ટીમમાંથી બહાર કરવાના દાવા કરનારાઓને ‘હિટમેન’નો સણસણતો જવાબ! લોર્ડ્સમાં રોહિત શર્માની રેકોર્ડબ્રેક સદી
રોહિત શર્માનું બેટ અગાઉની બંને મેચોમાં શાંત રહ્યું હતું. તે ખરાબ રીતે ફ્લોપ ગયો હતો. ત્યારબાદ ટીમ ઈન્ડિયામાંથી તેની બહાર કરવામાં આવશે એવા અહેવાલો સામે આવ્યા હતા. જેના કારણે સોશિયલ મીડિયા પર હોબાળો જોવા મળ્યો હતો. આ હોબાળા વચ્ચે, રોહિત શર્માએ આ શાનદાર સદી મારી.

રોહિત શર્માએ લોર્ડ્સ ક્રિકેટ ગ્રાઉન્ડ પર શાનદાર સદી મારીને પોતાની નિવૃત્તિની અફવાઓનો અંત લાવ્યો. ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચેની ODI સિરીઝની ત્રીજી મેચમાં રોહિતે માત્ર 84 બોલમાં સદી મારી. (Image Source | BCCI)

આ સાથે, રોહિત શર્મા લોર્ડ્સમાં ODI સદી મારનારો પ્રથમ ભારતીય (પુરૂષ) બેટ્સમેન બન્યો છે. સિરીઝની પાછલી બે મેચોમાં ખરાબ રીતે ફ્લોપ રહ્યા બાદ આ મેચ પહેલા રોહિત શર્મા વિશે ઘણી ચર્ચાઓ ચાલી રહી હતી. પરંતુ હિટમેને રેકોર્ડબ્રેક સદી સાથે નોંધપાત્ર વાપસી કરી છે. (Image Source | BCCI)

રવિવાર 19 જુલાઈના રોજ લંડનના લોર્ડ્સમાં રમાયેલી આ મેચમાં, ઇંગ્લેન્ડના બેટ્સમેનોએ 387 રન બનાવ્યા હતા. આ મેદાન પર અત્યાર સુધીનો સૌથી વધુ વનડે સ્કોર છે. આટલા મોટા લક્ષ્ય સાથે ટીમ ઇન્ડિયાને તે મુજબ બેટિંગ કરવાની જરૂર હતી. (Image Source | BCCI)

રોહિતની સદી પણ ખાસ હતી કારણ કે કાર્ડિફમાં બીજી વનડેમાં, તે 47 બોલમાં ફક્ત 26 રન જ બનાવી શક્યો હતો. ત્યારબાદ સૂત્રો અનુસાર દાવો કરવામાં આવ્યો હતો કે લોર્ડ્સની મેચ રોહિતની છેલ્લી હોઈ શકે છે. (Image Source | BCCI)

સૂત્રો અનુસાર, કહેવામાં આવ્યું છે કે પસંદગી સમિતિએ રોહિતને કહ્યું હતું કે આ સિરીઝ પછી તેને ટીમ ઇન્ડિયા માટે પસંદ કરવામાં આવશે નહીં. હવે, આ સદી સાથે રોહિતે આ બધા દાવાઓને જવાબ આપ્યો છે. (Image Source | BCCI)

રોહિત શર્મા અને શુભમન ગિલે ટીમ ઇન્ડિયાને મજબૂત શરૂઆત આપી હતી. પ્રથમ વિકેટ માટે 147 રન ઉમેર્યા હતા. 31મી ઓવરમાં રોહિત શર્માએ આદિલ રશીદના ચોથા બોલ પર સ્લોગ સ્વીપ સાથે ચોગ્ગો મારીને યાદગાર સદી કરી. (Image Source | BCCI)
આ પણ વાંચો, Breaking News FIFA World Cup Final: આર્જેન્ટિનાને હરાવીને સ્પેન ફરીથી વર્લ્ડ ચેમ્પિયન બન્યું
