AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

19 જુલાઈએ લોર્ડ્સમાં રોહિત શર્મા રમી શકે છે છેલ્લી મેચ, આંતરરાષ્ટ્રીય કારકિર્દીનો આવી રહ્યો છે અંત?

રોહિત શર્માની આંતરરાષ્ટ્રીય કારકિર્દીનો અંત આવી રહ્યો છે. 19 જુલાઈએ લોર્ડ્સમાં ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે રમાનારી ત્રીજી અને અંતિમ વનડે રોહિત શર્માની છેલ્લી આંતરરાષ્ટ્રીય મેચ બનવાની શક્યતા છે.

19 જુલાઈએ લોર્ડ્સમાં રોહિત શર્મા રમી શકે છે છેલ્લી મેચ, આંતરરાષ્ટ્રીય કારકિર્દીનો આવી રહ્યો છે અંત?
Rohit SharmaImage Credit source: AI Generated
| Updated on: Jul 17, 2026 | 8:10 AM
Share

રોહિત શર્માની આંતરરાષ્ટ્રીય કારકિર્દીનો અંત આવી રહ્યો છે. 19 જુલાઈએ લોર્ડ્સમાં ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે રમાનારી ત્રીજી અને અંતિમ વનડે રોહિત શર્માની છેલ્લી આંતરરાષ્ટ્રીય મેચ બનવાની શક્યતા છે. સૂત્રો અનુસાર, પસંદગીકારો અને ટીમ ઇન્ડિયા મેનેજમેન્ટ દ્વારા રોહિત શર્માને જાણ કરવામાં આવી છે કે તેઓ તેને આગામી વર્ષે સાઉથ આફ્રિકામાં યોજાનાર વર્લ્ડ કપમાં તક નહીં આપે. જેના કારણે લોર્ડ્સ વનડે તેની કારકિર્દીની છેલ્લી મેચ હોઈ શકે છે. પ્રશ્ન એ છે કે, અચાનક એવું શું થયું છે કે આવા દિગ્ગજ ખેલાડીને 2027ના વર્લ્ડ કપ માટે લાયક માનવામાં આવતો નથી? રોહિત શર્માની કારકિર્દી અચાનક કેવી રીતે સમાપ્ત થઈ રહી છે?

રોહિતની નિવૃત્તિનું પહેલું મુખ્ય કારણ

રોહિત શર્માની નિવૃત્તિનું સૌથી મોટું કારણ તેની ફિટનેસ છે. રોહિત શર્માએ ગયા વર્ષે વજન ઘટાડ્યું છે. પરંતુ આ અનુભવી ખેલાડી હજુ પણ ઈજાગ્રસ્ત છે. રોહિત શર્માને IPL 2026 દરમિયાન ઈજા થઈ હતી. તેને ફરી એકવાર હેમસ્ટ્રિંગની ઈજા થઈ હતી. આ ઈજાને કારણે તે IPLમાં મોટાભાગે મેચ રમ્યો નહીં. અફઘાનિસ્તાન સામેની ODI સિરીઝ અંગે પણ ચિંતા હતી, પરંતુ તે રમવાનું ચાલુ રાખ્યું.

રોહિતની નિવૃત્તિનું બીજું મોટું કારણ

બીજું મોટું કારણ તેનું હાલનું ફોર્મ છે. વર્ષ 2026માં રોહિત શર્મા વનડે ક્રિકેટમાં સતત રન બનાવવા માટે સંઘર્ષ કરી રહ્યો છે. ઇંગ્લેન્ડ સામેની પ્રથમ બે મેચમાં નિષ્ફળ ગયો. પહેલાં પણ તેનું પ્રદર્શન ખાસ રહ્યું નહોતું. આ વર્ષે તે 8 ઇનિંગ્સમાં માત્ર 241 રન બનાવ્યા છે. જેમાં તેની સરેરાશ 30.12 રહી છે. તેમ સ્ટ્રાઈક રેટ પણ સતત ઘટી રહ્યો છે. જ્યારે તે ભારતીય ટીમનો કેપ્ટન હતો ત્યારે પાવરપ્લેમાં 120થી વધુના સ્ટ્રાઈક રેટે રન બનાવતો હતો. પરંતુ ચેમ્પિયન્સ ટ્રોફી બાદ કેપ્ટનશિપ છોડ્યા પછી તેનો સ્ટ્રાઈક રેટ 90થી પણ નીચે પહોંચી ગયો હોવાનું કહેવામાં આવી રહ્યું છે.

