Saiyaara Cast Fees: અહાન પાંડે-અનિત પડ્ડાએ સૈયારા માટે કેટલી લીધી ફી ? કેટલા કરોડમાં બની ફિલ્મ જાણો
અહાન પાંડેની રોમેન્ટિક મ્યુઝિકલ ફિલ્મ 'સૈયારા' એ બે જ દિવસમાં બોક્સ ઓફિસ પર 45 કરોડ રૂપિયાથી વધુની કમાણી કરી છે. પરંતુ શું તમે જાણો છો કે અહાન-અનિતે 'સૈયારા' માટે કેટલા પૈસા લીધા છે.

યશ રાજ બેનર હેઠળ મોહિત સૂરી દ્વારા નિર્દેશીત ફિલ્મ 'સૈયારા' 18 જુલાઈના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થઈ હતી. આ ફિલ્મે રિલીઝ થતાંની સાથે બોક્સ ઓફિસ પર ધમાલ મચાવી દીધી છે.

'સૈયારા'ના દરેક જગ્યાએ વખાણ થઈ રહ્યા છે. ક્રિટિક્સે પણ 'સૈયારા'ના શાનદાર રિવ્યુ આપ્યા છે. આ ફિલ્મથી અહાન પાંડેએ બોલિવૂડમાં ડેબ્યૂ કર્યું છે. લીડ રોલમાં અહાન સાથે અનિત પડ્ડા પણ મુખ્ય ડેબ્યૂ કર્યું છે.

અહાન પાંડેની રોમેન્ટિક મ્યુઝિકલ ફિલ્મ 'સૈયારા' એ બે જ દિવસમાં બોક્સ ઓફિસ પર 45 કરોડ રૂપિયાથી વધુની કમાણી કરી છે. પરંતુ શું તમે જાણો છો કે અહાન-અનિતે 'સૈયારા' માટે કેટલા પૈસા લીધા છે.

રિપોર્ટ્સ અનુસાર, 'સૈયારા' 60 કરોડ રૂપિયાના બજેટમાં બની છે. આ ફિલ્મમાં અહાન પાંડેના જબરદસ્ત અભિનયની દરેક વ્યક્તિ પ્રશંસા કરી રહી છે.

siyasatdaily.com ના એક અહેવાલ મુજબ, નવા કલાકાર અહાન પાંડેએ તેની પહેલી રોમેન્ટિક ફિલ્મ માટે લગભગ 3 થી 5 કરોડ રૂપિયા ફી લીધી છે. બીજી તરફ, અનિતને અહાન કરતા ઓછી ફી મળી છે.

આ સાથે 'સૈયારા'ના નિર્દેશક મોહિત સૂરીએ 6 થી 8 કરોડ રૂપિયા ફી લીધી હોવાનું કહેવાય છે.

તમને જણાવી દઈએ કે ફીની બાબતમાં, અહાને રણબીર જેવા સુપરસ્ટારને પાછળ છોડી દીધા છે, કારણ કે રણબીર કપૂરે 2007 માં આવેલી તેની પહેલી ફિલ્મ 'સાંવરિયા' માટે માત્ર 8 લાખ રૂપિયા મળ્યા હતા. જ્યારે અહાને તગડી ફી વસૂલી છે
કોણ છે “સૈયારાની” આ ખુબસુરત અભિનેત્રી? જેને નવી ‘નેશનલ ક્રશ’ કહી રહ્યા ફેન્સ, જુઓ-Photo..........., આ સ્ટોરી વાંચવા અહીં ક્લિક કરો
