી યોજના સાથે શું બદલાશે?: જો એપલ 2026 થી શરૂ થતી આ નવી પેટર્ન લાગુ કરે છે, તો તેના ઘણા ફાયદા થઈ શકે છે. એન્જિનિયરિંગ અને ડિઝાઇન ટીમો પર ઓછું દબાણ આવશે.

સપ્લાય ચેઇન અને ઉત્પાદન સુવ્યવસ્થિત કરવામાં આવશે. દરેક મોડેલ પર અલગ અલગ સમયે વધુ ધ્યાન આપવામાં આવશે. નવી સુવિધાઓ અને ટેકનોલોજીનો રોલઆઉટ પણ સરળ રહેશે.
Aadhaar Cardમાં નામ કેટલી વાર બદલાવી શકો છો? 99% લોકો નથી જાણતા જવાબ, આ સ્ટોરી વાંચવા અહીં ક્લિક કરો