રોહિતની નિવૃત્તિનું ત્રીજું મોટું કારણ

રોહિત શર્માની નિવૃત્તિનું ત્રીજું મોટું કારણ એ છે કે ટીમ ઇન્ડિયા પાસે મજબૂત વિકલ્પો છે. ભારતીય ટીમ પાસે ઓપનર યશસ્વી જયસ્વાલ છે. જેણે છ ODI માં બે સદી ફટકારી છે. ODIમાં તેની સરેરાશ 70થી વધુની છે. આ વર્ષે ODI ટીમમાં વાપસી કરનાર ઈશાન કિશન 45થી વધુની સરેરાશથી 1092 રન બનાવી ચૂક્યો છે. તેની પાસે ODIમાં એક બેવડી સદી પણ છે. મહત્વનું છે કે, તે વિકેટકીપર પણ છે અને સાઉથ આફ્રિકામાં યોજાનારા વર્લ્ડ કપમાં નિયમિત કીપર તરીકે રમી શકે છે.

આ પણ વાંચો, Breaking News: વિરાટ કોહલીએ તોડ્યો 2645 રનનો ઐતિહાસિક રેકોર્ડ, ઇંગ્લેન્ડની ધરતી પર રચ્યો નવો ઇતિહાસ; રિકી પોન્ટિંગને પણ પછાડ્યો 

Follow Us
ખેડૂતો માટે રાહત, વિંછિયાના 6 ગામમાંથી ઈકો સેન્સિટિવ ઝોનની નોંધ હટશે
ખેડૂતો માટે રાહત, વિંછિયાના 6 ગામમાંથી ઈકો સેન્સિટિવ ઝોનની નોંધ હટશે
રાજકોટ: સિવિલ અધિક્ષકે જાતે સફાઈ કરી સ્વચ્છતા અંગે આપ્યો કડક સંદેશ
રાજકોટ: સિવિલ અધિક્ષકે જાતે સફાઈ કરી સ્વચ્છતા અંગે આપ્યો કડક સંદેશ
જૂનાગઢના ઐતિહાસિક ઉપરકોટ કિલ્લામાં દીપડો દેખાતા ભયનો માહોલ
જૂનાગઢના ઐતિહાસિક ઉપરકોટ કિલ્લામાં દીપડો દેખાતા ભયનો માહોલ
પાણીના ઝઘડાએ લીધો હિંસક વળાંક... ઓલપાડના ગામમાં બે જૂથો આમને-સામને
પાણીના ઝઘડાએ લીધો હિંસક વળાંક... ઓલપાડના ગામમાં બે જૂથો આમને-સામને
8 મહિનાથી રસ્તો ન બનતા સ્થાનિકો લાલઘુમ,પાલિકા સામે આંદોલન કરવાની ચીમકી
8 મહિનાથી રસ્તો ન બનતા સ્થાનિકો લાલઘુમ,પાલિકા સામે આંદોલન કરવાની ચીમકી
સુરત રેલવે સ્ટેશનનો વીડિયો વાયરલ, પફ મશિનમાં ઉંદર દેખાતા મચ્યો હડકંપ
સુરત રેલવે સ્ટેશનનો વીડિયો વાયરલ, પફ મશિનમાં ઉંદર દેખાતા મચ્યો હડકંપ
ધોરાજીમાં 2 વર્ષ બાદ પણ કામ અધૂરું, સ્થાનિકો ખાડા અને ટ્રાફિકથી ત્રસ્ત
ધોરાજીમાં 2 વર્ષ બાદ પણ કામ અધૂરું, સ્થાનિકો ખાડા અને ટ્રાફિકથી ત્રસ્ત
સુરતમાં એક્સપાયરી વાળી કોલ્ડ ડ્રિંક્સ વેચાય છે..!
સુરતમાં એક્સપાયરી વાળી કોલ્ડ ડ્રિંક્સ વેચાય છે..!
સુરતમાં મહાનગરપાલિકાના નામે બોગસ નિમણૂક પત્ર કૌભાંડનો પર્દાફાશ
સુરતમાં મહાનગરપાલિકાના નામે બોગસ નિમણૂક પત્ર કૌભાંડનો પર્દાફાશ
વડોદરાના શિનોરમાં FDAના દરોડા, પનીર અને મીઠાઈઓના લેવાયા સેમ્પલ ! Video
વડોદરાના શિનોરમાં FDAના દરોડા, પનીર અને મીઠાઈઓના લેવાયા સેમ્પલ ! Video
g clip-path="url(#clip0_868_265)">