Birthday Special : આર્થિક તંગીના કારણે સામંથા રૂથે ફિલ્મોમાં એન્ટ્રી કરી હતી, જાણો એક્ટ્રેસ સાથે જોડાયેલી કેટલીક ખાસ વાતો
સાઉથ એક્ટ્રેસ સામંથા પ્રભુ (Samantha Ruth Prabhu )આજે તેનો 35મો જન્મદિવસ ઉજવી રહી છે. સામંથા તેના અંગત જીવનને કારણે હંમેશા ચર્ચામાં રહે છે.

સાઉથની ફિલ્મોની સૌથી ખૂબસુરત અભિનેત્રીઓમાંની એક સમંથા રૂથ પ્રભુ ટૂંક સમયમાં વરુણ ધવન સાથે બોલિવૂડમાં જોવા મળશે. ગ્લેમરસ અને સ્ટાઇલિશ સામંથા પ્રભુ આજે તેનો 35મો જન્મદિવસ (Samantha Ruth Prabhu Birthday) ઉજવી રહી છે.

સામંથાની ઘણી ફિલ્મોએ રેકોર્ડબ્રેક કમાણી કરી છે. તેમની ફિલ્મો 'મર્સલ' અને 'રંગસ્થલમ' લોકોને ખાસ પસંદ આવી હતી. પરંતુ વાસ્તવમાં અભિનેત્રી સામંથાનું સપનું ક્યારેય અભિનેત્રી બનવાનું નહોતું.

ઘણા મીડિયા અહેવાલો અનુસાર, સામંથાએ આર્થિક તંગીના કારણે 2010 માં ફિલ્મોમાં પગ મૂક્યો હતો. સામંથાએ ફિલ્મોમાં જોડાતા પહેલા મોડલિંગ ઈન્ડસ્ટ્રીમાં પ્રવેશ કર્યો હતો. તમને જણાવી દઈએ કે, તે દરમિયાન અભિનેત્રી પાર્ટ ટાઈમ જોબ પણ કરતી હતી.

આ દરમિયાન તેને પહેલી ફિલ્મ 'યે માયા ચેસવ'ની ઓફર મળી હતી. આ ફિલ્મ જબરદસ્ત હિટ સાબિત થઈ હતી. તેને બેસ્ટ ડેબ્યૂ માટે ફિલ્મફેર એવોર્ડ પણ મળ્યો હતો. આજે સામંથા સાઉથની શ્રેષ્ઠ અભિનેત્રીઓમાંની એક છે.

અંગત જીવનની વાત કરીએ તો, સામંથાએ 2017માં સાઉથના સુપરસ્ટાર નાગા ચૈતન્ય (Naga Chaitanya)સાથે લગ્ન કર્યા હતા. આ લગ્ન હિંદુ અને ખ્રિસ્તી રિવાજો અનુસાર થયા હતા અને તેઓ સાઉથના સૌથી હિટ કપલ્સમાંના એક હતા, પરંતુ ગયા વર્ષે તેઓએ અલગ થવાનો નિર્ણય કર્યો હતો.